મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું.
ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે.
– હિતેન આનંદપરા

લયસ્તરોની બીજી વર્ષગાંઠ – પ્રતિક્ષા છે આપના પ્રતિભાવોની…

૪ ડિસેમ્બર, ૨૦૦૪… થી ૪ ડિસેમ્બર, ૨૦૦૬…. લયસ્તરોની યાત્રા શરૂ થયાના બે વર્ષ…

લોહીમાં સુરતની ગલીઓ લઈને અમેરિકામાં સ્થાયી થઈ ગયેલા એક ગુજરાતીને બે વર્ષ પહેલાં પિત્ઝામાં રોટલીના દર્શન થયા હોય એમ મા ગુર્જરીનો સાદ સંભળાયો. વેબ-લોગના વધતા જતા વ્યાપ અને વિન્ડૉઝ-એક્ષ.પી.માં વૈશ્વિક ભાષાઓના પ્રયોગની ઉપલબ્ધિએ એક એવી દિશાના દરવાજા ખોલ્યા ને ‘લયસ્તરો’ની શરૂઆત થઈ. ધવલ શાહની એક નાનકડી રમત, જે શરૂમાં માત્ર શોખ હતી, ધીમે-ધીમે એક પ્રતિબદ્ધતામાં પલટાઈ ગઈ. અનિયમિત પૉસ્ટ કાળક્રમે અઠવાડિયે પાંચ કવિતાની જવાબદારી બની ગઈ… લયસ્તરો પરની પ્રથમ પોસ્ટ કદાચ ગુજરાતી વાચકો માટે યુગપરિવર્તનનો – સાહિત્યના કૉમ્પ્યુટરીકરણનો સંદેશ લઈને ઊગી હતી…

…બ્લૉગની સંખ્યા વધતી ગઈ. એક વર્ષ પછી સુરતનો જ કવિ વિવેક ટેલર આ યાત્રામાં જોડાયો અને ‘પ્રતિદિન એક નવી કવિતા’ની કટિબદ્ધતા અને કવિ યા કવિતાના ટૂંક-પરિચયના ઘરેણાથી બ્લૉગ શૃંગારિત થયો. થોડા મહિનામાં અમેરિકાનિવાસી સુરેશ જાની પણ આ ટીમનો એક હિસ્સો બની ગયા…

…આજે લયસ્તરો પર બસોથી વધુ કવિઓની સવા પાંચસોથી વધુ કવિતાઓનો એવો અમૂલ્ય ખજાનો છે જે ગુજરાતી ભાષામાં સૌથી બૃહત્ ગણી શકાય અને દરરોજ અચૂકપણે એક કવિતા આ નિધિમાં ઉમેરાતી જ રહે છે.

લયસ્તરોને ૪ ડિસેમ્બર, ૨૦૦૬ના રોજ બે વર્ષ પૂર્ણ થાય છે, એ વાસ્તવિક્તા ફક્ત એ ધરતી પર ટકી છે કે કવિતા અને ફક્ત કવિતાના વાચકો અને સાચા ચાહકો અમને સેંકડોની સંખ્યામાં મળતા ગયા. લયસ્તરોની બીજી વર્ષગાંઠ નિમિત્તે આપ સૌ વાચકમિત્રોના પ્રતિભાવો અમે કાયમની જેમ અભિપ્રાય તરીકે નહીં, પણ એક સ્વતંત્ર પોસ્ટ તરીકે મૂકવા માંગીએ છીએ. આ બે વર્ષોમાં આપ લયસ્તરોના પરિચયમાં કેવી રીતે આવ્યા…આપને લયસ્તરો સાથેની સતત યાત્રામાં શું-શું અનુભવાયું…આપને અહીં શું ગમ્યું અને શું ન ગમ્યું…આપ લયસ્તરો પાસેથી હવે શી અપેક્ષા રાખો છો…કઈ કવિતા આપને સૌથી વધુ ગમી અને કેમ ગમી… આ બધું ટૂંકમાં લખીને અમને ફક્ત ઈ-મેઈલથી જ જણાવવા આપ સૌને અમારી વિનંતી છે.

આપના પ્રતિભાવો અમને અહીં મોકલશો: mgalib@hotmail.com

11 Comments »

  1. સિદ્ધાર્થ said,

    November 22, 2006 @ 4:37 PM

    અભિનઁદન અભિનઁદન જન્મદિવસનાઁ અભિનઁદન …

    આ અવિરત સફર ચાલુ જ રહે અને અમારા જેવા વાઁચકોને રસલ્હાણ પેીરસતેી રહે એ જ આશા.

    તક મળે તો “હાલો ભેરૂ ગામડે, ભીની માટીની ગંધ આવે યાદ રે” પ્રસ્તૂત કરશો.

    સિદ્ધાર્થ

  2. Jayesh Patel said,

    November 24, 2006 @ 12:16 AM

    લયસ્તરોને ૪ ડિસેમ્બર, ૨૦૦૬ના રોજ બે વર્ષ પૂર્ણ થાય છે એ પ્રસંગે કવિલોક પરિવાર તરફથી ધવલ શાહ, વિવેક ટેલર અને સુરેશભાઇ જાની ખૂબ ખૂબ અભિનંદન. Keep up your good work.

    Visit us at http://www.kavilok.com/ for our compliments to Layastaro.

  3. Vihang vyas said,

    November 24, 2006 @ 5:43 AM

    લયસ્તરો જ્યારે બે વરસ સફળતાપૂર્વક પૂર્ણ કરીને ત્રીજા વરસમાં મંગળ પ્રવેશ કરે છે ત્યારે અમારા જેવા સામાન્ય ભાવક રાજીપા સિવાય બીજું શું વ્યક્ત કરી શકે ?
    મારી માતૃભાષાનો આ ગૌરવવંતો દિવસ છે. કશાય સ્વાર્થ વગર લયસ્તરો નામ થી બ્લોગ શરૂ કરીને ગુજરાતી ભાષાને વિશ્વ વ્યાપક બનાવનાર આ ત્રણેય જિન્દાદિલોને મારા લાખ લાખ અભિનંદન…………………..
    છેલ્લે મુકુલ ચોકસીનું એક મુક્તક કહીને મારી વાત પૂર્ણ કરું છું,
    આપણી પાસે સ્વમાન જ આપણું છે
    જો કે કહેવા માટે એ પણ ઘણુ છે
    મારે આંતરરાષ્ટ્રિય બનવું નથી,
    મારી પાસે મારું ગુજરાતીપણુ છે.
    અસ્તુ………

  4. gopal h parekh said,

    November 24, 2006 @ 9:30 PM

    abhinadan, keep it up

  5. અમિત પિસાવાડિયા said,

    November 29, 2006 @ 2:16 PM

    ધવલભાઇ, વિવેકભાઇ તથા સુરેશદાદા
    હાર્દિક અભિનંદન ,
    ઉત્તમ કૃતિઓના આસ્વાદ માણતા રહીએ…

  6. ચેતન ફ્રેમવાલા said,

    November 30, 2006 @ 1:01 PM

    લય સ્તરો…… બે વર્ષ……. ૨૪ મહીના.. અભિનંદન…..

    ગુજરાતી ગીત ,ગઝલ,અછાંદસ,મુક્તક , રૂબાઈ અને ગુજરાતિ કાવ્ય જગતનાં
    વિવીધ ‘લય’ નાં સહસ્ત્ર ‘સ્તરો’ વીશ્વનાં સૌ ગુજરાતી સાહિત્ય રસીકોને પહોંચાડવા બદલ ધવલભાઈ, વિવેકભાઈ તથા સુરેશદાદા નો ખુબ ખુબ આભાર….
    લયસ્તરોની આ સફર દાયકાઓ સુધી ગતિશીલ રહે એજ અભ્યર્થના સહ.

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  7. Mrugesh shah said,

    December 1, 2006 @ 11:34 PM

    લયસ્તરો તેમજ તેમના તમામ સંચાલકોને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ બ્લોગ વધારે વધારે પ્રગતિ કરે અને કાવ્ય રસિકોમાં ઉત્તરોત્તર લોકપ્રિય બનતો જ રહે એવી મારી અંતરની શુભકામનાઓ.

  8. Babu Patel said,

    December 2, 2006 @ 3:35 PM

    આરપારને હાર્દિક અભિનંદન
    આરપારનો હું ખુબજ આનંદથી નિયમિત લ્હાવો લંઉ છુ
    આરપારે મારી સુપ્ત કવ્યલેખનની લાગણી જગાડી છે
    એમા સરસ સુવિચાર છે, ગીતો અને ગઝલનો ભંડાર છે
    દર્દો અને આંસુઓના ચિત્કાર છે, ઊર્મિઓનો ઉલ્લાસ છે
    આદિ-અનાદિ કવિઓનો દરબાર છે
    અને મારે માટૅ એ જોવાનું એક દ્વાર છે
    આરપારનો આસ્વાદ અપાર છે

  9. Babu said,

    December 4, 2006 @ 10:43 AM

    લયસ્તરોને હાર્દિક અભિનંદન
    લયસ્તરોનો હું ખુબજ આનંદથી નિયમિત લ્હાવો લંઉ છુ
    લયસ્તરો મારી સુપ્ત કવ્યલેખનની લાગણી જગાડી છે
    એમા સરસ સુવિચાર છે, ગીતો અને ગઝલનો ભંડાર છે
    દર્દો અને આંસુઓના ચિત્કાર છે, ઊર્મિઓનો ઉલ્લાસ છે
    આદિ-અનાદિ કવિઓનો દરબાર છે
    અને મારે માટૅ એ જોવાનું એક દ્વાર છે
    લયસ્તરોનો આસ્વાદ અપાર છે

  10. pragnaju said,

    November 24, 2008 @ 11:43 AM

    કોઈ પણ બ્લોગ કરતા વધુમાં વધુ પ્રતિભાવ અહીં આપ્યા છે …
    હાર્દિક અભિનંદન સાથે એટલું જ કે અમે લયસ્તરોનૅ ચાહીએ છીએ

  11. amirali khimani said,

    August 6, 2011 @ 9:04 AM

    અલયસ્ત્રો સરશ સહિત્યા આપે ચ્હે અભિનનદન ક્રુપ્આ અઅવુ વાન્ચન આપ્તા રહેજો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment