વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
આદિલ મન્સૂરી

વાડકી-વહેવાર – જયન્ત પાઠક

પાસે પારિજાત
રહેવા આવ્યું છે એક બુલબુલ-જોડું
ઓળખાણ રોજ વધે થોડું થોડું
આંગણે આવીને આપી જાય
સવારે સવારે
. ટહુકા બે-ચાર
હું ય સામે સંભળાવું એકાદ-બે ગીત-કડી
-પાડોશીની સાથે મારે વાડકી-વ્હેવાર!

– જયન્ત પાઠક

આ નાનકડી કવિતા આટલી મીઠડી કેમ લાગે છે ? એનું કારણ છે અનુભૂતિની સચ્ચાઈ, જે કદી મનને અડકી ગયા વિના રહેતી નથી.

કવિતા એટલે શું કોઈ પૂછે તો બેફીકર કહેવું – કવિતા એટલે તો અનુભૂતિને અવતરવા માટેની શંકર-જટા.

17 Comments »

  1. Jayshree said,

    March 8, 2011 @ 12:00 AM

    આહાહા… મઝ્ઝાનું શિર્ષક… એવી જ મઝ્ઝાની કવિતા..! અને સાથે ધવલભાઇની આ શંકર-જટા વાળી વાત… ક્યા કહેના..!!

  2. ઊર્મિ said,

    March 8, 2011 @ 12:08 AM

    સાચે જ મજાની મીઠડી કવિતા… મને તો આ ‘વાડકી-વ્હેવાર’ શબ્દ જ બહુ ગમે છે… નાનપણથી આ શબ્દને એટલું જીવ્યા છે કે આજે પણ માત્ર આ શબ્દ સાંભળતા જ આંખો સામે એક ચિત્ર સ્વયં ઉપસી આવે છે અને ફરી એકવાર અમારા પાડોશીનાં ઘરે સાચે જ વાડકી લઈને પહોંચી જવાનું મન થઈ આવે છે… 🙂

    “કવિતા એટલે તો અનુભૂતિને અવતરવા માટેની શંકર-જટા”

    આહાહાહા……. શું કવિતાની સચોટ વ્યાખ્યા કરી છે…. હવે આનાથી વધુ સ-રસ કવિતા બીજી કઈ હોઈ શકે ?

  3. Kiran Panchal said,

    March 8, 2011 @ 12:37 AM

    Happy Women’s day to all readers…..

  4. વિવેક said,

    March 8, 2011 @ 1:16 AM

    સુંદર રચના,….

    ‘ઓળખાણ’ શબ્દ નપુંસકલિંગ તરીકે પણ પ્રયોજી શકાય એ આજે જ જાણ્યું અને સાનંદાશ્ચર્ય અનુભવ્યું…

  5. Rahul Shah (Surat) said,

    March 8, 2011 @ 2:18 AM

    મીઠડી કવિતા
    સવારે ટહુકા સાભળવાનુ મન થાય એવી

  6. gopal said,

    March 8, 2011 @ 6:49 AM

    ભૈલા, મજા પડી ગઇ,

  7. જયેન્દ્ર ઠાકર said,

    March 8, 2011 @ 8:11 AM

    સુંદર રચના છે! વાડકી ભલે કદમાં નાની પણ અહીં પ્રેમનો દરિયો ભરીને આવી છે.

  8. pragnaju said,

    March 8, 2011 @ 8:16 AM

    જયશ્રી અને ઊર્મિએ અમારા મનની વાત કહી દીધી!
    અમેરિકામા અમારા પડોશીને ગરમ ગરમ કઢી પાઇ વાડકી વ્યવહાર શરુ કરેલો તે તો મૉટી અયસ્માત થઇ! તેનો દિકરો મીલીટરીમા દાખલ થયો ત્યારે આપણી મીલીટરીના વાડકી વ્યવહારની રમુજી વાત કરી હતી.ભારતિય સૈનિકને પરાક્રમ દર્શાવા પાકિસ્તાની ટેન્કનું અપહરણ કરીને ભારતીય છાવણીમાં લઇ આવ્યો. કર્નલે ખુશ થઇ પૂછ્યું. જીવનાં જોખમે થઇ શકે તેવું મિશન કેવી રીતે પાર પાડયું? તેના જવાબમાં જવાન બોલ્યો કે એ લોકોને કામ હોય ત્યારે આપણી ટેન્ક કાઢી આપીએ છીએ, અમારા વચ્ચે આવો વાડકી વહેવાર છે.
    મીઠડા આછાંદસનો વાડકી વ્યવહાર જેવો અનુભવ
    અહીંના કાગડા અને હરણ સાથે થયો છે

  9. Maheshchandra Naik said,

    March 8, 2011 @ 2:21 PM

    વાટકી વ્યવહાર અને કવિશ્રીની અનુભુતિ દ્વારા નાનક્ડી રચના મનભાવન બની રહી છે………

  10. dHRUTI MODI said,

    March 8, 2011 @ 2:23 PM

    કુદરત સાથે પ્રેમ વ્યવહાર વાડકી વ્યવહાર કેવી સુંદર કલ્પના? ખૂબ ગમ્યું કાવ્ય.

  11. Kalpana said,

    March 8, 2011 @ 6:53 PM

    મારે આવો જ વાડકી વ્યવહાર રુપકડા કબૂતર સાથે થાય છે. મારે બ્રેકફાસ્ટનો સમય અને કબૂતરને ચણ ખાવાનો સમય એક છે. વાડકી વ્યવહારમા બદલામા કબૂતરની નર્તન કરતી ચણતી ડોક અનોખો આનન્દ આપે છે.

    આભાર, તમારો અને કવિવરનો.

  12. jigar joshi 'prem' said,

    March 10, 2011 @ 10:41 AM

    અહો અહો ! ખૂબ સુંદર….

  13. Pancham Shukla said,

    March 10, 2011 @ 2:03 PM

    સરસ કાવ્ય.

    વિવેકભાઈના ઝીણી નજરના અવલોકનને દાદ આપતા વિચાર્યું તો…..કદાચ કવિ અહીં એમ કહેવા માગે છે કે ..રોજ થોડું થોડું કરીને ઓળખાણ વધે છે. અગાઉની કવિતાઓની આ એક વિશિષ્ટ લાક્ષણિતા હતી.

  14. Pancham Shukla said,

    March 10, 2011 @ 2:08 PM

    કવિતા વિશે ધવલનું બિન્દાસ અને મીઠડું ટિપ્પણ પણ મલકાવી જાય એવું છે.

  15. urvashi parekh said,

    March 10, 2011 @ 8:27 PM

    સરસ અનુભુતી,
    ઘણી વખત આવુ આપણી સાથે આવુ થતુ હોય છે,
    પણ શબ્દો માં નથી મુકી શકાતુ,આનુ જ નામ કવી.
    ઘણુ ગમ્યુ….

  16. P Shah said,

    March 11, 2011 @ 3:05 AM

    આનંદ થયો.

  17. gaurangi patel said,

    March 14, 2011 @ 7:27 PM

    વાહ્,વાહ્!!!!!!!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment