ઘણા યુગોથી ઊભો છું સમયસર એ જ જગ્યા પર,
રદીફ છું તે છતાં પણ કાફિયાનું ધ્યાન રાખું છું.
અંકિત ત્રિવેદી

એક પીછું હવામાં તરે છે – હિતેન આનંદપરા

એની યાદો બસ બાકી બચે છે,
કોઈ એવી રીતે વિસ્તરે છે.

શાંત દરિયો અને ખાલી હોડી,
બેઉ સાથે ઉદાસી ઘડે છે.

કાં તો સરનામું ખોટું કાં પોતે,
દ્વાર પરથી એ પાછો વળે છે.

લાખ હસવાની કોશિશ કરું છું,
એમને તોય ઓછી પડે છે.

છે મુમકીન મળે કોઈ પંખી,
એક પીછું હવામાં તરે છે.

– હિતેન આનંદપરા
(‘એક પીછું હવામાં તરે છે’)

તરતું પીછું એટલે પસાર થયેલા પંખીની રેશમી ગવાહી !

14 Comments »

  1. Jayshree said,

    January 24, 2011 @ 11:34 PM

    મઝાની ગઝલ…

    ગઝલમાં પીછું આવે – એટલે મનોજ ખંડેરિયા યાદ આવ્યા વગર ના રહે…

    ગગન સાથ લઇ ઊતરે એ ફરકતું
    વિહગ-પાંખથી જે ખરી જાય પીછું
    http://tahuko.com/?p=5806

  2. Rahul said,

    January 25, 2011 @ 12:10 AM

    કાં તો સરનામું ખોટું કાં પોતે,
    દ્વાર પરથી એ પાછો વળે છે

    Nice One…

  3. pragnaju said,

    January 25, 2011 @ 12:25 AM

    લાખ હસવાની કોશિશ કરું છું,
    એમને તોય ઓછી પડે છે.
    છે મુમકીન મળે કોઈ પંખી,
    એક પીછું હવામાં તરે છે.
    સુંદર
    એક પીંછું ઓછું થયાની ખબર પણ નહીં પડી હોય. પીંછું ખરી પડ્યા પછી પાંખમાં રહી ગયેલી જરાક અમથી ખાલી જગ્યા પંખીને વર્તાઈ નહીં હોય કેમકે પીંછું તો હતું જ સાવ હળવું ફૂલ ! હળવું એટલે આ અધ્ધર ઝળૂંબેલા આકાશ જેવું કે હવા જેવું કે કંઈ નહિ જેવું ! નાના પંખીને એનાં હોવા – ન હોવાની ખબર જ ક્યાંથી પડે ? કેમકે પંખીને તો પોતાના હોવાનીયે ઝાઝી ખબર ક્યાં છે ? એ તો હળવાફૂલ ઊડ્યા કરે, બસ ! ઊડ્યા કરે.

  4. દિગંબરભાઇ સ્વાદિયા said,

    January 25, 2011 @ 1:29 AM

    સમજવા જેવી અર્થસભર ગઝલ
    થોડામાં ઘણું કહી જતી ગઝલ.

  5. વિહંગ વ્યાસ said,

    January 25, 2011 @ 5:25 AM

    સુંદર ગઝલ.

  6. deepak said,

    January 25, 2011 @ 7:29 AM

    વાહ!!! ખુબજ સરસ ગઝલ.

    લાખ હસવાની કોશિશ કરું છું,
    એમને તોય ઓછી પડે છે.

    છે મુમકીન મળે કોઈ પંખી,
    એક પીછું હવામાં તરે છે.

  7. વિવેક said,

    January 25, 2011 @ 8:11 AM

    સુંદર રચના… બધા શેર સરસ થયા છે.,..

  8. Dr. J. K. Nanavati said,

    January 25, 2011 @ 10:31 AM

    તરતું પીંછું હવામાં હજુ પણ હોય…કારણ કે
    ગોળીની રફતાર પીંછા કરતાં ઘણી જ વધુ
    હોય છે….

    હવે એક પીંછું તરે આ હવામાં
    કરે તીર ધાર્યું, અરે એક ઘા માં..!!

  9. Bharat Trivedi said,

    January 25, 2011 @ 12:28 PM

    કાં તો સરનામું ખોટું કાં પોતે,
    દ્વાર પરથી એ પાછો વળે છે.

    સુંદર ગઝલ !

  10. Rekha Shukla (chicago) said,

    January 25, 2011 @ 3:04 PM

    વાહ ખુબ સરસ રચના છે..સુંદર ગઝલ !!!
    વાંચેલી ચાર લીટીઓ આવી ગઈ યાદ….ને તેની સાથે વેરુ મારા છીપ મોતીડાં…
    મટકું જો પાંપણ તો સ્વપ્નો ઝરે છે, ઈમારત એ ઝાકળ થી દિલની બને છે,જીવ્યા ની રહે બસ આ સ્વપ્નો નિશાની, બધા ક્યાં મિનારા બનાવી શકે છે…??

    છીપ બુંદ મોતીડાં…જળાયેલા પલ્લુમાં વેરાયા રુપાળા મોતીડાં….!!!
    કલમની તલવારો ને કવિતાનો આશરો,
    સાહિત્યના આભુષણો ને શબ્દના અલ્ંકારો,
    રમણીય બાગમાં પારિજાતક નો ક્યારો,
    પુનમની રાતે “મહેશજી”નો સથવારો,
    *****************************
    ગણેશજીનુ પુજન,ને ઠાકુરજીની પુજા..
    શિવજીનો અભિષેક, ને અંબાજીની આરતી…
    પરિક્ર્મા દેવોની પણ રટવા મારે “મહેશજી”…
    ******************************
    તરંગોની હેલીએ લજ્જાની વાડ,
    રુપાળા શમણાંએ કરી ઘુંઘટની આડ….
    ******************************
    મોરલા ના ટહુકારા ને ચાતકની વિરહતા,
    મિલાપની વાતુ બસ મનમાં લઈ ચગળતા…
    ******************************
    મુંછાળા મરદનો ધેરા સાદ નો ધાંટો,
    સરકતી ચુંદડીને પગમાં વાગ્યો કાંટો…
    ******************************
    ગુંજન દિલમાં ગુજરાતનું ને કવિતાની કડી લઈશ,
    દુનિયા લડે વાતમાં હવે તું ના રડી લઈશ…
    ******************************
    આવી હાથે પાંખો તો જરા-જરા ઉડી લઈશ,
    દાદરા બનશે આકરા તો એસ્ક્લેટરે ચડી લઈશ…
    ******************************
    ઘુંઘટની આડે મીઠું શમણું તું જોઈશ,
    પાયલના ઝ્ંકારે અનેરું ન્રુત્ય તું જોઇશ….
    ******************************
    ઢાંકમાં તું રુપને મેંદીના રંગમાં,
    પાગલ તું પ્રેમના લાલ ચટક રંગમાં….
    ******************************
    શબ્દના અલ્ંકારોની શોભા છે ન્યારી,
    સજ્જ્નતા ને સૌમ્યતા પ્રભુને પણ પ્યારી….
    ******************************
    રેખા શુક્લ (શિકાગો)

  11. bharat vinzuda said,

    January 26, 2011 @ 5:56 AM

    એની યાદો જ બાકી બચે છે,
    કોઈ એવી રીતે વિસ્તરે છે.

    સુંદર રચના……

  12. sudhir patel said,

    January 26, 2011 @ 10:58 PM

    ખૂબ સુંદર ગઝલ!
    પ્રથમ અને અંતિમ શે’ર વધુ ગમ્યાં!!
    સુધીર પટેલ.

  13. jigar joshi 'prem' said,

    January 27, 2011 @ 9:46 AM

    આખી રચના સરસ છે….. હીતેનભાઈના આ પુસ્તકનો રિવ્યુ પણ મે લખ્યો છે – એમને ખૂબ ગમેલો…ફરી ફરી અભિનઁદન…હીતેનભાઇ

  14. Sandhya Bhatt said,

    January 27, 2011 @ 11:46 AM

    ઉદાસીના ભાવને સુંદરતાથી ઘૂંટ્તી ગઝલ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment