સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,
પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો.
વિવેક મનહર ટેલર

અ-બોધકથા – ચન્દ્રકાન્ત ટોપીવાળા

ઘેટું નદીએ પાણી પીતું હતું.
ક્યાંકથી વરુ
એની બાજુમાં આવીને ઊભું.
અને પાણી પીવા લાગ્યું.
ઘેટું દમામથી કહે :
‘જરા છેટું રહે છેટું
તારું એઠું પાણી પીને મારું મોઢું ગંધાવા માંડશે.’
વરુ હેબકાઈ ગયું.
એણે જોયું કે
ધ્રૂજવાની વાત તો બાજુએ રહી
ઘેટું ટટાર ડોક, ટટાર ટાંગ, ટટાર પુચ્છ,
લાલ આંખે એની તરફ તાકતું હતું.
વરુએ આંખ ઉઘાડબંધ કરી
પણ કોઈ ફેર પડ્યો બહીં
ઘેટાને જુએ ને વાઘ દેખાય.
ટટાર ઘેટાની બાજુમાં
વરુએ ગરીબ ઘેટું બની પાણી પીધે રાખ્યું.

– ચન્દ્રકાન્ત ટોપીવાળા

ઘેટું અને વરુની બોધકથા તો આપણે બધા જાણીએ જ છીએ પણ અહીં કવિએ જે અ-બોધકથા કહી છે એ જ મને તો આજની દુનિયાની ખરી બોધકથા લાગે છે. ‘મારે એની તલવાર’ને ‘બળિયાના બે ભાગ’ એમનેમ કહ્યું હશે ભલા?!એ

15 Comments »

  1. Dr P A Mevada said,

    November 5, 2010 @ 1:59 AM

    ઘેટું વાઘ બની ના શકે, પણ વાઘનો જુસ્સોતો બતાવીજ શકે. ગમ્યું.
    “સાજ” મેવાડા

  2. bharat vinzuda said,

    November 5, 2010 @ 5:37 AM

    આ મા અ- બૉધક્થા જેવુ કઈ લાગતુ નથી…..

  3. Pushpakant Talati said,

    November 5, 2010 @ 5:38 AM

    ચીલ્લા ચાલુ થી તદન અલગ જ
    (૧) ” મારે એની તલવાર ”
    (૨) ” બળિયાના બે ભાગ ”
    (૩) ” હિંમતે મર્દા – તો – મદદે ખુદા ”
    (૪) ” ખુદ્દીકો કર બુલન્દ ઈતના ……….. ”
    (૫) ” હિંમત ની કિંમત છે ”
    (૬) ” ગાજર ની પીપુડી , વાગે તો ઠીક ”
    (૭) ” પહેલો ઘા પરમેશ્વર નો ”
    (૮) ‘ આગે બઢો…. હલ્લો કરો … લાગે કે આપણું ગજું નથી તો પછી – ‘પીછે મુળ … તેજ ચલ…’ “

  4. ધવલ said,

    November 5, 2010 @ 8:01 AM

    ચોક્કસ … દમ હોવો જરૂરી નથી ખાલી દમ મારવો જરૂરી છે !

  5. bharat vinzuda said,

    November 5, 2010 @ 9:18 AM

    Kram no.3 na bhai ae je 8 babat hajaro varas purani ahi dekhadel chhe.
    Tenu aa kavie punaravartan karyu chhe

    Gujaratri sahitya ma ghetu thay ne sinh ne padakari shakay pan
    jangal ma aevu hotu nathi ae aa kavi ne koy samajavo….

  6. Pancham Shukla said,

    November 5, 2010 @ 10:07 AM

    કાવ્યમાં શબ્દની સાથે રહીને તો કહેવાયું જ છે અને શબ્દની પાછળ રહીને પણ કહેવાયું છે. આ બપોરિયા જેવા કાવ્યનો રંગ સાદાકાચથી નહીં પણ યોગ્ય ફિલ્ટરથી પકડવો રહ્યો.

  7. mahendra joshi said,

    November 5, 2010 @ 10:28 AM

    સુઠના ગાંગડે ગાધી બનવાની વાત છે. આ બોધ છે કે અબોધ એ ચર્ચા તો પછી હોય પણ કવિતા આ વેબ સાઇટ મા આને કવિતા કહેવાય કે નહી એની ચર્ચા થવી જોઇયે ? કથ્યુ કથે તે કવી શાનો ?

  8. Bharat Trivedi said,

    November 5, 2010 @ 10:56 AM

    ચન્દ્રકાન્ત ટોપીવાળા એક મોટા ગજાના વિવેચક છે અને કવિ તરીકે પણ થોડા જાણીતા છે. આ કવિતામાં શું છે? અથવા અહીં કવિતા બને છે કે નહીં તે આપણા રસનો વિષય હોવો જોઈએ.

    મને લાગે છે કે અહીં કવિતા બનતી નથી અને જો બને છે તો પણ નોંધપાત્ર કામ તો નથી જ થયું. બોધકથા લઈને કવિતા ના બની શકે તેમ તો ના જ કહેવાય પરંતુ અહીં એક તુક્કાને કવિતા બનાવવાની મથામણ દેખાઈ આવે છે.

    પંચમે કવિતાનો મિજાજ કે હેતુ બરાબર પકડ્યો છે. કવિને જે કહેવું હોય તે કહેવા પર કશીય પાબંદી ના જ હોય પણ શરત માત્ર એટલી કે ‘ કવિતા” બનવી જોઈએ.

    chandrakantbhai,

    “The difficulty, then, lies not so much in the knowing as in the doing”. -Lu Chi

    -ભરત ત્રિવેદી

  9. M.Rafique Shaikh,MD said,

    November 5, 2010 @ 11:23 AM

    જ્યારે જ્યારે કોઇ ચીલો ચાતરીને પોતાનું ખમીર દેખાડે છે ત્યારે ત્યારે દુનિયાને નોંધ લેવાની ફરજ પડે છે અને ઇતિહાસ સર્જાય છે! નરસિંહ મહેતા અને ગાંધીજી તેના વિરલ દાખલાં છે. અને
    આપણા અમદાવાદના સસલાની પણ ગુજરાતની પ્રજાએ અને તવારિખે હોંશભરી યાદી રાખી જ છે!

    કાવ્ય માણીને આ જાણીતી ઉક્તિ અનાયાસ યાદ આવી ગઈ!
    જબ કુત્તે પે સસ્સા આયા,
    તબ બાદશાહને શહર બસાયા!

  10. Bharat Trivedi said,

    November 5, 2010 @ 12:11 PM

    અગાઉ ‘અ-બોધકથા’ વિશે મારો અભિપ્રાય આપ્યા પછી થયું કે કોઈ પરિચિત કવિના નામ સાથેનું લખાણ હંમેશાં કવિતા હોય જ તેવી કોઈ ગેરંટી ખરી? ચન્દ્રકાન્તભાઈની “ઘેટાંઓ” વિશેની એક બીજી કવિતા હાથવગી હતી તે મૂંકુ છું. સફળ અને અ-સફળ કવિતા વચ્ચેની ભેદરેખા પરખાય તેવા શુભાશય સાથે. – ભરત ત્રિવેદી

    ઘેટાંઓ

    ઘેટાંઓની વાસનાનું ઊન ઓઢીને પડતો વરસાદ
    મૂંગામીંઢા ઊભેલા ધ્રુજતા ઊનના તારો પર
    લીલો રંગ વગાડે છે
    ઘેટાંઓ ઊનનું ગીત ગાય છે
    ઘેટાંઓમાં ભરવાડોની વાસ ભરચક ભરેલી છે.

    એકમેકમાં માથું નાખી ઊભાં ખેતરોનું
    ઊન ઓઢીને ચાસમાં ફરતો વરસાદ
    મૂંગાંમીઢાં ઊભેલા વાદળોના ધ્રૂજતા તારો પર
    ભૂખરો રંગ વગાડે છે
    વાદળોમાં ઘેટાંઓનું ઊન ભરચક ભરેલું છે.

    વાદળો ઘેટાં વરસે છે
    ઘેટાંઓ વાદળ વરસે છે
    ઘેતટાંઓ ને વાદળોની વાસવાળો ભરવાડ
    ક્યારેક ભૂરી ડાંગ વીંઝી હસતો સોનું વરસે છે.

  11. preetam lakhlani said,

    November 5, 2010 @ 12:55 PM

    ભાઈ ભરત ત્રિવેદી, તમારી વાત બિલકુલ સાચી છે, ચન્દ્રકાન્ત ટોપીવાળા કવિ તરીકે પણ થોડા જાણીતા છે. પણ મોટા ગજાના કવિ તો નહી જ્, sorry dhaval bhai, તમે મને મજાક મશકરી કરવાની ના પાડી છે, પણ આદતથી મજબુર છુ……ખરેખર આ ટોપીવાળાએ English કવિતાની hat ને ગુજરાતી કવિતામા ટોપી પહેરાવવા સિવાય શુ નવુ કરયુ છે?, ટુકમા અહીની ટોપી ત્યા અને ત્યાની ટોપી અહી…..ટોપી ફેરવ્યા કરી છે વિવેચકના નામે………….Happy Dipawali & Happy New Year every One………Thanks.

  12. pragnaju said,

    November 5, 2010 @ 1:35 PM

    ધ્રૂજવાની વાત તો બાજુએ રહી
    ઘેટું ટટાર ડોક, ટટાર ટાંગ, ટટાર પુચ્છ,
    લાલ આંખે એની તરફ તાકતું હતું
    ખૂબ સરસ
    ગુજરાતના પ્રતિબદ્ધ સાહિત્ય ક્ષેત્રે લેવાતાં ગણ્યાંગાંઠ્યાં નામમાં સરૂપબહેનનો સમાવેશ થાય છે.તેમના ઘણા લખાણોમા ઘેટાઓ વાઘની સામે થાય છે .એક કાવ્યમાં ઘેટા અને વાઘની વાત છે અને તોફાનો પછી પહેલી વાર ઘેટાને થાય છે કે ‘હવે ખુમારી આવી રહી છે…!”

    તો મન્ટો આ રીતે ઘેટાવૃતિ વાળો પણ ચમત્કાર સર્જી શકે છે.
    હરોળમાં ઊભેલા લશકરી જવાનો સામે ભાષણ કરતાં જનરલે કહ્યું :
    અનાજ ઓછું છે…. કોઈ પરવા નહીં,
    ઊભો પાક નાશ પામ્યો છે ?….. કોઈ ચિંતા નહીં.
    આપણા સિપાહી દુશ્મનો સામે ભૂખ્યા પેટે લડશે…..
    બે લાખ જવાનોએ ‘જિંદાબાદ જિંદાબાદ’ના નારા લગાવવા શરૂ કરી દીધા. કબીર ચીસો પાડી પાડીને રોવા મંડ્યો. જનરલને બહુ ગુસ્સો આવ્યો. એમણે બરાડો પાડ્યો કે એલા તું કેમ રડે છે ?
    કબીરે રડીયલ અવાજે કહ્યું : “ઓ મારા બહાદુર જનરલ, મને એ તો કહે કે ભૂખ સામે કોણ લઢશે ?”
    બે લાખ જવાનોએ ‘કબીર મૂર્દાબાદ’ના નારા લગાવવા શરૂ કરી દીધા.’
    ઘેટાને જુએ ને વાઘ દેખાય.
    ટટાર ઘેટાની બાજુમાં
    વરુએ ગરીબ ઘેટું બની પાણી પીધે રાખ્યું.

  13. RAKSHIT said,

    November 9, 2010 @ 10:02 AM

    IN THE PRESENT TIME BADHA GHETA A VAAGH THAVANI JARUR CHEE ( INCLUDING OURSELVES)

  14. કિરણસિંહ ચૌહાણ said,

    November 9, 2010 @ 11:50 PM

    બીજું બધું તો ઠીક પણ ઘેટાનો વટ જોવાની મજા પડી.

  15. અનામી said,

    November 10, 2010 @ 10:29 AM

    બીજુ બધુ તો ઠીક છે…પણ ..આ ઘેટુ PERSONALITY DEVELOPMENT ના courses કરાવે છે??? fee શું છે?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment