પારખાં ત્યારે જ મિત્રોના થશે,
કોઈની વેળા કવેળા થાય છે.
રાજુ રબારી

ન કર -‘ખલીલ’ ધનતેજવી

સ્થિર જળ સાથે અટકચાળા ન કર
કાંકરા નાખીને કૂંડાળા ન કર

લોક દિવાળી ભલેને ઊજવે
પેટ બાળીને તું અજવાળા ન કર

આજથી ગણ આવનારી કાલને
પાછલાં વરસોના સરવાળા ન કર

ક્યાંક પથ્થર ફેંકવાનું મન થશે
ઈંટને તોડીને ઢેખાળા ન કર

થઈ શકે તો રૂબરૂ આવીને મળ
ઊંઘમાં આવીને ગોટાળા ન કર

-‘ખલીલ’ ધનતેજવી

આખી ગઝલ કરતા છેલ્લાં શેરનો સ્વર અલગ છે. ગોટાળા ન કર – જેવો રોજબરોજનો શબ્દપ્રયોગ ગઝલમાં પહેલી નજરે અડવો લાગે છે. પણ એ જ શેર તાજગીસભર અને ગણગણવાનું મન થાય એવો પણ લાગે છે. આવી પંક્તિ જોઈએ ત્યારે લાગે કે કવિતામા કોઈ નિયમ નથી, મનને રુચે તે કવિતા !

5 Comments »

  1. પ્રત્યાયન said,

    August 10, 2005 @ 5:07 AM

    This is an average gazal. Not bad…but nothing new…no creativity. Ofcourse for common people it might be exciting….a typical of ‘mushayara’ gazal.

  2. Mohammedali Wafa said,

    February 23, 2006 @ 8:47 PM

    વાહ,કયા ખુબ.તઝ્મીનનો પ્રયત્ન.

    નકર
    પ્રેમના ખોટાજ દેખાડા નકર
    શક્યતા છોલીને વર્તાળા નકર.

    જીંદગીના પાંદડાનો રંગ જો,
    ભાગ્યની રેખા પસવાળા નકર.

    જાળમા આવે કદીના માછલી
    વ્યર્થ પાણીમા તુ કુંડાળા નકર.

    ભૂલવાનો આનંદ ક્દીતો લુંટને
    દુઃખ દર્દના આમ સરવાળા નકર.

    કઈ રીતે એના ઉપર ચડશે”વફા”
    મ્રુગજળ ની આરઝુના મીનારા નકર.

    “મુશાયરાની ભાષા જુદી નથી વફા”
    “ગઝલની છાલ છોલવા ચાળા નકર.”

    મોહમ્મદ અલી ભૈડુ”વફા”
    ૨૩ફેબ્રુઅ.૨૦૦૬

  3. aarti said,

    July 3, 2010 @ 4:45 AM

    થઈ શકે તો રુબરુ આવિને મળુ ઉન્ઘ મ આવિ ને ગોટાળા ના કર ,વાહ ખુબ સરસ્.

  4. ABHIJEET PANDYA said,

    September 5, 2010 @ 7:04 AM

    ખુબ સુંદર રચના.

    લોક દિવાળી ભલેને ઊજવે
    પેટ બાળીને તું અજવાળા ન કર

    શેર સ્પર્ષી ગયો.

  5. vishal jani said,

    September 23, 2012 @ 2:00 PM

    વાહ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment