મારી દોલત માત્ર મારા શબ્દ છે,
કોણ આવીને કહો એ લૂંટશે?
‘અગન’ રાજ્યગુરુ

આ હવા – પ્રવીણ ગઢવી

આ-
હવા
આ –
જંગલ ઝાડી, સાગની કલગી,
કાંટાળી ઝાડી,
વાંસ ઝૂંડની જાળી
વનવાસીના વૃદ્ધ ચહેરાની કરચલી.
આ –
મહુડાની છાક,
દીપડાની છલાંગ,
ધુમ્મસની ધાબળી ઓઢી
ઘોરતા પહાડ.
આ –
તાતાતીર થકી વિંધાયેલી હાંહડી.
આ –
તડકાની તાડી
ઘટઘટ પીતાં ખાખર પાન
આ –
ખાપરીનું કોપરિયું જળ
આહ…
વાહ…
આ – હવા !

– પ્રવીણ ગઢવી

કવિના વર્ણનની કુમાશ જુઓ…  શબ્દોનો કેફ જુઓ…  અને દિલની આહ જુઓ !

8 Comments »

  1. Pushpakant Talati said,

    March 2, 2011 @ 5:00 AM

    મને તો કાંઈ ખાસ ન સમજાયું
    કોઈ સમજ પાડે તેવી આશા અને અપેક્ષા શાથે
    દરેક VISITORS ને પથ દર્શાવવા વિનંતી

  2. pragnaju said,

    March 2, 2011 @ 1:37 PM

    લગભગ ૫૦ વર્ષ પહેલાના અમારા અનુભવની નોસ્ટેલજીક યાદની કસક કરાવી !.ત્યારે આહવા જવાનું થતુ આહવા તાલુકામાં આવેલું મહત્વનું ગામ ખાપરી .તેના કોપરિયું પાણીનો સ્વાદ હજુ ભુલાયો નથી. આ ગામ જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે.ત્યાંનો
    આ-
    હવા
    આ –
    જંગલ ઝાડી, સાગની કલગી,
    કાંટાળી ઝાડી,
    વાંસ ઝૂંડની જાળી
    વનવાસીના વૃદ્ધ ચહેરાની કરચલી.
    કેમ ભૂલાય?
    સ્વાગતમા જે પીતા હોય તેને પ્રેમથી મહુડાનો દારુ પાય પણ તેઓ પીતા પહેલા “મહુડાની છાક” પોતાના શ્રધ્ધા પ્રમાણે દેવેદેવીઓને અર્પતા! કહેવાતો ધાર્મિક સમાજ ખાતા પીતા કેટલા ભગવાનનો ભાગ આપતા હશે? અને દીપડાને મારવાની વાત જ ન આવે તેની સાથે સહજીવન સ્વીકારેલું.આજે લખીએ તો ખૂબ લખાય …
    બસ
    આહ…
    વાહ…
    આ – હવા !

  3. preetam lakhlani said,

    March 2, 2011 @ 2:42 PM

    મિત્ર પ્રવીણ ગઢવીની કવિતા વિશે જેટ્લુ લખુ એટ્લુ હોછુ પડશે……….સુન્દર કાવ્ય્

  4. dHRUTI MODI said,

    March 2, 2011 @ 3:46 PM

    ખૂબ જ સુંદર કાવ્ય. પ્રજ્ઞાબેને કરેલું આહવા ડાંગના જંગલનું વર્ણન અસર કરી ગયું અને બીજી અસર કવિની થોડાં શબ્દોની સજીવતાની.

  5. Girish Parikh said,

    March 2, 2011 @ 3:59 PM

    ‘પ્રજ્ઞાજુના પોઝીટીવ પ્રતિભાવો’ લખાણ વાંચોઃ
    http://www.girishparikh.wordpress.com બ્લોગ પર.
    –ગિરીશ પરીખ

  6. Maheshchandra Naik said,

    March 3, 2011 @ 12:44 AM

    સરસ કાવ્ય અને શ્રી પ્રજ્ઞાજુની વિષેશ વિગતો દ્વારા કાવ્યને માણવાની મઝા આવી…….આપનો આભાર……………

  7. Ramesh Patel said,

    March 3, 2011 @ 12:47 AM

    કવિતાનું હાર્દ સુશ્રીપ્રજ્ઞાજુ બેનના રસ દર્શન બાદ..કવિને વાહ! અભિનંદન.
    રમેશ પટેલ(આકાશદીપ)

  8. pragnaju said,

    March 5, 2011 @ 5:10 PM

    —– Forwarded Message —-
    From: Naren Phanse
    સરસ
    . ધુમ્મસનો કામળો ઓઢીને ઘોરતા પહાડ જોયા’તા એક સંત્રીના બંકરમાંથી! કામળો ઉતારી, આળસ મરડતા, સૂર્યની આછી આભામાં જાગી, અચાનક ઉતરી આવતી વાદળી વર્ષામાં નહાતા પહાડ જોયા’તા – આ બધી યાદો આવી, પુન: સચેત થઇ આપનું કાવ્ય વાંચીને,

    પ્રવીણ ભાઇ. આભાર!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment