કોઈની યાદ બારી બની ગઈ ‘નયન’
સાંજ જેવું ઝીણું ઝરમર્યા તે અમે
નયન દેસાઈ

પડછાયો – પ્રવીણ ગઢવી

‘O, Wood Cutter,
Cut my Shadow.’

હિન્દુ બનું
બુદ્ધ બનું
મુસલમાન બનું
આ પડછાયો કપાતો નથી,
મારાથી.

કુલડી ગઈ
સાવરણી ગઈ
આ પડછાયો ખૂટતો નથી
મારાથી.

નામ બદલું
કામ બદલું
ઠામ બદલું
જાત બદલું
આ પડછાયો છોડતો નથી.

ભાષા બદલું
વેશ બદલું
ઈતિહાસ બદલું
આ પડછાયો તૂટતો નથી.

સ્મૃતિ રચું
બંધારણ રચું
કાયદા કરું
થાપણ બનું
કોઈ કાળે આ પડછાયો ભૂંસાતો નથી.

‘O, Wood Cutter,
Cut my Shadow.’

– પ્રવીણ ગઢવી
(‘પડછાયો’)

અસ્પૃશ્યતા આપણા સમાજનું સૌથી મોટું કલંક છે. એક વાર અસ્પૃશ્યની છાપ જેના નામ પાછળ લખાઈ જાય એ પછી ગમે તે કરો પૂરેપૂરી કદી ભૂંસાતી જ નથી. આ અસ્પૃશ્યતા – આ કાળો પડછાયો – આપણા બધાનું સહિયારું પાપ છે. કોણ જાણે કેટલો વધારે સમય લાગશે એને ભૂંસાતા ?

13 Comments »

  1. ધવલ said,

    September 21, 2010 @ 10:15 PM

    ‘O, Wood Cutter,
    Cut my Shadow.’

    કાવ્યની શરૂઆતમાં (અને અંતમાં ફરી) ટાંકેલી આ પંક્તિઓ કવિએ સ્પેનિશ કવિ લોર્કાના પ્રસિધ્ધ કાવ્યમાંથી લીધી છે.

    “Song of the Barren Orange Tree”

    Woodcutter.
    Cut out my shadow.
    Free me from the torture
    of seeing myself fruitless.

    Why was I born among mirrors?
    The daylight revolves around me.
    And the night herself repeats me
    in all her constellations.

    I want to live not seeing self.
    I shall dream the husks and insects
    change inside my dreaming
    into my birds and foliage.

    Woodcutter.
    Cut out my shadow.
    Free me from the torture
    of seeing myself fruitless.

  2. preetam lakhlani said,

    September 22, 2010 @ 6:14 AM

    કફન ભાગિદાર પ્રિય મિત્ર પ્રવિણ ગઢવી ની કવિતા વાચી બહુ જ ખુશ થયો,……આનુ નામ જ કવિતા! જેને કોઈ સપાદક કે વિવેચકના પ્રમાણ પત્રની જરુર ન પડૅ!!, ખુદ કવિતા જ આટલી જોર દાર હોય છે કે જે કવિતા મોનમા કહેતી હોય છે કે ” please do not touch me!……ગમતાના ગુલાલ વિશે વિષેશ શુ બોલુ !!! અનુવાદ સરસ છે, ગમ્યો, જો કે પ્રવિણ ગઢવીનુ English, પણ બહુ જ સરસ છે, અને english મા પણ તેમનો એક કાવ્ય સગ્રહ છે…. …

  3. Girish Desai said,

    September 22, 2010 @ 7:28 AM

    આત્માનો છાંયો

    ચાલતા ચાલતા રસ્તે એક દિ,જોઇ મારો પડછાયો
    ન જાણંુ, અચાનક કયંાથી વિચાર મનમાં આવ્યો

    જેને હંુ કહંુ છંુ મારો , તે તો છે મારા તનનો છાંયો
    પણ જો હંુ તન નથી ’ને આ તન છે માંરૂં
    તો હંુ કોણ ? કયાંથી અહીં આવ્યો ?

    ભવ ભવના અનુભવ પછી પણ, ન થયો જેનો છુટકારો
    અભાગી એવા કોઇ આત્માનો , હશે શંુ આ તન છાંયો ?

    ભૂમિ ઉપર ભાળંુ હંુ જેને, તે નથી મારો પડછાયો
    પણ ભવ ભવથી ભટકતા આત્માની છાયાનો એ છે છાંયો.

  4. pragnaju said,

    September 22, 2010 @ 7:29 AM

    જયારે પ્રકાશ કોઈ અપારદર્શક વસ્તુ પર પડે છે ત્યારે તે વસ્તુની બીજી બાજુ જઈ શકતો નથી. તેથી વસ્તુનો પાછળનો ભાગ પ્રકાશ વગરનો થઇ જાય છે. તેને આપણે વસ્તુનો પડછાયો કહીએ છીએ.પડછાયો પ્રકાશનો સ્તોત્ર અને તેમના વચ્ચેના અંતર પર આધાર રાખે છે. જો પ્રકાશનો સ્ત્રોત નાનો હોય તો પડછાયો એકદમ સ્પષ્ટ અને તેની કિનારીઓની એકદમ ધારદાર હોય છે. તેનો આકાર પણ વસ્તુ જેવો જ હોય છે , પણ જો પ્રકાશ સ્તોત્ર મોટો હોય તો પડછાયો વચ્ચેથી ખુબ જ કાળો અને તેની કિનારીઓ ધૂંધળી હોય છે. તેની સીમા રેખો પણ અસ્પષ્ટ હોય છે.
    પડછાયા અંગે ભણી રચનાઓ,કાવ્યો.ગઝલ લખાયા છે.જેવી કે
    આંસુથી ના ભીંજાતો પડછાયો કોઈ રોકો,
    ના દર્દથી પીડાતો પડછાયો કોઈ રોકો.
    માણસ થઈ ભટકતો જે ખુલ્લેઆમ ઘરમાં,
    દર્પણથી ના ઝીલાતો પડછાયો કોઈ રોકો.
    ભાવિના ગર્ભમાં છે અગણિત કૈં સવાલો,
    પ્રશ્નોથી ના મૂંઝાતો પડછાયો કોઈ રોકો.
    વિહરે છે કલ્પનોનાં પારેવડાં ગગનમાં,
    પટકાઈને વીંધાતો પડછાયો કોઈ રોકો.
    આયુષ્યની ક્ષિતિજે ઝળહળ જલે છે દીપક,
    લાંબો થઈ ટૂંકાતો પડછાયો કોઈ રોકો.
    બદલે મિજાજ મૌસમ કુદરત સમયની સાથે,
    બદલ્યે ન બદલાતો પડછાયો કોઈ રોકો
    અને
    It must have been cold there in my shadow,
    to never have sunlight on your face.
    You were content to let me shine, that’s your way.
    You always walked a step behind.
    અને તેનું સ રસ ભાષાંતર
    પણ પ્રવિણભાઈ જેવા મૉટા ગજાના કવિનું
    આ અનુવાદિત અછાંદસ જામતું નથી.
    ‘આ પડછાયો આપણા બધાનું સહિયારું પાપ છે-‘
    ના.ના
    તે તો ઊંડા અંધારેથી પરમ તેજ પાસે જશે ત્યારે પણ રહેશે
    વધુ સુંદર લાગશે!

  5. Kirtikant Purohit said,

    September 22, 2010 @ 7:43 AM

    પડછાયો ખુદ આપણા અસ્તિત્વનુઁ પ્રમાણપત્ર છે.આપણી આત્મરતિનુઁ અવગાહન છે.પડછાયો તો એક જીવન્ત કવિતા છે.

  6. ધવલ said,

    September 22, 2010 @ 8:05 AM

    આ કવિતા અસ્પૃશ્યતાના પડછાયાની વાત કરે છે…. મેં એ વાત ફૂટનોટમાં પણ ઉમેરી છે.

  7. pragnaju said,

    September 22, 2010 @ 9:42 AM

    ‘કવિતા અસ્પૃશ્યતાના પડછાયાની વાત કરે છે’
    સાંપ્રત સમયમા આ વાત અપ્રસ્તુત લાગે છે.અહીં તો આ વાત સમજવાનુ અઘરુ પણ ભારતમા પણ આ જોવા મળતું નથી.ત્યારે “કોઈ કાળે આ પડછાયો ભૂંસાતો નથી.” …?
    કદાચ shadow aspect is a part of the unconscious mind consisting of repressed weaknesses, shortcomings, and instincts. It is one of the three most recognizable archetypes, the others being the anima and animus and the persona. Everyone carries a shadow and the less it is embodied in the individual’s conscious life, the blacker and denser it is. It may be one’s link to more primitive animal instincts,which are superseded during early childhood by the conscious mind.

  8. jigar joshi 'prem' said,

    September 22, 2010 @ 11:02 AM

    બહુ જ સુંદર !

  9. sudhir patel said,

    September 22, 2010 @ 11:24 AM

    સુંદર રૂપક કવિતા!
    પરંતુ, પ્રજ્ઞાબેન કહે છે એમ એ પડછાયો હવે ઝાંખો તો જરૂર થતો જાય છે.
    સુધીર પટેલ.

  10. સુરેશ જાની said,

    September 22, 2010 @ 2:32 PM

    અસ્પૃશ્યતા – પૂર્વગ્રહ અનેક પ્રકારના હોય છે. સૂક્ષ્મ અસ્પૃશ્યતા અને પૂર્વગ્રહો અત્યંત ભયાનક પરિણામો જન્માવે છે- જેના મૂળની ખબર પણ પડતી નથી હોતી.
    એ દૂર કરનારા ગાંધીજી જેવા કો’ક જ હોય છે. .

  11. pragnaju said,

    September 22, 2010 @ 3:22 PM

    Enantiodromia launches ‘a different perspective. We begin to travel through the healing spirals…straight up’. Here the struggle is to retain awareness of the shadow, but not identification with it. ‘Non-identification demands considerable moral effort…prevents a descent into that darkness’; but though ‘the conscious mind is liable to be submerged at any moment in the unconscious… understanding acts like a life-saver. It integrates the unconscious reincorporates the shadow into the personality, producing a stronger, wider consciousness than before. ‘Assimilation of the shadow gives a
    man body, so to speak’, and provides thereby a launching-pad for further
    individuation. ‘The integration of the shadow, or the realization of the
    personal unconscious, marks the first stage of the analytic process…without
    it a recognition of anima andanimus is impossible’, and becomes the center of
    the individuation quest. Conversely ‘to the degree to which the shadow is
    recognized and integrated, the problem of the anima, i.e., of relationship, is
    con stellated’
    Neveretheless Jungians warn that ‘acknowledgement of the shadow must be a
    continuous process throughout one’s life’ and even after the focus of
    individuation has moved on to the animus/anima, ‘the later stages of shadow
    integration’ will continue to take place – the grim ‘process of washing one’s
    dirty linen in private’,

    accepting one’s shadow.

  12. pragnaju said,

    September 22, 2010 @ 3:36 PM

    કૉમેંટમા ઇ-મૅઇલ..મૂકી શકાય કે કેમ? અયોગ્ય લાગે તો કાઢી નાંખશો.
    From:
    Suresh Jani
    પડછાયા
    આ શબ્દ સાંભળતાં કે વાંચતાં કોઈ અલગ જ અનુભુતી ઉપસી આવે છે. આપણો પડછાયા સાથે બહુ આત્મીય સંબંધ હોય છે. પડછાયો એક તરફ નકારાત્મક પ્રતીકૃતીનું રુપ છે; તો બીજી તરફ તે હમ્મેશના સાથીનું સ્વરુપ પણ ધરાવે છે.
    જ્યારે અજવાળું હોય છે ત્યારે જ પડછાયો આપણો સાથી હોય છે. તે કદી અંધકારમાં આપણને સાથ નથી આપતો! સુખ સમયનો જ તે સાથી હોય છે. જેમ પ્રકાશ આપણાથી વધારે દુર તેમ પડછાયો લાંબો થતો જાય છે. જ્યારે પ્રકાશ માથા ઉપર હોય છે, ત્યારે પડછાયો સાવ ટુંકો હોય છે. આ ઘટનાને આપણે અલગ અલગ રીતે મુલવી શકીએ.
    એક રીતે જોઈએ તો – જ્યારે આપણો સુર્ય મધ્યાકાશે હોય; જ્યારે આપણી કાર્યક્ષમતા તેની સોળે કળાએ ખીલી ઉઠેલી હોય; ત્યારે અભાવનો પ્રતીનીધી એવો પડછાયો લગભગ નગણ્ય સ્વરુપ ધરાવતો હોય છે. જ્યારે આપણો સુરજ અસ્ત થવાની તૈયારીમાં હોય છે; ત્યારે પડછાયો તેમજ અભાવ બન્ને બહુ મોટાં મસ બની જતાં હોય છે.
    બીજી રીતે જોઈએ તો – પડછાયો આપણી મુશ્કેલ પરીસ્થીતીમાં આપણને વધારે મોટો બનીને સાથ આપે છે. જ્યારે સાથની જરુર ઓછી હોય, ત્યારે તે લગભગ અદ્રશ્ય બની રહે છે.
    બીજી એક વાસ્તવીકતા એ પણ છે કે જ્યારે પ્રકાશની તરફ આપણી નજર હોય છે, ત્યારે આપણે પડછાયાને જોઈ શકતા નથી. પ્રકાશથી ઉંધી દેશામાં જ તેનું અસ્તીત્વ હોય છે! જ્ઞાનથી, જાગૃતીથી વીમુખ થઈએ કે તરત જ અજ્ઞાન અને સુપ્તતા ઉભરાઈ આવે.
    આંખો મીંચી દઈએ તો? પ્રકાશ પણ ન રહે કે પડછાયો પણ નહીં! અંધ થવામાંય એક જાતની નીરાંત હોય છે. જોઈએ તો દુખ કે સુખ થાયને? ! મધ્યયુગના સમાજની જેમ! નહાવુંય નહીં ને નીચોવવુંય નહીં.
    ———-
    અમેરીકાની લગભગ સામાન્ય રીતરસમ પ્રમાણે, અમારી બાથરુમમાં છ દીવાની એક હાર છે. અહીં ઘરોમાં ટ્યુબ લાઈટો ઓછી વપરાય છે. દીવા વધારે. બાથરુમમાં આ દીવાથી પડતો પડછાયો જુદી જ જાતનો હોય છે. આપણી અનેક આકૃતીઓ એકમેકની ઉપર પડતી હોય છે અને તેથી પડછાયો નહીં પણ, છ પડછાયાનો એક સમુહ રોજ જોવા મળે છે !
    જેમ દીવાલની નજીક જાઓ તેમ આ છ્યે આકૃતીઓ સાવ નજીક આવી જાય, પણ થોડી ભીન્નતા તો રહે જ. જેમ દીવાલથી દુર થતા જઈએ તેમ, આ આકૃતીઓ એકમેકથી દુર થતી જાય. પડછાયાઓ પણ વધુ ને વધુ ધુંધળા થતા જાય. જો દીવાની સાવ નજીક જઈએ તો પડછાયા એટલા બધા વ્યાપ્ત બની જાય કે તે સાવ આછા થઈ જાય છે. અહીં પડછાયાનું સ્વરુપ સાવ ભીન્ન હોય છે.
    જ્યારે વીચારો, દ્રશ્ટીબીંદુઓ અનેક હોય ત્યારે પડછાયાની સ્પશ્ટતા જોખમાય છે! જેટલા આવા વીચારભેદની નજીક જઈએ તેટલા તે વધુ અસ્પશ્ટ બની જાય છે. એક જ દીવો હોય; વીચારની એકલક્ષીતા હોય તો ; પ્રતીબીંબ કે પડછાયો સ્પશ્ટ ઉભરી આવે છે.
    ————
    રસ્તા ઉપર ચાલતા હોઈએ ત્યારે પડછાયો બહુ અલગ જ રીતની વર્તણુંક કરે છે. જેમ જેમ આપણે પ્રકાશથી દુર જતા જઈએ તેમ તેમ તે લાંબો ને લાંબો બનતો જાય છે. આપણા અજ્ઞાનનું તે બહુ જ વાસ્તવીક પ્રતીક છે. જ્યારે રસ્તાની બે લાઈટોની બરાબર વચ્ચે હોઈએ ત્યારે, બે વીચારધારાઓ વચ્ચે અટવાતા આપણા માનસની દ્વીધાનો તે બરાબર પડઘો પાડે છે! બબ્બે પડછાયા આપણને ભુલાવામાં નાંખતા રહે છે – એક કહે ‘ હું સાચો પડછાયો.’ બીજો કહે , ‘ના! હું.’ જેમ જેમ એક લાઈટની નજીક આવતા જઈએ તેમ તેમ તેનાથી પડતા પડછાયાની જ પ્રબળતા હોય છે. ત્યારે બીજી વીચારધારાનો પ્રભાવ ક્ષીણ થતો જાય છે. બે અંતીમ બીંદુઓ વચ્ચે ઝોલા ખાતી આપણી ચીત્તવૃત્તીને તે સાકાર કરે છે.
    —————
    આપણે એક એવી વ્યવસ્થા કલ્પી શકીએ કે, જેમાં સમસ્ત પર્યાવરણ પ્રકાશના પુંજથી વ્યાપ્ત હોય. માનો કે – કોઈ મોટો, અનેક લાઈટોથી ઝગમગીત હોલ. ત્યાં પડછાયો ગુમ થઈ જાય છે – ગમે ત્યાં નજર ફેરવો. જ્યાં બધેથી પ્રકાશ આવતો હોય, કેવળ સત્ય જ હોય, ત્યાં અજ્ઞાન, અભાવ , અંધકાર , સુપ્તતા સંભવી જ ન શકે. પુર્ણ જ્ઞાનની, સત્યપ્રકાશની અનુભુતી આવી હશે?

    પડછાયાનું પણ એક શાસ્ત્ર હોય છે ! આપણી જાગ્રુત અવસ્થાનો આ હમ્મેશનો સાથી આપણને ઘણું બધું કહી જાય છે.

  13. Bharat Trivedi said,

    October 7, 2010 @ 3:23 PM

    ૧. લોરકા જેવા જાણીતા કવિની પંક્તિઓ હોય તો પણ કશી પણ ગેરસમજથી બચવા કવિએ અવતરણ છે ચિન્હ વાપરવાં જોઇતાં હતાં તેમ હું માનું છું.

    ૨. કવિતામાં જે કહેવાયું છે તે વાંચકને વિચારવા મજબૂર તો કરે જ છે પરંતુ જે રીતે કહેવાયું છે તેનો મહિમા પણ જરાયે ઓછો નથી- જ. સારો કે સાચો કલાકાર આંગળી ના ચીંધે- અને ચીંધે તો પણ તે પોતાના તરફ જ હોય! આમેય કવિ તો introspective જ હોવો જોઇએ.

    આપણે ત્યાં દલીત કવિતાને નામે ખૂબ ખૂબ લખાતું રહ્યું છે. દલીત ના હોય તે પણ દલિત-કવિતા કરતા જોવા મળે છે પરંતુ તેમની પોકળ અનુભુતિ પરખાઈ જતી હોય છે. કહેવાનો મતલબ એટલો જ કે ત્યાં કવિતા બનતી હોતી નથી.

    અહીં કવિ જે વાત કરે છે સ્વને કેન્દ્રમાં રાખીને કરે છે તેથી પણ આ કવિતાનો મહિમા વધી જાય છે. અંગત વેદના વિસ્તરીને જ્યારે વ્યાપક બને અને છતાં ના રોષનો અણસાર કે ના દોષનો કોઈ ભાર કોઈનાય ઊપર લાદવાની વ્રુત્તિની ગેરહાજરીએ તો કમાલ કરી છે આ કવિતામાં.

    અહીં વેદનાનો સુર તો તાર-સ્વરે ગુંજે છે છતાં કવિની ખુમારી કવિતાને રોદણાંથી તો સાત સાત ગજ ઉપર રાખે છે. પડછાયો જો નિયતિ હોય તો પણ તેની સાથે જીવી જવાની ખુમારી અહીં જોવા મળે છે. કવિ અહીં બન્ને કસોટિમાંથી પાર ઉતરે છે.

    મહાભારતમાં કર્ણના મુખે જ કહેવાયું છે ને? સુતો વા સુતપ્રુત્રો વા યોવા કોવા ભવામ્હ્યં …. સુત હોઉં, સુત-પ્રૂત્ર હોઉ કે પછી ગમે તે હોઉં પરાક્રમ તો મારા જ હાથની વાત છે ને?

    -ભરત ત્રિવેદી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment