સૌ સબંધોનો તું સરવાળો ન કર,
આ બટકણી ડાળ છે માળો ન કર
ઉર્વીશ વસાવડા

ગઝલ – નીલેશ પટેલ

તમામ ઝંખના કાગળ ઉપર ઉતારી છે,
ગઝલને વાંચો ન વાંચો સમજ તમારી છે.

કહી દો આંસુને મોટી છલાંગ ના મારે,
બિચારી આંખની નાની સૂની જ ક્યારી છે.

જબાન પર હતા સહુના વિરોધના વાદળ,
પરંતુ લખતા રહ્યા એ જ તો ખુમારી છે.

તું તારા ઘરથી બે’ક ડગલાં ચાલજે આગળ,
પછી જે આવશે બસ એ ગલી અમારી છે.

કદાચ મારી ગઝલમાં બહુ કચાશ હશે,
ઘણાની નબળી ગઝલને અમે મઠારી છે.

મુશાયરો હવે તો ચંદ્ર પર ભલે કરીએ,
તમામની અમે દરખાસ્તને વિચારી છે.

ભલે અમીર હશે કે ગરીબ માણસ પણ,
બધાના ઘરમાં જરૂરજોગી તો પથારી છે.

– નીલેશ પટેલ

સાયણના આ કવિ ભલે કહેતા હોય કે એમની ગઝલમાં બહુ કચાશ હોવાની ગુંજાઈશ છે પણ મને તો આખી ગઝલમાં એમની ખુમારીના જ દર્શન થાય છે… નર્મદનગરની નજીકના નિવાસી હોવાની અસર હશે ?!

18 Comments »

  1. Rakesh Thakkar, Vapi said,

    January 7, 2011 @ 12:51 AM

    ગઝલમાં છલોછલ ખુમારી છે.
    ભલે અમીર હશે કે ગરીબ માણસ પણ,
    બધાના ઘરમાં જરૂરજોગી તો પથારી છે.

  2. કુણાલ said,

    January 7, 2011 @ 1:49 AM

    excellent !! congratulations for this piece of art Nileshbhai.

  3. ડૉ.મહેશ રાવલ said,

    January 7, 2011 @ 3:57 AM

    આખેઆખી ગઝલ સરસ રહી…..
    નીલેશભાઈ…અભિનંદન.

  4. jigar joshi 'prem' said,

    January 7, 2011 @ 4:04 AM

    સરસ

  5. Lata Hirani said,

    January 7, 2011 @ 4:55 AM

    કહી દો આંસુને મોટી છલાંગ ના મારે,
    બિચારી આંખની નાની સૂની જ ક્યારી છે.

    બહુ સુઁદર શેર થયો છે નીલેશભાઇ.. અભિનન્દન..

  6. Kiran Panchal said,

    January 7, 2011 @ 5:27 AM

    ભલે અમીર હશે કે ગરીબ માણસ પણ,
    બધાના ઘરમાં જરૂરજોગી તો પથારી છે. એ પન્ક્તિ ખરેખર સુયોગ્ય છે. જે દરેક માણસ ને વિચારતા કરી દે છે.

  7. કિરણસિંહ ચૌહાણ said,

    January 7, 2011 @ 7:45 AM

    શાબાશ નીલેશ! આખી ગઝલ સુંદર થઇ છે.

  8. સુનીલ શાહ said,

    January 7, 2011 @ 8:24 AM

    સરસ ગઝલ..

  9. pragnaju said,

    January 7, 2011 @ 9:15 AM

    કહી દો આંસુને મોટી છલાંગ ના મારે,
    બિચારી આંખની નાની સૂની જ ક્યારી છે.
    શેર ગમ્યો
    આંસુને વજન હોય છે,
    એટલે આંસુ નીચે દડી પડે છે
    પણ ખરાં વજનદાર આંસુઓ તો,
    પોપચાંની ભીતરમાં છાનામાના તરે છે.
    મુશાયરો હવે તો ચંદ્ર પર ભલે કરીએ,
    તમામની અમે દરખાસ્તને વિચારી છે.
    સરસ

  10. dHRUTI MODI said,

    January 7, 2011 @ 10:06 AM

    સાચે જ ઍકેઍક શે’ર ખુમારીથી ભરેલો છે. પરંપરાગત ગઝલકારોની ઝાંખી કરાવે ઍવી સુંદર ગઝલ.

    કદાચ મારી ગઝલમાં બહુ કચાશ હશે,
    ઘણાની નબળી ગઝલને અમે મઠારી છે.
    વાહ અજબ ખુમારી.

  11. devika dhruva said,

    January 7, 2011 @ 11:38 AM

    કહી દો આંસુને મોટી છલાંગ ના મારે,
    બિચારી આંખની નાની સૂની જ ક્યારી છે.

    વાહ…વાહ્..

  12. Bharat Trivedi said,

    January 7, 2011 @ 1:49 PM

    સુંદર!

    કદાચ મારી ગઝલમાં બહુ કચાશ હશે,
    ઘણાની નબળી ગઝલને અમે મઠારી છે.

  13. preetam lakhlani said,

    January 8, 2011 @ 1:27 AM

    બહુ જ સરસ્ ગઝલ્……………. વાહ…વાહ્..

    આ બે શેરે તો કમાલ કરી છે………
    કહી દો આંસુને મોટી છલાંગ ના મારે,
    બિચારી આંખની નાની સૂની જ ક્યારી છે.

    કદાચ મારી ગઝલમાં બહુ કચાશ હશે,
    ઘણાની નબળી ગઝલને અમે મઠારી છે.

  14. deepak said,

    January 8, 2011 @ 1:33 AM

    કહી દો આંસુને મોટી છલાંગ ના મારે,
    બિચારી આંખની નાની સૂની જ ક્યારી છે.

    તું તારા ઘરથી બે’ક ડગલાં ચાલજે આગળ,
    પછી જે આવશે બસ એ ગલી અમારી છે.

    વાહ!!! ખુમારીથી ભરપૂર ગઝલ…

  15. PUSHPAKANT TALATI said,

    January 8, 2011 @ 5:14 AM

    સ ર સ મ જા ની ર ચ ના !
    very Nice

    આમાં – “કદાચ મારી ગઝલમાં બહુ કચાશ હશે, ઘણાની નબળી ગઝલને અમે મઠારી છે.” પન્ક્તિઓ જોઈ મને નીચે લખેલી પન્ક્તિઓ ની યાદ આવી
    – ” અમે તો ન પહોંચી શક્યા મંઝીલે ; રાહ કિન્તું બીજાને બતાવી દીધી . – થાય સરખામણી તો ઉતરતા છીએ .” – કદાચ આ રચના ઘાયલ ની છે ?

  16. kishoremodi said,

    January 8, 2011 @ 10:08 AM

    સરસ ગઝલ

  17. sudhir patel said,

    January 8, 2011 @ 7:36 PM

    સુંદર મિજાજ સભર ગઝલ!
    સુધીર પટેલ.

  18. Taha Mansuri said,

    January 10, 2011 @ 10:27 PM

    હજી બે દિવસ પહેલાં જ વડોદરાની મુલાકાત દરમિયાન શ્રી શકીલ કાદરીએ કહ્યું કે તાહા આ નિલેશ ભાઈ ઘણા મજાના ગઝલકાર છે, ને ત્યાં જ એમની આ રચના માણવા મળી, મજા આવી ગઈ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment