આપણો સબંધ તો અટકી ગયો,
ને સ્મૃતિની વેલ પાંગરતી રહી.
– આદિલ મન્સૂરી

ભૂંસાતા જતા ગુજરાતના સાહિત્યલક્ષી સામાયિકો

રીડ ગુજરાતી.કોમ પર મૃગ્રેશે આજે ભૂલાતા જતા ગુજરાતી સામાયિકો વિષે સરસ લેખ પ્રગટ કર્યો છે. ગુજરાતી સાહિત્યના વિકાસમાં પાયાનું કામ કરતા આ સામાયિકો આર્થિક તકલીફોથી સામે સતત ઝઝૂમી રહ્યાં છે. ભારતના સૌથી સંપન્ન રાજ્યોમાંથી એક હોવા છતાં આપણે આપણી ભાષા અને સાહિત્ય માટે કાંઈ કરતા કે કરી શકતા નથી. ગુજરાતી સાહિત્યના મોભ જેવું ‘કુમાર’ પણ થોડા વખત પર બંધ થઈ ગયું હતું એનાથી વધારે ચોંકાવનારી વાત તો કઈ હોય શકે? એ તો સદનસીબે ફરી શરૂ થયું છે પણ બીજા કેટલાય સામાયિકો મરવાના વાંકે જીવી રહ્યાં છે. ‘શું શા પૈસા ચાર’વાળુ મહેંણું આપણે ક્યાં સુધી સાંભળતા રહીશું ?

3 Comments »

  1. piyush said,

    September 18, 2006 @ 4:07 PM

    I tried to find this article but did not find it. Any direct link?

    -Piyush

  2. ધવલ said,

    September 18, 2006 @ 11:01 PM

    I updated the link. It now points directly to the article.

  3. વિવેક said,

    September 19, 2006 @ 6:53 AM

    પ્રિય મૃગેશભાઈ,

    આપના આ લેખ વિશે મારી કૉમેન્ટ આપવામાં દેખીતો વિલંબ થયો છે પણ મારે કેટલીક પૂરક માહિતી આપવાની હતી, પરિણામે સમય વહેતો રહ્યો. આપે જે માહિતી પૂરી પાડી છે એ અદભૂત છે અને ખાસ્સી યોગ્ય સમયે પૂરી પાડી છે. આ કૉમેન્ટ વાંચનાર તમામ મિત્રોને વિનંતી કે એમના તમામ ઈ-મિત્રોને આ લેખ જરૂરથી ફોરવર્ડ કરે. પરબ, શબ્દસૃષ્ટિ, અખંડઆનંદ, નવનીતસમર્પણ અને જનકલ્યાણ તો આ યાદીમાંથી મારે ત્યાં આવે જ છે. પણ એ ઉપરાંત જે યાદી મૃગેશભાઈએ રજૂ કરી છે એ સાચે જ સરાહનીય છે. મારે ત્યાં આ યાદી ઉપરાંત અન્ય ચાર ગુજરાતી સામયિકો આવે છે, જેમાનાં બે તો ગુજરાતી સાહિત્ય જગતમાં કદાચ શિરમોર ગણાય છે એટલે એમની માહિતી આપવી હું ગુજરાતી ભાષાના અદના ચાહક તરીકે મારે નમ્ર ફરજ ગણું છું:

    1)
    નામ : ‘કુમાર’
    તંત્રી : શ્રી ધીરુ પરીખ
    પ્રકાર : માસિક
    લવાજમ :
    ભારતમાં ત્રિ-વાર્ષિક રૂ. 500
    વિદેશમાં (ઍરમેલ) વાર્ષિક : રૂ. 1000/ $ 25.
    સરનામું :
    કુમાર ટ્રસ્ટ, 1454, રાઈપુર ચકલા, પોલીસ ચોકીની પાછળ, બઉવાની પોળ સામે, અમદાવાદ-1. ગુજરાત
    ફોન : 91 – 79 – 22143745
    વિગત :
    પૂરા પરિવારનું સર્વલક્ષી સુરુચિપૂર્ણ સામયિક. કુમારમાં વાર્તા કે કવિતા છપાવા માત્રથી લેખક કે કવિ તરીકે માન્યતા મળી જાય એટલી પ્રતિષ્ઠા પામેલું 79 વર્ષ જૂનું માસિક. ગુજરાતી સાહિત્ય ના સમાચારો, વાર્તાઓ, સમીક્ષાઓ, વિવેચનો, કાવ્યો તેમજ કાવ્યોનો આસ્વાદ, ચિત્રો, નિબંધો વિ. આશરે 74 પાના. ભારતમાં લવાજમ મની ઓર્ડર તેમજ ‘કુમાર ટ્રસ્ટ’ ના નામે ચેક/ડ્રાફટ થી મોકલી શકાય છે. બહારગામના ચેક સ્વીકારાતાં નથી. છુટક નકલ ની કિંમત રૂ. 30 છે.

    2)
    નામ : ‘કવિતા’
    તંત્રી : શ્રી સુરેશ દલાલ
    પ્રકાર : દ્વિ-માસિક
    લવાજમ :
    ભારતમાં વાર્ષિક રૂ. 200
    વિદેશમાં વાર્ષિક : (ઍરમેલ) રૂ. 425, (સીમેલ) રૂ. 280.
    સરનામું :
    સર્ક્યુલેશન મેનેજર, જન્મભૂમિ ભવન, જન્મભૂમિ માર્ગ, કોટ, પોસ્ત બૉક્સ નં. 62, મુંબઈ- 400001 ફોન : 91 – 22 – 22870831/2/3
    વિગત :
    ફક્ત કવિતાઓનું જ દ્વિ-માસિક. કાવ્યજગતમાં શિરમોર. આશરે 50 પાના. ભારતમાં લવાજમ મની ઓર્ડર તેમજ ‘Saurashtra Trust’ ના નામે ડ્રાફટ થી મોકલી શકાય છે. બહારગામના ચેક સ્વીકારાતાં નથી. છુટક નકલ ની કિંમત રૂ. 40 છે.

    3)
    નામ : ‘બુદ્ધિપ્રકાશ’
    તંત્રી : શ્રી મધુસૂદન પારેખ, રમેશ શાહ
    પ્રકાર : માસિક
    લવાજમ :
    ભારતમાં વાર્ષિક રૂ. 80
    વિદેશમાં – સરનામું :
    ગુજરાત વિદ્યાસભા, પ્રેમાભાઈ હૉલ, ભદ્ર, અમદાવાદ-380001. ગુજરાત
    ફોન : 91 – 79 – 25507136
    વિગત :
    ગુજરાતી સાહિત્ય ના સમાચારો, વાર્તાઓ, સમીક્ષાઓ, વિવેચનો, કાવ્યો તેમજ કાવ્યોનો આસ્વાદ, વિ. આશરે 34 પાના. ભારતમાં લવાજમ ‘ગુજરાત વિદ્યાસભા’ ના નામે ચેક/ડ્રાફટ થી મોકલી શકાય છે. બહારગામના ચેક સ્વીકારાતાં નથી. છુટક નકલ ની કિંમત રૂ. 8 છે.

    4)
    નામ : ‘કવિ’
    તંત્રી : શ્રી મનોજ શાહ, દિલીપ શાહ
    પ્રકાર : દ્વિ-માસિક
    લવાજમ :
    ભારતમાં વાર્ષિક રૂ. 100
    આજીવન : રૂ. 1500
    વિદેશમાં (ઍરમેલ) વાર્ષિક : $ 11 અથવા 5 પાઉન્ડ.
    સરનામું :
    પ્રો. મનોજકુમાર શાહ, 18, મહર્ષિ અરવિંદ સૉસાયટી, લુણાવાડા – 389230 ફોન : 91 – 2674 – 250273/255014
    વિગત :
    માત્ર કવિતાઓ અને પુસ્તક-વિવેચન તથા કવિતાલક્ષી જ્ઞાનનું સામયિક. આશરે 34 પાના. ભારતમાં લવાજમ ‘કવિ(દ્વૈમાસિક)’ના નામે ચેક/ડ્રાફટ થી મોકલી શકાય છે.

    -આશા રાખું આ માહિતી પણ ઉપયોગી નીવડશે.
    -વિવેક
    http://www.vmtailor.com

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment