આમ એ ક્યાંય પણ નથી જડતો,
આમ total વસે છે મારામાં.
વિવેક મનહર ટેલર

ગજવું કફનમાં – જિતુ પુરોહિત

કહી દે એ વાતો દટાઇ જે મનમાં,
થઇ જા પછી સાવ હળવો વજનમાં.

તમારાથી જુદો નથી હું ઓ સંતો !
લખ્યું મેં ગઝલમાં , તમે જે ભજનમાં.

ભરી લે જે ગમતું હો આંખોમાં આજે ;
નથી એકે હોવાનું ગજવું કફનમાં.

અહીં જાત સાથે થયો શ્વાસ મઘમઘ ;
મહેક એવી કેવી ભળી આ પવનમાં.

રહસ્યો બધાં એનાં પામી જવાને;
ફર્યો ખૂબ રણમાં ને ભટક્યો હું વનમાં.

ફકીરી અમીરીથી ચડિયાતી લાગી;
કર્યો જો મેં ભરોસો એનાં વચનમાં.

ઉગાડયા છે બે-પાંચ સ્વપ્નોના રોપા;
છે અસબાબ સરખો બધાના ચમનમાં.

-જિતુ પુરોહિત.

મનની વાત મનમાં ન રાખતા કહી દેતા મળતી હળવાશની વાત કેટલી હળવાશથી કહી દીધી છે. એ જ નજાકતથી મર્યા પછી કશું સાથે લઈ જઈ શકાવાનું નથી એ પણ કવિ આબાદ રીતે કહી શક્યા છે.

6 Comments »

  1. જ્યશ્રી said,

    January 6, 2007 @ 2:35 PM

    વાહ વિવેકભાઇ.. ખરેખર.. એકદમ સરળ શબ્દો.. છતાં એક એક શેર ગમી ગયો…!!

  2. ધવલ said,

    January 6, 2007 @ 3:15 PM

    બહુ જ ઉત્તમ ગઝલ ! સીધી દિલમાંથી નીલળી આવેલી સરળ-સચોટ ગઝલ…

    ભરી લે જે ગમતું હો આંખોમાં આજે ;
    નથી એકે હોવાનું ગજવું કફનમાં.

    આ શેર વાંચીને આદિલ મન્સૂરીનો અમર શેર યાદ આવી ગયો…

    ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
    પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

    એ સાથે જ આ શેર પણ ઉમદા છે…

    કહી દે એ વાતો દટાઇ જે મનમાં,
    થઇ જા પછી સાવ હળવો વજનમાં.

    તમારાથી જુદો નથી હું ઓ સંતો !
    લખ્યું મેં ગઝલમાં , તમે જે ભજનમાં.

    ઉગાડયા છે બે-પાંચ સ્વપ્નોના રોપા;
    છે અસબાબ સરખો બધાના ચમનમાં.

  3. Suresh Jani said,

    January 7, 2007 @ 12:10 AM

    બસ આ જ છે અંતરની વાણી … આ જ છે સાચો માનવ ધર્મ..
    પણ .. આ જ શીખવાડનારાઓએ લાખોનાં લોહી વહાવ્યા છે !!

  4. Rajesha said,

    June 9, 2008 @ 3:12 AM

    વાહ જિતુ ભાઈ આપે આપની ભાવ વાહી શૈલી મા જીવન ની વાસ્તવિક્તા સરસ રીતે રજુ કરેલ્છે
    ખુબ ખુબ અભિનન્દન

  5. Yogesh Kapadi said,

    June 9, 2008 @ 3:40 AM

    અરે જિતુભાઇ આપે તો કમાલ કરી નાખી જીન્દગી ની આવી વાસ્તવીક્તા ને ખુબજ સચોટ રીતે
    અને હ્ર્દય ને સ્પર્શી જાય તે રીતે રજુઆત કરી છે ધન્યવાદ.

  6. Abhijeet Pandya said,

    September 8, 2010 @ 10:15 PM

    સુંદર રચના.અિભનંદન.

    ફકીરી અમીરીથી ચિડયાતી લાગી;
    કર્યો જો મેં ભરોસો એનાં વચનમાં.

    ઉપરોક્ત શેરના સાની િમસરામાં શબ્દોમાં થોડો સ્થાન ફેર કરવાથી છંદ જળવાતો જોવા મળે છે.
    ” કર્યો જો મેં ભરોસો ” ના બદલે ” કર્યો જો ભરોસો મેં એના વચનમાં ” કરવાથી લગાગા લગાગા ના
    ચાર આવર્તન જળવાતા જોવા મળે છે. સુધારો કરવા િવનંિત.

    અિભજીત પંડ્યા ( ભાવનગર ).

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment