લાગણીની વાત પૂરી ના થઈ,
એટલે મેં સ્હેજ વિસ્તારી ગઝલ.
મનહરલાલ ચોક્સી

ઝેન કવિતા – અનામી (અનુ. કિશોર શાહ)

ચૂપ બેઠા રહેવું
કશું ન કરવું
વસંત આવે
અને ઘાસ ઊગે આપમેળે.

– અનામી (અનુ. કિશોર શાહ)

બધા ધર્મ ચેતના માટે ભારે તપ અને ત્યાગનો મહિમા કરે છે. જ્યારે ઝેન વિચારધારામાં સાક્ષાત્કાર માટે બને તેટલું ઓછું કરવાનો મહિમા છે. મનમાં કશું સત્વશીલ ઊગે એ પહેલા બે વાત થવી જોઈએ 1) ચૂપ બેસવું અને 2) કશું ન કરવું. વિચાર કરશો તો ખ્યાલ આવશે કે આ તો ઘ્યાનની વ્યાખ્યા થઈ.

આ નાનકડા કાવ્યમાં આખી ઝેન વિચારધારાનો નીચોડ સમાયો છે.

6 Comments »

  1. pragnaju said,

    November 15, 2010 @ 10:21 PM

    ખૂબ સ રસ સમજુતિ
    કદાચ આ ગીત આ જ વિચારપર હશે
    कुछ ना कहो, कुछ भी ना कहो
    क्या कहना है, क्या सुनना है
    मुझको पता है, तुमको पता है
    समय का ये पल, थम सा गया है
    और इस पल में कोई नहीं है

    बस एक मैं हूँ बस एक तुम हो…
    તે અને હું

  2. SUKETU KORADIA said,

    November 16, 2010 @ 8:12 AM

    Only awareness…….

  3. P Shah said,

    November 16, 2010 @ 9:28 AM

    સુંદર રસદર્શન !

    આભાર ધવલભાઈ !

  4. dHRUTI MODI said,

    November 16, 2010 @ 4:33 PM

    સુંદર રચના. ઉપનિષદમાં આવતા ટૂંકા બોધવાકય જેવી કવિતા લાગે છે.

  5. manav said,

    November 16, 2010 @ 10:41 PM

    ખરેખર અદભૂત

  6. shroff dipti said,

    November 18, 2010 @ 11:26 AM

    hm…kharu tatvadarashan………

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment