અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે ?
અનિલ ચાવડા

અસંખ્ય ઝાંઝવા – રમેશ પારેખ

અસંખ્ય ઝાંઝવા ઘરની હવામાં ભટકે છે,
પછીથી હાથની રેખા બનીને અટકે છે.

હવે આ વૃક્ષને કેવી રીતે હું વૃક્ષ કહું ?
વસંત ડાળીએ બેસે તો ડાળ બટકે છે !

દીવાલ જેવી સલામત જગાઓ શોધીને
જુઓ, બધાં જ છબીમાં નિરાંતે લટકે છે.

– રમેશ પારેખ

પૂરી ન થઈ શકે એવી ઈચ્છાઓ આખરે હાથની રેખામાં, ભાગ્ય આગળ આવીને અટકે છે. સાદીસીધી લાગતી વાતમાં ઊંડો અર્થ ને આગવી અભિવ્યક્તિ = રમેશ પારેખ !

3 Comments »

  1. વિવેક said,

    September 30, 2006 @ 3:08 AM

    સુંદર ગઝલ… ત્રણેય શેર મજાના છે…

  2. chintan said,

    February 6, 2008 @ 6:20 AM

    બહુ જ સરસ શેર ચ્હે પણ જો આખી ગઝલ હોય તો માજા આવી જાય.

  3. shrinidhi said,

    October 19, 2011 @ 10:30 AM

    અસંખ્ય ઝાંઝવા ઘરની હવામાં ભટકે છે,
    પછીથી હાથની રેખા બનીને અટકે છે.

    હવે આ વૃક્ષને કેવી રીતે હું વૃક્ષ કહું ?
    વસંત ડાળીએ બેસે તો ડાળ બટકે છે !

    ઉઘાડી આંખમાં છલકે અશંખ્યા શમણા
    ભીડેલી પાપણો વીંધી તમામ છટકે છે

    મરણગતિએ મળી લઈએ એકબીજાને-
    એક ઘરમાં બે ખંડની જુદાઈ ખટકે છે

    દીવાલ જેવી સલામત જગાઓ શોધીને
    જુઓ, બધાં જ છબીમાં નિરાંતે લટકે છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment