કોઈ બીજાના ફોનનો નંબર લગાડતાં
આવીને મારા ટેરવે જોડાઈ જાય તું.
અંકિત ત્રિવેદી

મુક્તક – હરીન્દ્ર દવે

જેવી પડી મધુર નામની ગુંજ અંતરે
વાગી રહી અકળ સુંદર કોઈ બાંસુરી;
મુંઝાયેલો પથિક હું સ્વરને પથે થઈ
તારી કૃપા નિકટ પહોંચી ગયો અચાનક.

– હરીન્દ્ર દવે

કૃષ્ણની બાંસુરી તો હંમેશા વાગતી જ રહે છે પણ  આપણે એ સ્વરને રસ્તે જવા માટે કાન ખુલ્લા રાખીએ છીએ ખરા ?

3 Comments »

  1. Girish Parikh said,

    February 17, 2011 @ 11:31 PM

    આદિલ મન્સૂરીનો કૃષ્ણ-ગઝલનો પ્રથમ શેર યાદ આવ્યોઃ
    વાંસળી પડઘાય આખ્ખા ગામમાં
    કૃષ્ણ એવું શું છે તારા નામમાં.

    આદિલ મુખ્યત્વે ‘નદીની રેતમાં રમતું નગર’ ગઝલના ગઝલકાર તરીકે વિશ્વવિખ્યાત છે, પણ હું તો એમને કૃષ્ણની વાંસળી વાળા કવિ કહું છું.
    જણાવવાની રજા લઉં છું કે મે ૧૮, ૨૦૧૧ના રોજ, આદિલના ૭૫મા જન્મદિવસે પ્રગટ થનાર મારા પુસ્તક ‘આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન’ માં આદિલની કૃષ્ણ-ગઝલના પાંચેય શેરો આપ્યા છે અને એમના વિશે લખ્યું છે.
    –ગિરીશ પરીખ E-mail: girish116@yahoo.com

  2. વિહંગ વ્યાસ said,

    February 18, 2011 @ 12:24 AM

    સુંદર મુક્તક. આ વાંસળી એટલે તો અનાહદ નાદ ને !

  3. pragnaju said,

    February 18, 2011 @ 8:12 AM

    જેવી પડી મધુર નામની ગુંજ અંતરે
    વાગી રહી અકળ સુંદર કોઈ બાંસુરી;
    સંતોએ કહ્યા પ્રમાણે લાયકાત કેળવો
    મુંઝાયેલો પથિક હું સ્વરને પથે થઈ
    તારી કૃપા નિકટ પહોંચી ગયો અચાનક.
    જરુર તેની કૃપા થશે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment