કંઈ જ ના કહેવાય ક્યારે છેતરે,
શક્યતા સૌથી વધારે છેતરે.

ભાગ્યને જો નાવ સોંપી હોય તો,
છેક લાવીને કિનારે છેતરે.
– બાબુલાલ ચાવડા ‘આતુર’

(બુદ્ધ) – બોધિસત્વ

બુદ્ધ બુદ્ધને સંગ્રહતા નથી.
જો તમે બુદ્ધને જોવા તમારું મગજ વાપરશો,
તો તમે બુદ્ધને જોઈ નહીં શકો.
જ્યાં સુધી તમે બુદ્ધને અન્યત્ર શોધશો,
ત્યાં સુધી તમે કદી નહીં જોઈ શકો કે તમારું મગજ સ્વયં બુદ્ધ છે.
બુદ્ધ કદી સુત્રોચ્ચાર કરતા નથી.
બુદ્ધ કદી નિયમ પાળતા નથી,
અને બુદ્ધ કદી નિયમ તોડતા નથી.
બુદ્ધ ન તો કશું તોડે છે ન તો સાચવે છે.
બુદ્ધ પાપ-પુણ્ય આચરતા નથી.
બુદ્ધને શોધવા તમારે તમારા સ્વ-ભાવ,તમારી પ્રકૃતિને નીરખવી રહી.

– બોધિસત્વ

એક સરળ કાવ્યમાં કંઈ કેટલી ક્રાંતિઓ છુપાયેલી છે ! એક એક વાક્ય પરંપરાઓના મૂળિયાં ઉખેડી નવેસરથી વિચારવા મજબૂર કરે છે. શ્રી રમણ મહર્ષિનું પ્રિય વાક્ય યાદ કરાવે છે- ‘ know thyself ‘ ! હમણાં જ ક્યાંક વાંચ્યું -‘ અંધારું શાશ્વત છે,પ્રકાશ ખલેલ છે.’ !!!!

“Buddhas don’t save buddhas.
If you use your mind to look for a buddha,
you won’t see the Buddha.
As long as you look for a buddha somewhere else,
you’ll never see that your own mind is the Buddha.
Don’t use a buddha to worship a buddha.
And don’t use the mind to invoke a buddha.
Buddhas don’t recite sutras.
Buddhas don’t keep precepts.
And buddhas don’t break precepts.
Buddhas don’t keep or break anything.
Buddhas don’t do good or evil.
To find a buddha, you have to see your nature.

– Bodhisatva

13 Comments »

  1. pragnaju said,

    March 6, 2011 @ 11:16 AM

    ને બુદ્ધ કદી નિયમ તોડતા નથી.
    બુદ્ધ ન તો કશું તોડે છે ન તો સાચવે છે.
    બુદ્ધ પાપ-પુણ્ય આચરતા નથી.
    બુદ્ધને શોધવા તમારે તમારા સ્વ-ભાવ,તમારી પ્રકૃતિને નીરખવી રહી.
    ખૂબ સુંદર
    “બુધ એટલે જાગૃત થવું. પોતાની જાતને જાગૃત કરવી અને પછી બીજાને જાગૃત કરવા માટે જાગૃત બનવું. જયારે તમે વિચારો છો કે તમે જાગૃત છો ત્યારે પણ તમે જાગૃત નથી. તમારા આંતરચક્ષુ હજી ખૂલ્યાં નથી. તમે કોણ છો તે તમે હજી જાણતા નથી. તે ખોલવા બુદ્ધિની જરૂર છે.

    બુદ્ધિ એ વર્તમાનમાં રહેવાની ક્ષમતા છે,

  2. વિહંગ વ્યાસ said,

    March 6, 2011 @ 11:25 AM

    ખુબજ સુંદર વાત. પરંતુ મગજ તો શરીરનું એક અંગ છે તે કેવી રીતે બુધ્ધ હોઇ શકે, મગજનાં સ્થાને મન વધારે યોગ્ય લાગે. મનમાં યુગોથી સંગ્રહાયેલા અધ્યાસોનો નાશ થતા થયેલું શુધ્ધ મન જેને આત્મા કે બ્રહ્મ કે બુધ્ધથી ઓળખવામાં આવે છે. એવુ રમણ મહર્ષિનાં કોઇ પુસ્તકમાં વાંચેલુ છે. જે મનથી પર છે તેને મનથી કેવી રીતે પામી શકાય. ઠાકુર રામકૃષ્ણ કહેતા કે એક મીઠાની પુતળી સમુદ્રની ઉંડાઇ માપવા ગઇ અને પાછી ન આવી. પોતાનુ અલગ અસ્તિત્વજ ના રહ્યું. આપણી પાસેય તેમાં ઓગળી જવા સિવાય બીજો વિકલ્પ પણ ક્યાં છે.

  3. Maheshchandra Naik said,

    March 6, 2011 @ 1:23 PM

    બુધ્ધને શોધવા માટે તમારી પ્રકૃતીને નિરખવી રહી, એમા સર્વસ્વ આવી જાય છે, સૌ સ્વને ઓળખે, સ્વભાવને ઓળખે, એ બહુ જ જરુરી વાત કહી દીધી છે………………..

  4. dHRUTI MODI said,

    March 6, 2011 @ 3:08 PM

    બુધ્ધ ઍટલે જે જાગૃત છે. જાગૃત ઍટલે જે અંદરથી જાગી ચૂકયો છે. જે પ્રજ્ઞાવાન છે તેવો માનવ જે બધાની વચ્ચે છે છતાં બધાંથી પર છે.જે જાગે છે અને બીજાને અંદરથી ઢંઢોળીને જગાડે છે.

  5. Girish desai said,

    March 6, 2011 @ 4:14 PM

    જે છે અંદર બહારથી શુદ્ધ
    તે છે સાચો બુદ્ધ

  6. વિવેક said,

    March 7, 2011 @ 7:54 AM

    @ વિહંગ: અંગ્રેજી મૂળ કાવ્યમાં your own mind is the Buddha એમ જ લખ્યું છે પણ અનુવાદકે મનની જગ્યાએ મગજ લખી નાંખ્યું છે…

  7. tirthesh said,

    March 7, 2011 @ 9:26 AM

    અનુવાદ મેં જ કર્યો છે. ‘mind ‘ માટે મગજ,મન,બુદ્ધિ-કોઈ પણ શબ્દ મને અધૂરો લાગ્યો એટલે મગજ વાપર્યો છે-મને ‘મન’ શબ્દ પણ કઠતો હતો. વિહંગભાઈની વાત સાથે હું સંમત છું. [જોકે કાવ્યનો ભાવાર્થ છે કે શબ્દોના વિતંડાવાદમાં પડવું નહીં…..!]

  8. SUKETU KORADIA said,

    March 7, 2011 @ 10:58 AM

    શરીર ની પાર, મન ની પાર, બુધ્ધી ની પાર; આન્તર મન નો બુધ્ધ- એ જ અસ્તિત્વ, સ્વરુપનો સહજ સ્વભાવ…….

  9. વિહંગ વ્યાસ said,

    March 7, 2011 @ 11:10 AM

    પ્રિય તીર્થેશભાઇ : કાવ્યમાં જે મૂળ વાત છે એની સાથે તો કોઇપણ સુજ્ઞ ભાવક પ્રત્યાયન સાધી લેવાનો છે એમાં કોઇ સંશય નથી. કાવ્યનાં મૂળ સર્જકને “તમારું મગજ સ્વયં બુદ્ધ છે” એમ લખવું હોત તો તેમણે mind ને બદલે brain લખ્યું હોત. અને સાહેબ તમે જુઓ તો ખરા કે “તમારુ મગજ સ્વયં બુદ્ધ છે” એ વાક્ય કેવું બેહુદુ લાગે ! મને આશ્ચર્ય તો એ વાતનું થાય છે કે “મન” જેવો એકદમ બંધબેસતો શબ્દ તમને શા માટે કઠ્યો ? શબ્દોનાં વિતંડાવાદમાં ના હું ના પડત પરંતુ વાત બુદ્ધની છે એટલે ચર્ચાને દોહરાવી.

  10. preetam lakhlani said,

    March 7, 2011 @ 3:46 PM

    ભાઈ પ્રિય તીર્થેશભાઇ, મારે જે વાત લખવી હતી તે વાત વિહંગ વ્યાસે કરી દીધી….અનુવાદ ભલે થોડો નબળો હોઇ છતા કાવ્યત્વતો કવિતામા કાબિલે દાદ છે, ચાલો આપણે ફ્ક્ત કવિતાના આનદની જ વાત કરીએ એ વાત્ ને જવા દૉ કે કેરી ક્યા આબાની છે……

  11. preetam lakhlani said,

    March 7, 2011 @ 3:52 PM

    પ્રેમના પ્રકરણ વિશે કંઈ બોલવાનું છોડીએ,
    ચોપડીમાં એક વચ્ચે કોરું પાનું છોડીએ.
    હેમેન શાહ
    આ વાત જો સમજી જઇએ તો ઉપર નુ કાવ્ય બહુ જ આસાનીથી સમજાય જશે !

  12. tirthesh said,

    March 8, 2011 @ 12:50 AM

    ‘મન’ શબ્દ કઠવાનું કારણ એ કે અહી ‘mind ‘ શબ્દ ‘બુદ્ધિ’ના સંદર્ભમાં વપરાયો છે-અર્થાત,જો આપણે આપણી બુદ્ધિથી બુદ્ધને શોધીશું તો તેને પામીશું નહીં. ‘મન’ શબ્દ અંત:કરણ સાથે થોડો નજીક આવી જતો લાગ્યો,જયારે ‘મગજ’ ને બુદ્ધિ સાથે સીધો સંબંધ સ્પષ્ટ છે. બાકી તમારા મુદ્દા સાથે હું સો ટકા સહમત છું. વળી અનુવાદ વિષે કંઈપણ અધિકારપૂર્વક બોલવાની મારી કોઈ જ પાત્રતા નથી. [ વિતંડાવાદની વાત માત્ર મજાકના tone માં લખી છે, pl do not take it seriously… ]

  13. ગીરીશ મકવાણા said,

    September 17, 2020 @ 2:32 PM

    વૃદ્ધ ને પણ બુદ્ધ થવું છે ,
    પણ ક્યાં કોઈને શુદ્ધ થવું છે.
    -ગીરીશ મકવાણા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment