ક્યાં નદીની જેમ સામે ચાલી મળવાનું કહે છે ?
તું મને કાયમ સપાટી પર ઉછળવાનું કહે છે.
અંકિત ત્રિવેદી

ગીત – મુકેશ જોષી

ફાટ્યા ને તૂટ્યા સંબંધોને થીગડાં લગાવો
તો ક્યાં સુધી ચાલે ?
એકવાર મન માંહે પડતી તિરાડ પછી
આપમેળે લંબાતી ચાલે

અણિયાળા શબ્દોના આછેરા સ્પર્શથી
તૂટે જ્યાં લાગણીની માળા
ઊખડી પડે રે પછી વ્હાલના પોપડા
ભીતર જુઓ તો અગનજ્વાળા
હાલતી હવેલીને ક્યાંથી બચાવો
જ્યાં મૂળમાંથી પાયાઓ હાલે…ફાટ્યા ને તૂટ્યા….

પાસે પાસે તો હવે રહેવાના ડોળ ફક્ત
મન તો છેટાં ને ખૂબ આઘાં
કાંકરીભાર નહીં ખમતા સંબંધ હવે
પહેરે છે કાચના જ વાઘા
તૂટ્યા ને ફૂટ્યા સંબંધોનો કાટમાળ
લટકે પાંપણની દીવાલે….ફાટ્યા ને તૂટ્યા….

– મુકેશ જોષી

‘ Love that does not renew itself every day becomes a habit and in turn a slavery’ – Kahlil Gibran.

15 Comments »

  1. sapana said,

    March 20, 2011 @ 4:12 AM

    અણિયાળા શબ્દોના આછેરા સ્પર્શથી
    તૂટે જ્યાં લાગણીની માળા
    ઊખડી પડે રે પછી વ્હાલના પોપડા..સંબંધોને સચોટ રીતે વણ્યાં છે
    સપના

  2. jigar joshi 'prem' said,

    March 20, 2011 @ 5:01 AM

    વાહ ! મુકેશભાઇ….

  3. જયેન્દ્ર ઠાકર said,

    March 20, 2011 @ 5:13 AM

    અતિ ભલો નહીં બોલનો, બોલે બિગડી જાય
    ને પછી જો સાંધીયે તો ગાઠ પડે વચમાંય!

  4. Rakesh Dave said,

    March 20, 2011 @ 5:31 AM

    Very touchy. In current times most of relations are based on hypocrisy.
    People just meet for the sake meeting. Real and inside feelings are missing.

  5. pragnaju said,

    March 20, 2011 @ 8:20 AM

    પાસે પાસે તો હવે રહેવાના ડોળ ફક્ત
    મન તો છેટાં ને ખૂબ આઘાં
    કાંકરીભાર નહીં ખમતા સંબંધ હવે
    પહેરે છે કાચના જ વાઘા
    તૂટ્યા ને ફૂટ્યા સંબંધોનો કાટમાળ
    લટકે પાંપણની દીવાલે….ફાટ્યા ને તૂટ્યા….
    સંબંધોનું વાસ્તવિક દર્શન

    ‘યોગ-ઉપયોગો પરોપકારાય.’ યોગ એટલે આ મન, વચન, કાયાનો યોગ અને ઉપયોગ એટલે બુદ્ધિ વાપરવી, મન વાપરવું, ચિત્ત વાપરવું-એ બધું જ પારકાને માટે વાપર અને પારકાને માટે ના વપરાય તો આપણા લોકો છેવટે ઘરનાં માટે પણ વાપરે છે ને ! આ આધારે જગત બધું ચાલી રહ્યું છે. આ ઝાડને ક્યાંથી ખોરાક મળે છે ? આ વૃક્ષોએ કંઇ પુરુષાર્થ કર્યો છે ? એ તો જરા ય ‘ઇમોશનલ’ નથી. એ કોઇ દહાડો ‘ઇમોશનલ’ થાય છે ? અને માનવસહજ નબળાઇથી…
    અણિયાળા શબ્દોના આછેરા સ્પર્શથી
    તૂટે જ્યાં લાગણીની માળા
    ઊખડી પડે રે પછી વ્હાલના પોપડા
    ભીતર જુઓ તો અગનજ્વાળા
    હાલતી હવેલીને ક્યાંથી બચાવો
    જ્યાં મૂળમાંથી પાયાઓ હાલે…ફાટ્યા ને તૂટ્યા….

  6. Maheshchandra Naik said,

    March 20, 2011 @ 11:35 AM

    અણિયાળા શબ્દોના આછેરા સ્પર્શથી
    તૂટે જ્યાં લાગણીની માળા
    ઊખડી પડે રે પછી વ્હાલના પોપડા
    ભીતર જુઓ તો અગનજવાળા
    હાલતી હવેલીને ક્યાથી બચાવો
    જ્યાં મૂળમાંથી પાયાઓ હાલે……ફાટ્યા ને તૂટ્યા…………સરસ ભાવવાહી હ્રયસ્પર્શી ગીત,કુટૂંબજીવનમા આવી રહેલી વ્યથાને સરસ રીતે ગીતમા લઈ આવવા બદલ કવિશ્રી મુકેશભાઈને અભિનદન અને આપનો આભાર……………………..

  7. anil Chavda said,

    March 20, 2011 @ 2:20 PM

    તૂટ્યા ને ફૂટ્યા સંબંધોનો કાટમાળ
    લટકે પાંપણની દીવાલે…

    Kyaa baar hai Mukeshbhai….

  8. Ramesh Patel said,

    March 20, 2011 @ 8:33 PM

    શ્રી મુકેશભાઈની સરસ મનનીય રચના.ખૂબ જ સુંદર.

    રમેશ પટેલ(આકાશદીપ)

  9. સુનીલ શાહ said,

    March 20, 2011 @ 11:14 PM

    સરસ ગીત.. સરસ અભિવ્યક્તિ.

  10. દીપક પરમાર said,

    March 21, 2011 @ 2:10 AM

    વાહ ! ખુબ સરસ મુકેશભાઇ….

    દીપક પરમાર

  11. DHRUTI MODI said,

    March 21, 2011 @ 5:43 PM

    ખૂબ સુંદર ગીત. મન, મોતી અને કાંચ ઍકવાર તૂટે પછી સંધાતા નથી.

  12. P Shah said,

    March 21, 2011 @ 11:35 PM

    સુંદર ગીત !
    અભિનંદન !

  13. વિવેક said,

    March 22, 2011 @ 12:29 AM

    સુંદર ગીત… ખલિલ જિબ્રાનની સૂક્તિએ તો ડરાવી દીધો !!

  14. ઉલ્લાસ ઓઝા said,

    March 22, 2011 @ 1:54 AM

    સુન્દર મનનેીય ગેીત.

  15. Ashwin Bhatt said,

    March 22, 2011 @ 10:55 AM

    Lovely Mukeshbhai, please keep it up… Amane pan geet lakhwani tame chanak chadhvo chho..! Thoda popada amara pan amare ukhadwa chhe…I like your creation..right from… Pankhi o udwana class nathi bharta..tyan thi..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment