ચાહ માણસની મહત્તમ જ્યારે થાય,
શાંત મધદરિયા સમો દેખાય છે.
વિવેક મનહર ટેલર

ઉમાશંકર વિશેષ :૦૪: આજ મારું મન માને ના

UJ

(ચિત્રકાર : રજની વ્યાસ)

*

આજ મારું મન માને ના.
કેમ કરી એને સમજાવું,
આમ ને તેમ ઘણું ય રીઝાવું;
રેઢું મૂકી આગળ શેં જાવું ?
વાત મારી લે કાને ના.
આજ o

ચાલ, પણે છે કોકિલ સારસ,
આવ, અહીં છે મીઠી હસાહસ;
દોડ, ત્યાં લૂંટીએ સાહસનો રસ.
સમજતું કોઈ બાને ના.
આજ o

ના થઈએ પ્રિય છેક જ આળા,
છે જગમંડપ કંઈક રસાળા;
એ તો જપે બસ એક જ માળા,
કેમ મળે તું આને ના.
આજ o

– ઉમાશંકર જોશી

સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર : શ્રેયા ઘોષાલ

[audio:http://urmisaagar.com/saagar/audio/aaj maaru mann mane naa – Umashankar Joshi]

શ્રી ઉમાશંકરજીની કવિતામાં વિષયનું ખૂબ જ વૈવિધ્ય જોવા મળે છે.  એમનાં કાવ્યો આપણને પ્રણય, પ્રકૃતિ, માણસ અને વતનથી માંડીને છેક માનવીનાં મન સુધી લઈ જાય છે.  પોતાના ચંચળ અને અડબંગ મનને વારંવાર સમજાવવું એ આપણા સૌનો નિત્ય અનુભવ છે.  જેને કવિએ અહીં ખૂબ જ સ-રસ રીતે આ ગીતમાં કંડાર્યો છે.  પોતાના મનની સાથે સંવાદ કરવો એનું નામ જ કવિતા !

11 Comments »

  1. Kalpana said,

    July 23, 2010 @ 5:22 PM

    ખરેજ! મન ક્યારેક ન માને તો ન જ માને.
    સુઁદર રચના. સલામ કવિવરને.
    કલ્પના

  2. ધવલ said,

    July 23, 2010 @ 6:06 PM

    આજ મારું મન માને ના.
    કેમ કરી એને સમજાવું,
    આમ ને તેમ ઘણું ય રીઝાવું;
    રેઢું મૂકી આગળ શેં જાવું ?
    વાત મારી લે કાને ના.

    પ્રિય ગીત !

  3. Ramesh Patel said,

    July 23, 2010 @ 11:13 PM

    ગુરુ દત્તાત્રેયે દરેક જગ્યાએ કોઈ બોધ ભાળી સૌને ગુરુ ઘણેલા એ
    વાત આપની બ્લોગ પોષ્ટ દ્વારા ઝબકી ગઈ.સરસ સંદેશો .
    રમેશ પટેલ(આકાશદીપ)

  4. Jignesh Adhyaru said,

    July 24, 2010 @ 12:20 AM

    ખૂબ સરસ, શ્રી ઉમાશંકર જોશીની રચનાઓ દરેક વખતે કાંઈક નવું દર્શન કરાવી જાય છે…

  5. વિવેક said,

    July 24, 2010 @ 1:56 AM

    ખૂબ જ જાણીતી રચના… મારી પાસે આ ગીત અન્ય સ્વરાંકનમાં પણ છે.. જો જડી આવે તો ઉમેરવાની કોશિશ જરૂર કરીશ…

  6. bhargav thaker said,

    July 24, 2010 @ 6:37 AM

    ખુબ સુંદર અને પ્રિય ગિત આ રીતે વાંચવા અને સાંભળવા પણ મળે તો અત્યન્ત આનંદ થાય. ખુબ ખુબ આભર અને અભિનંદન.

  7. Ajitsinh Bhatti said,

    July 24, 2010 @ 8:11 AM

    “મારુ મન માનેના” કવિ શ્રી ઉમાશંકર જૉષી ની આ કાવ્ય પક્તિ નુ સ્વરાંકન અને ગાયકી જે રીતે અહીં મૂક્યા છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે. આપણા ગુજરાતી સાહિત્યનો વ્યાપ અને વિવિધતા આવડા મોટા પરિપ્રેક્ષમાં ઇન્ટરનેટના માધ્યમ દ્વારા માણી શકાશે એવી ” કલ્પના ” ન હતી, પરંતુ એની મોજ માણી શક્યો એનો વિશેષ આનંદ હૈયે વરતાય છે. — અજીત ભટ્ટી

  8. Sandhya Bhatt said,

    July 25, 2010 @ 8:49 AM

    ઉમાશંકર જોષીની રચનાઓ સૂર-શબ્દમાં સાથે મૂકીને તમે ઉત્સવ-ટાણું રચી દીધું છે.ઘેર બેઠાં આવી મઝા આપવા માટે આભાર.

  9. Bharat Patel said,

    July 25, 2010 @ 9:19 AM

    સુન્દર કાવ્ય રચના અને કાવ્ય પક્તિ નુ સ્વરાંકન અને ગાયકી મુક્વા બદલ ખુબ આભાર્.

  10. Hasmukh Shah said,

    September 23, 2016 @ 12:17 PM

    Very touching ! Rare poem from Great Poet Umashanker Joshi.

  11. Naresh Kapadia said,

    July 20, 2022 @ 11:45 AM

    કેવું સુંદર ગીત ! કેવી સુંદર રજૂઆત ! આ તો સૌના મનની વાત ! અભિનંદન.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment