રાખી હૃદયને બાનમાં કેવા કરાવે ખેલ છે
આ લાગણીની જાત આખી કેટલી વંઠેલ છે !

‘બેજાન’ બહાદરપુરી

સાજન, થોડો મીઠો લાગે – હરીન્દ્ર દવે

હોઠ મલકે તો મોટી મહેરબાની
સાજન, થોડો મીઠો લાગે;
તારી સંગાથે પ્રેમનો અજાણ્યો
મુલક કયાંક દીઠો લાગે!

સંગાથે હોય ત્યારે અટવાતા ચાલીએ
કે એકલાનો રાહ એકધારો,
મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો
ભલે આઘો ઠેલાય આ કિનારો!
મધમીઠો નેહ તારો માણું
સંસાર આ અજીઠો લાગે.

રાત આખી સૂતો કયાં સૂરજ, સવારે
એની આંખમાં ઉજાગરાની લાલી.
લથડીને ચાલતી આ ચંચલ હવાનો હાથ
ઊઘડેલા ફૂલે લીધો ઝાલી;
તારી આંખના ઉજાગરાનો
છલકાતો રંગ જો મજીઠો લાગે!

– હરીન્દ્ર દવે

વેલેંટાઈન ડેના અવસરે હરીન્દ્ર દવેનું સંગાથનો મહીમા કરતું મધમીઠું પ્રેમગીત.

9 Comments »

  1. મીના છેડા said,

    February 14, 2011 @ 10:00 PM

    🙂

  2. વિવેક said,

    February 15, 2011 @ 12:30 AM

    સુંદર મજાનું મીઠડું ગીત…

  3. Alkesh said,

    February 15, 2011 @ 5:33 AM

    વાહ………

    મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો
    ભલે આઘો ઠેલાય આ કિનારો!

    અને આ પણ…. વાહ..

    રાત આખી સૂતો કયાં સૂરજ, સવારે
    એની આંખમાં ઉજાગરાની લાલી.

  4. Pushpakant Talati said,

    February 15, 2011 @ 6:26 AM

    SUPPER INDEED ,
    A perfact Selection For The Occassion of The Valantine

    વાહ ! !! !!! .
    સાજન સાથે હોય તો તો પછી અજાણ્યો દેશ પણ જાણે કે આપણો જ જાણીતો દેશ ન હોય ? !! તેવું થાય્ અને વળી “તે” (સાજન અથવા મનનો માણીગર) જો સાથે હોય તો અટવાતા ચાલવામાં પણ એક અનેરો આનંદ પ્રાપ્ત થાય જ – અને તેના સંગાથ માટે તો કિનારાની પણ દરકાર ન કરતાં મઝધારમાં જ રહેવાનું પસંદ કરતા કોઈ અચકાતું નથી – બસ ફક્ત તેનો સાથ અને સંગાથ જોઈએ.

    આ કલ્પના તો આ રચના ને “ચાર ચાંદ” નહી પણ “અગણીત ચાંદ” લગાવી જાય છે . —
    — રાત આખી સૂતો કયાં સૂરજ, સવારે
    એની આંખમાં ઉજાગરાની લાલી. —

  5. Satish Dholakia said,

    February 15, 2011 @ 8:48 AM

    મજાનિ રચના

  6. pragnaju said,

    February 15, 2011 @ 8:57 AM

    આ આનંદની લહેરનું ગીત છે. અલબેલા કાજે ઉજાગરાનું ગીત છે
    ઉજાગરાનો પણ આનંદ છે. આ ઉજાગરાનો પણ એક સ્વાદ છે. એટલે તો એને મીઠો કહે છે. પ્રિય વ્યકિત માટે પ્રતીક્ષા કરવી એનો પણ એક આનંદ છે. પ્રિય વ્યકિત આવશે ત્યારે ઉજાગરાનું જાગરણમાં રૂપાંતર થશે. આવશે એની શ્રદ્ધા છે. પગલે પગલે પ્રિય વ્યકિતના ભણકારા વાગે છે અને છતાંયે અતિ સ્નેહ પાપ શંકી એમ હૃદયમાં અમથો પણ ઉચાટ થાય છે’જીવતરમાં અમથા ઉજાગરા તો ઘણાય થીયા હશે, પણ વ્હાલાની વાટ જોતાં હોઈએ અને પગલે પગલે આવવાના ભણકારા વાગતા હોય એવો ઉજાગરો
    ઊઘડેલા ફૂલે લીધો ઝાલી;
    તારી આંખના ઉજાગરાનો
    છલકાતો રંગ જો મજીઠો લાગે!

  7. dHRUTI MODI said,

    February 15, 2011 @ 3:17 PM

    વાસંતી વાતાસથી મ્હેકતું સુંદર મઝાનું ગીત.

  8. mahesh dalal said,

    February 16, 2011 @ 8:18 PM

    મીટા લાગ્યા ચ્હે મને આજ ના ઉજાગરા////

  9. MAYANK TRIVEDI SURAT said,

    February 25, 2011 @ 7:10 AM

    આફરીન…..આફરીન……આફરીન…..આફરીન…..આફરીન
    — રાત આખી સૂતો કયાં સૂરજ, સવારે
    એની આંખમાં ઉજાગરાની લાલી. –

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment