હશે કોઈ માણસનું ઘર આ જગા પર,
અહીં કોઈ પંખી નથી કે નથી નીડ
મુકુલ ચોક્સી

એક કવિતા – જ્યોતિષ જાની

ત્રાટક તો મેં કર્યું
ગુલાબના ફૂલ સામે,
આંખમાં આટલા બધા
કાંટા ક્યાંથી ઊગી નીકળ્યા ?

-જ્યોતિષ જાની

10 Comments »

  1. pragnaju said,

    November 20, 2010 @ 9:37 AM

    સ રસ
    કાંટા ક્યાંથી ઊગી નીકળ્યા ?
    તે પોતાની વેદનાને પણ બનાવટનાં વાઘાં પહેરાવે છે
    અને એ વેદનામાંથી વાસ્તવિક પીડા અનુભવે છે.

  2. ડૉ.મહેશ રાવલ said,

    November 20, 2010 @ 9:42 AM

    સરસ વાત.
    આમ તો છેલ્લી બે પંક્તિના પ્રશ્નાર્થનો ઉત્તર પહેલી બે પંક્તિઓમાંથી જ મળી ગયો છે…..!!

  3. Alkesh said,

    November 20, 2010 @ 9:57 AM

    શું વાત છે, બહુ સરસ…

  4. Bharat Trivedi said,

    November 20, 2010 @ 10:19 AM

    મને તો આવી કવિતા વધારે ગમે. જરાય કવિતાઈ વિનાની કવિતા. જ્યોતિષભાઈ બરોડામાં મારા સાખ પડોશી ! અમારી કામવાળી પણ એક !!!! ગુજરાતી કવિતાને અને ટૂકી વાર્તાને આધુનિકતાને માર્ગે લઈ જનારાઓમાં પણ જ્યોતિષભાઈ અગ્રેસર. તેમની યાદ આવી ગઈ એટલે જ આ બધું લખાઈ ગયું.

    -ભરત ત્રિવેદી

  5. MANHAR MODY said,

    November 20, 2010 @ 11:59 PM

    સ-રસ અને સરળ ભાવવાહિ કવિતા. ભાઈ શ્રી ભરત ત્રિવેદીની જેમ મને પણ જ્યોતિષભાઈના પડોશી હોવાનું ગૌરવ પ્રાપ્ત થયેલ છે. સને ૧૯૮૦ આસપાસ થોડાક સમય માટે તેઓ બરોડામાં આજવા રોડ ઉપર રામપાર્ક સોસાયટીમાં મારા પડોશી રહ્યા હતા. એકાદ બે વખત મારા સ્કુટર ઉપર તેઓને લીફ્ટ આપવાનો લાભ પણ મળેલ.

  6. dHRUTI MODI said,

    November 21, 2010 @ 3:17 PM

    નાનકડી પણ સુંદર કવિતા. શ્રી ભરતભાઈ અને શ્રી મનહરભાઈની જેમ અમારા પણ તેઑ પડોશી હતા. વડીવાડીના જેનિતા અપાર્ટમેન્ટમાં અમે સાથે સાથે રહ્યા હતા. ખરેખર દુનિયા કેટલી નાની છે ?

  7. gopal said,

    November 22, 2010 @ 12:17 AM

    મજા પડી ગૈ ભૈલા

  8. P Shah said,

    November 26, 2010 @ 4:05 AM

    ઉપરના બધા મારા બ્લોગ-મિત્રો ! હું પણ વડોદરાનો !
    આજે એક નવા મિત્ર- જ્યોતિષ જાની થયા.
    આભાર !

  9. kanchankumari. p.parmar said,

    November 27, 2010 @ 5:23 AM

    સ્પર્સવા તને ગુલાબ હાથ જરા મે ધર્યો…….તિરસ્કાર શાને આટલો કે કાંટા થિ સ્વિકાર કર્યો!!!!!

  10. PUSHPAKANT Talati said,

    December 6, 2010 @ 7:25 AM

    ” કરે તેવુ ભરે ” – અને – ” વાવે તેવુ લણે ” એ કહેવતો ની તો બધાને ખબર જ હશે. – ત્રાટક કરવા જાવ તો પછી આંખમાં કાંટા જ ઊગી નીકળે ને ! ! ? ? – તેમાં વળી શી નવાઈ .

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment