એક મિસરો તું બને,
એક મિસરો આ જગત.
હર્ષ બ્રહ્મભટ્ટ

એવું બોલજે -રિષભ મહેતા

એક બાળકનેય જે સમજાય એવું બોલજે,
આ ગઝલ છે : જેવું મનમાં થાય એવું બોલજે.

મર્મ આપોઆપ ખૂલી જાય એવું બોલજે,
બોલ જે તારો પડે; ઝિલાય એવું બોલજે.

આભના સૂનકારમાં પડઘાય એવું બોલજે,
મુક્તકંઠે પંખીઓ જે ગાય એવું બોલજે.

કોઈ પથ્થરની સૂરત મલકાય એવું બોલજે,
ને હરિનાં લોચનો ભીંજાય એવું બોલજે.

કોઈએ જોયો નથી પણ સૌને તારા શબ્દમાં-
પોતપોતાનો પ્રભુ દેખાય એવું બોલજે.

આગ છે વાતાવરણમાં, વાતમાં, જઝબાતમાં,
તો જરા આબોહવા બદલાય એવું બોલજે.

ખૂબ મોટો બોજ લઈને લોક જીવે છે અહીં,
એમના હૈયાથી જ ઊંચકાય એવું બોલજે.

સાંભળે છે જે તને બોલી શકે છે તે સ્વયં,
માન સૌના મૌનનું સચવાય એવું બોલજે.

‘કંઈ હવે બોલું નહીં’ : નક્કી કરે એવું ભલે-
મૌન પણ તારું સહજ સમજાય એવું બોલજે !

ખૂબ નાજુક; ખૂબ નમણી; ખૂબ કોમળ છે ગઝલ;
અંગ એનું સ્હેજ ના મરડાય એવું બોલજે.

– રિષભ મહેતા

આપણે કેવું બોલવું જોઈએ- એ વિશે વિચારતા કરી મૂકે એવી મજાની બોલકી ગઝલ… એમની મને ગમતી ઘણી ગઝલોમાંની જ એક.

16 Comments »

  1. કિરણસિંહ ચૌહાણ said,

    March 3, 2011 @ 10:29 PM

    વાહ! બહુ જ બહુ જ બહુ જ સુંદર ગઝલ. રિષભભાઇ ગજબનું લખો છો યાર… એક પણ શે‘ર જરાય નબળો નહિ… પ્રત્યેક શબ્દ તંદુરસ્ત.. ક્યા બાત હૈ!

  2. jigar joshi 'prem' said,

    March 3, 2011 @ 11:25 PM

    હેટ્સ ઓફ ! અફલાતુન રચના થઈ છે…..

  3. કુણાલ said,

    March 3, 2011 @ 11:26 PM

    It’s one of my fav too.

  4. ઉલ્લાસ ઓઝા said,

    March 4, 2011 @ 12:33 AM

    સુન્દર બોલતેી રચના.

  5. preetam lakhlani said,

    March 4, 2011 @ 1:13 AM

    ક્યા બાત હૈ! બહુ જ સુંદર ગઝલ….

  6. Pushpakant Talati said,

    March 4, 2011 @ 5:28 AM

    વાહ ! – શાબ્બાશ .
    દસ શેરોં થી બનેલી “દસ નંબરી” ગઝલ .
    ઘણી જ સરસ અને અફલાતુન રચના.
    સમજાય જાય છતાંય વિચારતા કરી મુકવાની પૂરે પૂરી ક્ષમતા ધરાવતી એક ખાસ અને વિશિષ્ટ ગઝલ .

  7. pragnaju said,

    March 4, 2011 @ 8:03 AM

    સુંદર ગઝલ

  8. C T Prajapati said,

    March 4, 2011 @ 8:46 AM

    સ ર સ, ખુબ્ સ ર સ .

  9. Kirftikant Purohit said,

    March 4, 2011 @ 11:29 AM

    ખૂબ મોટો બોજ લઈને લોક જીવે છે અહીં,
    એમના હૈયાથી જ ઊંચકાય એવું બોલજે.

    ખરેખર સઁગીતજ્ઞ કવિની સરસ ગુઁજતી ગઝલ.

  10. ashok pandya said,

    March 4, 2011 @ 11:04 PM

    રિષભ ભાઈ..શું બોલું..તમે તો બોલતી જ બંધ કરી દીધી..સર્વાંગ, નખશિખ અદભુત..

  11. P Shah said,

    March 4, 2011 @ 11:11 PM

    સુંદર ગઝલ !

  12. Pancham Shukla said,

    March 5, 2011 @ 2:16 PM

    સરસ ગઝલ. બધાજ શેર ગમી જાય એવા છે.

    મત્લા વાંચતા જ ‘નઝીર’ ભાતરીનો શેર યાદ આવે છેઃ

    હરીફાઈ બહુ સાંખી નથી શકતી સરસ વસ્તુ,
    સરળતા એટલે મારી કવિતામાં નથી હોતી.

  13. Just 4 You said,

    March 6, 2011 @ 4:26 AM

    ખૂબ મોટો બોજ લઈને લોક જીવે છે અહીં,
    એમના હૈયાથી જ ઊંચકાય એવું બોલજે.

    સાંભળે છે જે તને બોલી શકે છે તે સ્વયં,
    માન સૌના મૌનનું સચવાય એવું બોલજે.

    ‘કંઈ હવે બોલું નહીં’ : નક્કી કરે એવું ભલે-
    મૌન પણ તારું સહજ સમજાય એવું બોલજે !

    Hope people cud listen silent…

    Nice one…

  14. Niraj Mehta said,

    March 8, 2011 @ 3:07 AM

    વાહ વાહ વાહ આફરીન

  15. Jay Naik said,

    March 9, 2011 @ 11:36 AM

    Kya Baat Hai Rishbhbhai.
    Kya Bhadiya Ghazal Hai.
    Regards.

  16. Kalpana said,

    May 19, 2011 @ 9:31 AM

    પારદર્શક કવન.
    અદભૂત. જનકભાઈના ‘રોજે રોજના ચિઁતન’મા સ્થાન આપી રોજ વાઁચી મન અને જીભને તાદાત્મ્યતા આપી શકાય એવી ગઝલ. અભિનન્દન કવિને આટલી સરસ- સરલ અભિવ્યક્તિ માટે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment