આપણા સામટા શબ્દ ઓછા પડે,
એમના મૌનને એટલા રંગ છે.
રાજેન્દ્ર શુક્લ

મોહન-પગલાં – કૃષ્ણલાલ શ્રીધરાણી

“જાગો ! ઊઠો ! ભરતભૂમિનાં, રાષ્ટ્રનાં પુત્ર-પુત્રી !
જાલીમોના નખ ઉઝરડે લોહી વ્હેતી ધરિત્રી.”
માતા માટે જીવન ત્યજતાં જંગલી પ્રાણી-પક્ષી,
વર્ષા-વીજે શરીર ઘસતા ડુંગરા ભૂમિ રક્ષી.”

ગાજી ઊઠે અખિલ નભમાં મેઘનો જેમ નાદ,
સાતે સિંધુ ઉપર ફફડે કોઈ તોફાન સાદ,
એવાં એનાં રણ-રમણ-આહલેક નાં ગાન ગાજ્યાં,
ચૌટે, ચોરે, પુર, નગરમાં, ગામડે, લોક જાગ્યાં.

બિડાયેલા કમલદલમાં જેમ વર્ષે તુષાર,
મૃત્યુબીડ્યાં નયનકમલે અમૃતી છંટકાર;
એવા એના જન સકળનાં દુઃખથી આર્ત્ત નેને,
દૈવી દીપ્તિ અકળ પ્રગટી, લોક ઉત્સાહ વ્હેણે !

લોઢામાંથી ધન પ્રગટતું પારસી સ્પર્શ થાતાં !
માટીમાંથી અમર વચને, માનવી ઊભરાતા !

– કૃષ્ણલાલ શ્રીધરાણી

16 સપ્ટેમ્બર 2010ના રોજથી કવિશ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીનું જન્મશતાબ્દી વર્ષ શરૂ થયું… કવિશ્રીને લયસ્તરો તરફથી સ્મરણાંજલિ આપવાની સાથોસાથ આજે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે એ મહામાનવને પણ હૃદયપૂર્વક સ્મરી લઈએ…

11 Comments »

  1. pragnaju said,

    October 2, 2010 @ 5:35 AM

    જન્મ શતાબ્દી વર્ષની સ્મરણાંજલિ આ દમદાર પંક્તીઓ દ્વારા
    બિડાયેલા કમલદલમાં જેમ વર્ષે તુષાર,
    મૃત્યુબીડ્યાં નયનકમલે અમૃતી છંટકાર;
    એવા એના જન સકળનાં દુઃખથી આર્ત્ત નેને,
    દૈવી દીપ્તિ અકળ પ્રગટી, લોક ઉત્સાહ વ્હેણે !

    લોઢામાંથી ધન પ્રગટતું પારસી સ્પર્શ થાતાં !
    માટીમાંથી અમર વચને, માનવી ઊભરાતા !
    મહામાનવની વાત જીવનમા ઉતારાય તે સાચી અંજલી…

  2. ધવલ said,

    October 2, 2010 @ 6:23 AM

    લોઢામાંથી ધન પ્રગટતું પારસી સ્પર્શ થાતાં !
    માટીમાંથી અમર વચને, માનવી ઊભરાતા !

    – અસરદાર !

  3. વિહંગ વ્યાસ said,

    October 2, 2010 @ 7:35 AM

    ખુબજ સુંદર…..

  4. DR Bharat Makwana said,

    October 2, 2010 @ 8:28 AM

    સુંદર શૌર્યગીત!

  5. mahesh dalal said,

    October 2, 2010 @ 8:06 PM

    સરસ રચના

  6. M.Rafique Shaikh, MD said,

    October 3, 2010 @ 6:48 AM

    સરસ!
    આદરણીય કવિશ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીને જન્મ શતાબ્દી વર્ષની સ્મરણાંજલિ હું તેમનાં ‘પૂજારી’ કાવ્યને આત્મસત કરવાના મારાં પ્રયાસો દ્વારા આપીશ!

    આમ તો આખું ગીત યાદગાર છે પણ આ રહી થોડી મારી favourite પંક્તિઓ…..

    ઘંટનાં નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય;
    ફૂલમાળ દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય;
    ન નૈવેદ્ય તારું આ, પૂજારી પાછો જા !

    દ્વાર આ સાંકડાં કોણ પ્રવેશે? બહાર ખડી જનતા;
    સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યું, પ્રેમ નહીં પણ પથરા;
    ઓ તું જો ને જરા ! પૂજારી પાછો જા !

    ઓ રે પૂજારી ! આ મંદિર કાજે, મજૂર વહે પથરા;
    લોહીનું પાણી તો થાય એનું, ને નામ ખાટે નવરા !
    અરે તું ના શરમા? પૂજારી પાછો જા !

    ખેડૂતને અંગ માટી ભરાતી, અર્ઘ્ય ભર્યો નખમાં;
    ધૂપ ધર્યો પરસેવો ઉતારી , ઘંટ બજે ઘણમાં;
    પૂજારી સાચો આ ! પૂજારી પાછો જા !

  7. kishor dave said,

    October 4, 2010 @ 2:40 PM

    ખુબજ સુન્દર કાવ્ય. યાદ કરો કરસનદાસ માનેકને. પુજારિ પાચ્હો જા.———કિશોર દવે

    ખુબજ સુન્દર.

  8. kishor dave said,

    October 4, 2010 @ 2:58 PM

    કર્યા નહિ દેશ નઆ કાર્ય નહિ વિદ્વાનને જાન્યા——-ષ્રિધરાનિ

    તેથિ શુ ———-કાવ્ય? ખરેખર સુન્દર્ ટાગોર અને મેઘાનિને યાદ કરો.

  9. kishor dave said,

    October 4, 2010 @ 3:27 PM

    ખુબજ અદ્ભુત્!

  10. kishor dave said,

    October 8, 2010 @ 2:42 PM

    COULD YOU HELP US TO POST THE SHRIDHARANI’S ” TETHI SHUN” ? POEM.

    WITHOUT THIS GEET 100 YEARS OF CELEBRATION WILL NOT COVER THE

    SPIRIT OF SHRI KRISHNA SHRIDHARANI?———–KISHOR DAVE

  11. વિવેક said,

    October 9, 2010 @ 2:08 AM

    અવશ્ય….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment