હું દીવાનું શાંત અજવાળું હતો,
તેં પવન ફૂંકીને અજમાવ્યો મને.
અંકિત ત્રિવેદી

ગઝલ – ઉર્વીશ વસાવડા

નીર છે ઊંડા પતાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?
ને ઉપરથી આભ બાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?

બાગ જાણે કે નિભાડો થઈ ગયો બળબળ થતો
પ્રશ્ન છે આવા ઉનાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?

આભ બળતું, નીર ઓછાં ને દૂષિત વાતાવરણ
આ પ્રતિકુળતા વચાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?

નષ્ટ થઈ જાતી નવી કૂંપળ બધી વિકસ્યા વિના,
પર્ણ સૂકાં ડાળ ડાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?

ક્યાંક વર્ષા ભર શિયાળે, ને કશે શ્રાવણ સૂકા,
જો નિયમ કુદરત ન પાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?

– ઉર્વીશ વસાવડા

સાદ્યંત વૃક્ષપ્રેમની મુસલસલ ગઝલ… ગઝલ વાંચીએ અને એક વૃક્ષને જીવવાનું બહાનું પણ આપીએ…

9 Comments »

  1. Manoj Joshi said,

    August 7, 2010 @ 2:55 AM

    Nice…thoughts are good..when people think do not thinks abt humans, their is someone, who is thinking abt enviornment…..great..! I welcome

  2. kanchankumari. p.parmar said,

    August 7, 2010 @ 5:57 AM

    નહિ મળે એક પર્ણ યે લિલુઃ બધી યે વનરાજિ ગ્રહિ ગઈ છે જ્વાળા !

  3. pragnaju said,

    August 7, 2010 @ 7:50 AM

    સુંદર ગઝલ
    આભ બળતું, નીર ઓછાં ને દૂષિત વાતાવરણ
    આ પ્રતિકુળતા વચાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?

    નષ્ટ થઈ જાતી નવી કૂંપળ બધી વિકસ્યા વિના,
    પર્ણ સૂકાં ડાળ ડાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?
    જાણે અમારા વિચારો,,,વેદનામય અભિવ્યક્તીમા ઢાળી દીધા

  4. jigar joshi 'prem' said,

    August 7, 2010 @ 11:50 AM

    અતિ સુઁદર રચના….

  5. ધવલ said,

    August 7, 2010 @ 5:10 PM

    બાગ જાણે કે નિભાડો થઈ ગયો બળબળ થતો
    પ્રશ્ન છે આવા ઉનાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?

    – અસરદાર !

  6. કિરણસિંહ ચૌહાણ said,

    August 7, 2010 @ 11:20 PM

    વૃક્ષની વ્યથા અને વાસ્તવિકતા વ્યક્ત કરતી સંવેદનશીલ ગઝલ.

  7. Bharat Trivedi said,

    August 8, 2010 @ 9:53 AM

    એક સરળ ઉપાય છે. એક કાવ્ય-સંચય છપાય ત્યારેય વૃક્ષની કત્લ થતી હોય છે! વૃક્ષનું બલિદાન સાર્થક થાય તેવું જ છપાતું હોય તો? આજકાલ જોવા મળતી ગઝલો કરતાં અલગ જ વિષયને લઈ આવતી આ ગઝલમાં મને ઘણો રસ પડ્યો.

    -ભરત ત્રિવેદી

  8. Viru said,

    August 9, 2010 @ 8:06 AM

    સુન્દર રચના

  9. Pushpakant Talati said,

    June 27, 2016 @ 12:34 AM

    ખરેખર સરસ સંદેશ છે. – પર્યાવરણ બચાવો ની દુનિયા આખી માં બુમરાણ પડી છે અને વૃક્ષ ની કોઈ ને ક્યાં પડી છે ? – આ સરસ ગઝલને મને એક વધારાની કડી જોડવાની ઈચ્છા થઈ – તેથી પ્રસ્તુત છે ઃ-
    -કુદરત લે છે સંભાળ પણ; માનવી આ સ્વાર્થથી
    – કાઢે નિકંદન વૃક્ષ નું – આ વૃક્ષ જીવે કઈ રીતે ?

    આભાર
    પુષ્પકાન્ત તલાટી નાં જયશ્રી રામ – જય હનુમાન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment