आज भी पार जा नहीं सकता,
आज भी तैरना नहीं आता।
सोच में रोज़ डूब जाता हूँ…
– मिलिन्द गढवी

ધબકારાનો વારસ – અશરફ ડબાવાલા

છે તારી અંદર માણસ છે તું ઢાંકપિછોડો રે’વા દે,
એ અજવાળું નહિ ફાનસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

તું સોપો છાતી સરસો ચાંપી રાખ હ્રદયની સોંસરવો;
એ ધબકારાનો વારસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

આ પથરાળા રસ્તાની ઠેશે આપ્યો જયજયકાર તને;
પણ તારું સપનું આરસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

મનથી મન એક થવાનો ઉત્સવ ઊજવી લે મનની ખાતર;
સૌને પોતાનું માનસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

તું એક ઠરેલી જામગરી પર ગઝલ લખે ને ગામ રડે;
ને તારે ગજવે બાકસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

– અશરફ ડબાવાલા

શું છુપાવી શકાય ? અને, છુપાવીને ક્યાં સુધી ચાલી શકાય ? ઢાંકપિછોડો છોડીને, જાતને ખુલ્લી કરવાનું  કવિ કહે  છે. કબીરે ઘૂંઘટ કે પટ ખોલ કહેલું  એ જ વાત અહીં ઢાંકપિછોડો રે’વા દેમાં આવી છે.

આપણી અંદર અજવાળું નથી પણ ફાનસ છે – જેને જાતે પેટવીએ તો જ પ્રકાશ થાય. સોપો અને ધબકારો બન્ને એકબીજાની સાથે અતૂટ રીતે જોડાયેલા છે. ધબકારા જેટલો જ સોપો પણ જરૂરી છે. (મેડિકલ લાઈનના માણસો systole અને diastole બન્ને સરખા મહત્વના છે સમજે છે) ભલે ગમે તેટલો યશ મળે પણ માંહેલું સપનું સેવવાનું ભૂલાય નહીં એ જોતા રહેવું. માણસ તો અલગ માનસ મળવાના જ – આપણું કામ તો એ બધા ય અલગ માનસને અડકી લેવાનું છે.  માણસ પોતાની અંદરની ‘ચિનગારી’ને ભૂલી જાય તો એની રચનાઓ ‘ઠંડી અને ઠરેલી’ જ રહેવાની.

12 Comments »

  1. sudhir patel said,

    August 2, 2010 @ 9:08 PM

    અશરફભાઈની જાણીતી અને માનીતી દમદાર ગઝલ!
    સુધીર પટેલ.

  2. રાકેશ ઠક્કર, વાપી said,

    August 2, 2010 @ 11:10 PM

    દરેક શેરમાં ગ્યાન દર્શન છે.
    તું એક ઠરેલી જામગરી પર ગઝલ લખે ને ગામ રડે;
    ને તારે ગજવે બાકસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

  3. વિવેક said,

    August 3, 2010 @ 1:45 AM

    સ-રસ !

  4. minesh shah said,

    August 3, 2010 @ 2:37 AM

    ખુબ જ સ..ર..સ

  5. Pushpakant Talati said,

    August 3, 2010 @ 4:47 AM

    વાહ ! સ ર સ – અને – સુન્દર અભિવ્યક્તિ .

    ” આપણી અંદર અજવાળું નથી પણ ફાનસ છે – જેને જાતે પેટવીએ તો જ પ્રકાશ થાય. ” ખરેખર અફલાતુન statement હો .

  6. DR Bharat Makwana said,

    August 3, 2010 @ 7:12 AM

    તું એક ઠરેલી જામગરી પર ગઝલ લખે ને ગામ રડે;
    ને તારે ગજવે બાકસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

    આ એક જ શેર ઘણુંબધું કહી જાય છે!

  7. pragnaju said,

    August 3, 2010 @ 7:53 AM

    મનથી મન એક થવાનો ઉત્સવ ઊજવી લે મનની ખાતર;
    સૌને પોતાનું માનસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.
    ખૂબ સુંદર
    જો માણસ એકવાર દ્રઢ નિશ્ચય કરી લે તો પછી તેના માર્ગમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે તો પણ તે પોતાના સંકલ્પબળથી બધી મુશ્કેલીઓને પાર કરી શકે છે. અને આવો જ માણસ જીવનમાં સફળ બની શકે છે. સુખી થવાની આથી મોટી ચાવી બીજી કઈ હોઈ શકે ?

    તું એક ઠરેલી જામગરી પર ગઝલ લખે ને ગામ રડે;
    ને તારે ગજવે બાકસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.
    ત્યારે મનમાં કવિ ગોપાલ શાસ્ત્રીનો આ શેર રમતો હતો
    હોય જેને જળભરેલાં વાદળોની ઝંખના,
    ધોમ ધખતા તાપમાં એણે સળગવું જોઈએ.

  8. Girish Parikh said,

    August 3, 2010 @ 10:33 AM

    અશરફને સલામ.

    પહેચાન આ લખનારને થઈ ગૈ છે આપની!
    ને એના ‘સ્મરણ’ ઝરણમાં યાદી છે આપની.

    http://www.girishparikh.wordpress.com બ્લોગ પર નીચેના પોસ્ટ વાંચશોઃ

    ગઝલની સુરાહી (ગઝલ)
    (અશરફ ડબાવાલાની પ્રેરણાથી લખાયેલી આ મારી પહેલી ગઝલ એમને જ અર્પણ કરી છે.)

    ‘ધબકારાનો વારસ’ના ધબકારા’: ૧,૨, ૩, ૪ (ગિરીશના ભાવ પ્રતિભાવ)
    (‘ધબકારાનો વારસ’ અશરફનો ગઝલ – ગીત – અછાંદસ કાવ્યોનો સંગ્રહ છે.)

    ’Schizophrenia’
    Rendering of a Gujarati poem of Asharaf Dabawala into English.
    Indeed, ’Schizophrenia’ is one of the Gujarati poems of international appeal.

    –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા E-mail: girish116@yahoo.com

  9. Gaurang Thaker said,

    August 3, 2010 @ 10:33 AM

    તું સોપો છાતી સરસો ચાંપી રાખ હ્રદયની સોંસરવો;
    એ ધબકારાનો વારસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.
    શુ શેર છે…વાહ કવિ વાહ..

  10. deepak trivedi said,

    August 4, 2010 @ 7:38 AM

    આ પથરાળા રસ્તાની ઠેશે આપ્યો જયજયકાર તને;
    પણ તારું સપનું આરસ છે તું ઢાંકપિછોડો રે’વા દે
    —ખુબ સરસ

  11. વિહંગ વ્યાસ said,

    August 4, 2010 @ 12:53 PM

    ખૂબજ સુંદર ગઝલ. સલામ છે કવિને.

  12. pandya yogesh said,

    August 6, 2010 @ 10:29 PM

    મનથી મન એક થવાનો ઉત્સવ ઊજવી લે મનની ખાતર;
    સૌને પોતાનું માનસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

    વાહ કવિ વાહ.. સલામ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment