કિનારા આંબવા દોડી,
આ મારા શ્વાસની હોડી.
બધી મંઝિલ છે ફોગટ, જો
મળે મઝધારને છોડી.
વિવેક મનહર ટેલર

ખોટ વર્તાયા કરે -‘ગની’ દહીંવાલા

જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે,
એ પડે તો એનું રક્ષણ એના પડછાયા કરે.

માફ કર નિષ્ક્રિયતા, મારાથી એ બનશે નહીં !
જીવતાં મારી જગતને ખોટ વર્તાયા કરે.

એટલું ઉન્નત જીવનનું ધ્યેય હો સંતાપમાં,
વાદળી એકાકી જાણે ચૈત્રમાં છાયા કરે.

જે પૂનમના ચાંદ સમ ચમકે છે તેઓને કહો:
બીજરૂપે પણ નભે ક્યારેક દેખાયા કરે !

શાંત એ તોફાન દુનિયાએ કદી જોયું નથી,
આંખડી વરસી રહે ને કોઈ ભીંજાયા કરે.

જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ, ને એનું નામ બોલાયા કરે.

-‘ગની’ દહીંવાલા

2 Comments »

  1. પ્રત્યાયન said,

    August 5, 2005 @ 6:02 AM

    On the whole a good and postive gazal. The first and last stanzas (‘shers’) are excellent!

  2. sagarika said,

    March 21, 2007 @ 8:37 AM

    “જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે,
    એ પડે તો એનું રક્ષણ એના પડછાયા કરે.”

    “શાંત એ તોફાન દુનિયાએ કદી જોયું નથી,
    આંખડી વરસી રહે ને કોઈ ભીંજાયા કરે.”
    સુંદર………………………….સરસ………………………

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment