રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની,
સિન્ધુના ઉરમાં તો ઉઠશે અમી-વાદળી !
પૂજાલાલ

ભગવતી-વિશેષ : તરહી મુશાયરો… (ભાગ- ૨)

ગઈકાલે આપણે શ્રી ભગવતીકુમાર શર્માની છોત્તેરમી વર્ષગાંઠ નિમિત્તે કવિશ્રીની અલગ-અલગ ગઝલની પંક્તિઓ પર પોતાની ગઝલ રચી  સુરત ખાતે યોજેલ તરહી મુશાયરાની એક ઝલક માણી… આજે ભાગ બીજો..

*

IMG_4689

ખુલ્લાં હૃદયનાં દ્વાર, ઉમળકોય જોઈશે,
મોટું મકાન, દોસ્ત ! ઉતારો નહીં બને.

તેથી જ હું હવે તો તમારો બની ગયો,
પડછાયો મારો કોઈ દી મારો નહીં બને.

-ગૌરાંગ ઠાકર

*

IMG_4693

ઉતાવળ ક્યાં હતી આંખોને પાણીદાર થાવાની ?
અમસ્તા તોય લોકો જાય છે એને રડાવીને.

ગઝલ જેવું જ જીવન હોય તો બસ, એટલી રાહત,
કે જીવી તો જવાશે બસ જરા એને મઠારીને.

– દિવ્યા મોદી

*

IMG_4711

સ્પર્શોનો ભવ્યરમ્ય એ ઉત્સવ થતો નથી,
હરદમ એ તાજગીનો અનુભવ થતો નથી.

આંસુઓ મારા ક્યાં જઈ સંતાડ્યા, પ્રિયે !
સાડીનો છેડો પણ હવે પાલવ થતો નથી.

– ડેનિશ જરીવાલા

*

IMG_4716

આ ઝાડવે ને પાંદડે જૂનું થયું હવે,
કંડારવું છે નામ તારા કાળજે મને.

હું કાફિયા તારી ગઝલનો સાવ અટપટો,
મત્લાથી લઈ મક્તા સુધી નિભાવજે મને.

– કવિતા મૌર્ય

*

IMG_4696

ફાટેલ ગોદડી ફરી સાંધી શકાય છે,
ખોવાઈ છે જે હૂંફ, ક્યાં પાછી લવાય છે ?

અકબંધ આપણાથી તો અહીં ક્યાં જીવાય છે ?
મ્હોરું ઉતારું છું તો ચહેરો ચિરાય છે.

-સુનીલ શાહ

*

IMG_4726

હોવાપણાંમાં કોઈ ઉણપ હોવી જોઈએ,
પ્રતિબિંબ જોતાં લાગે, અરીસો ચિરાય છે.

આવે નહીં અવાજ ને આંસુ ઢળી પડે,
જ્યારે કોઈ હૃદયનો ભરોસો ચિરાય છે.

– પ્રમોદ અહિરે

*

IMG_5167

હજી ક્યાં પ્રણયની સમજ આવી છે,
હૃદય છે, અહર્નિશ બળે પણ ખરું.

અમે તો કિનારે જ તરતાં રહ્યાં,
ડૂબ્યાં હોત તો કંઈ મળે પણ ખરું.

– જનક નાયક

*

IMG_4676[1]

એ રીતે બધી વાતે સમાધાન બનીશું,
જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.

પગમાં યદિ ન હોય જો સ્વપ્નોના પગરખાં,
રસ્તા ઊઠીને બોલશે, વ્યવધાન બનીશું.

– વિવેક મનહર ટેલર

22 Comments »

  1. pragnaju said,

    June 19, 2010 @ 5:16 AM

    ફ્રરીથી ખૂ બ સ ર સ કાર્યક્રમના અભિનંદન
    તેમાં આ વિશેષ ગમ્યા
    ખુલ્લાં હૃદયનાં દ્વાર, ઉમળકોય જોઈશે,
    મોટું મકાન, દોસ્ત ! ઉતારો નહીં બને.
    ગઝલ જેવું જ જીવન હોય તો બસ, એટલી રાહત,
    કે જીવી તો જવાશે બસ જરા એને મઠારીને.
    હું કાફિયા તારી ગઝલનો સાવ અટપટો,
    મત્લાથી લઈ મક્તા સુધી નિભાવજે મને.
    અકબંધ આપણાથી તો અહીં ક્યાં જીવાય છે ?
    મ્હોરું ઉતારું છું તો ચહેરો ચિરાય છે.
    હોવાપણાંમાં કોઈ ઉણપ હોવી જોઈએ,
    પ્રતિબિંબ જોતાં લાગે, અરીસો ચિરાય છે.
    અમે તો કિનારે જ તરતાં રહ્યાં,
    ડૂબ્યાં હોત તો કંઈ મળે પણ ખરું.
    એ રીતે બધી વાતે સમાધાન બનીશું,
    જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.

  2. Bharat Trivedi said,

    June 19, 2010 @ 8:08 AM

    હું કાફિયા તારી ગઝલનો સાવ અટપટો,
    મત્લાથી લઈ મક્તા સુધી નિભાવજે મને.

    – કવિતા મૌર્ય

    ગઝલમા કાફિયા નિભાવવા પડે તેમ જિવનમા પણ સાવ અટપટા પણ “કાફિયા” નિભાવવા પડે છે. નિભાવવાના હોઇ છે ને?

    -ભરત ત્રિવેદેી

  3. Girish Parikh said,

    June 19, 2010 @ 8:50 AM

    As I do often I first read the comments ! Reading those of Bharat Trivedi and Pragnaju bahen, decided to write about these two posts in the ‘Girishna Bhava Pratibhava’ department of the Blog http://www.girishparikh.wordpress.com. Would inform here when I post my Bhava Pratibhava. Stay tuned !

  4. mahesh dalal said,

    June 19, 2010 @ 9:27 AM

    આયોજન સુન્દેર .. ગમ્યુ..

  5. Girish Parikh said,

    June 19, 2010 @ 9:43 AM

    આ પોસ્ટની ફરીથી મુલાકાત લેતાં પોસ્ટની ઉપર જોગાનુજોગ વિવેકની આ પંક્તિઓ વાંચીઃ

    કોઈની ઈચ્છા મને એ તીવ્રતાથી સાંપડો,
    રોમે-રોમે વાલિયાના જેમ ફૂટ્યો રાફડો.
    વિવેક મનહર ટેલર

    અને વિવકમાં જેમને આનંદ હતો એવા એક મહાપુરુષ વિશેનો વિચાર મનમાં ઝબક્યો. એના વિશે http://www.girishparikh.wordpress.com બ્લોગના ‘ગિરીશના ભાવ પ્રતિભાવ’ વિભગમાં લખીશ.

  6. sudhir patel said,

    June 19, 2010 @ 12:06 PM

    સુંદર કાર્યક્રમ અહીં તસ્વીર સાથે બે ભાગમાં માણવાની મજા આવી.
    મુ. કવિશ્રી ભગવતીકુમાર શર્માને ૭૬મા જન્મ-દિવસ પર હાર્દિક વધાઈ અને અભિનંદન!
    સુધીર પટેલ.

  7. કિરણસિંહ ચૌહાણ said,

    June 19, 2010 @ 11:36 PM

    તમામ ગઝલકારોની સુંદર પંક્તિઓથી મન રાજી થઇ ગયું. ખાસ કરીને તાજા કવિ ડેનિશની પંક્તિઓ ગઝલના ઉજજવળ ભાવિની દ્યોતક છે.

  8. વિહંગ વ્યાસ said,

    June 20, 2010 @ 2:53 AM

    ખૂબજ સરસ. બંને ભાગ માણ્યાં. આયોજકો અને કવિઓને અભિનંદન.

  9. Sandhya Bhatt said,

    June 20, 2010 @ 6:15 AM

    મઝા આવી ગઈ.બધા જ કવિઓના ફોટા અને શેર…આયોજન માટે અભિનંદન.

  10. sapana said,

    June 20, 2010 @ 8:16 AM

    અભિનંદન!! ખૂબ જ મજા આવી..શ્રેષ્ઠ પંક્તિઓ વાંચવા મળી અને કવિઓના ફોટા પણ! શ્રી ભગવતીકુમારભાઈને જ્ન્મદિવસ મુબારક!!
    સપના

  11. Pinki said,

    June 20, 2010 @ 10:47 AM

    અભિનંદન !

  12. preetam lakhlani said,

    June 21, 2010 @ 11:21 AM

    હું કાફિયા તારી ગઝલનો સાવ અટપટો,
    મત્લાથી લઈ મક્તા સુધી નિભાવજે મને.

    – કવિતા મૌર્ય
    બ હુ જ સ ર સ્…..લાજવાબ્…….ઇશાદ્………લખતા રહો…..

  13. preetam lakhlani said,

    June 21, 2010 @ 11:28 AM

    બેન કવિતા…આ શેર બાદ તમે કહી પણ ન લખો તો પણ તમને આવ નારો સમય યાદ કરશે, બાકી ધણા એવા સાયર છે કે જિદગી આખી ગઝલ લખવામા ખચી નાખે પણ એક સારો શેર આપણને તેના ૫૦ સગ્રહ મા ન જડૅ!!!!!!!

  14. preetam lakhlani said,

    June 21, 2010 @ 11:35 AM

    આંસુઓ મારા ક્યાં જઈ સંતાડ્યા, પ્રિયે !
    સાડીનો છેડો પણ હવે પાલવ થતો નથી.

    ભાઈ ડેનિશ જરીવાલાનો આ શેર પણ કાબિલે દાદ છે, જયા લગી સુરતમા આવા યુવાનો સાયર છે ત્યા લગી ગુજરાતી ભાષાને કોઈ આચ નહી આવે!

  15. PRADIP SHETH BHAVNAGAR said,

    June 24, 2010 @ 12:51 AM

    હું કાફિયા……ખૂ…..બજ….સ…રરર….. …શેર્
    કવિતા ને ધન્યવાદ……..

    ગઝલ જેવું જ જિવન……
    દિવ્યા ને પણ્..ધન્યવાદ…..

  16. Girish Parikh said,

    June 30, 2010 @ 12:22 PM

    ૧૯૫૦ના દસકામાં સૂરતથી વનરાજ માળવીના તંત્રીપદે પ્રગટ થતા ‘ગાંડીવ’ બાળમાસિકમાં મારાં બાળગીતો, વાર્તાઓ, નાટિકાઓ વગેરે પ્રગટ થતાં. મારી યાદ મુજબ મેં એ વખતના ‘ગાંડીવ’ના કોઈ અંકમાં પૂજ્ય ભગવતીકુમાર શર્માનું ગીત પણ વાંચ્યું છે. પુજ્ય ભગવતીકુમાર મને girish116@yahoomail.com ઇ-મેઇલ એડ્રેસ પર જણાવશે તો આનંદ થશે.

    અહીં ‘લયસ્તરો’ પર કોમેન્ટ કરીને જણાવે તો પણ સરસ.
    – -ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા

  17. Girish Parikh said,

    August 2, 2010 @ 8:03 PM

    આ પોસ્ટની ફરીથી મુલાકાત લેતાં પોસ્ટની ઉપર જોગાનુજોગ વિવેકની આ પંક્તિઓ વાંચીઃ

    કોઈની ઈચ્છા મને એ તીવ્રતાથી સાંપડો,
    રોમે-રોમે વાલિયાના જેમ ફૂટ્યો રાફડો.
    વિવેક મનહર ટેલર

    ‘શ્રી રામકૃષ્ણની નિર્વિકલ્પ સમાધિ (ગિરીશના ભાવ પ્રતિભાવ)’ લખવાની પ્રેરણા ઉપરની પંક્તિઓ વાંચીને મળી. એ લખાણ http://www.girishparikh.wordpress.com પર પોસ્ટ કર્યું છે. વાંચવા વિનંતી.

  18. Girish Parikh said,

    August 3, 2010 @ 8:04 PM

    ‘ભગવતી-વિશેષઃ તરહી મુશાયરો’ (ગિરીશના ભાવ પ્રતિભાવ) http://www.girishparikh.wordpress.com પર પોસ્ટ કર્યું છે. વાંચવા વિનંતી.

  19. Girish Parikh said,

    August 3, 2010 @ 8:06 PM

    ભગવતી વિશેષઃ તરહી મુશાયરો (ગિરીશના ભાવ પ્રતિભાવ)
    http://www.girishparikh.wordpress.com પર પોસ્ટ કર્યું છે. વાંચવા વિનંતી.

  20. ક્યાં એ હૃદયના આભમાં બીજું સમાય છે ! - સુનીલ શાહ | ટહુકો.કોમ said,

    January 4, 2011 @ 6:56 PM

    […] પર પોતાની ગઝલ રચી સુરત ખાતે યોજેલ તરહી મુશાયરામાં પ્રસ્તુત […]

  21. miheer shah(Jakarta -Indonesia) said,

    January 5, 2011 @ 12:12 AM

    શ્રી ભગવતીકુમાર શર્મા ખુબ સરસ કવિતા

    અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
    પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.

    ફટાણાંના માણસ, મરસિયાના માણસ;
    અમે વારસાગત સમસ્યાના માણસ.

    ‘કદી’થી ‘સદી’ની અનિદ્રાના માણસ;
    પ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ.

    અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ;
    સડકવન્ત ઝિબ્રાતા ટોળાના માણસ.

    શિખર? ખીણ? ધુમ્મસ? સૂરજ? કે કશું નૈં?
    ‘ટુ બી-નૉટ ટુ બી’ ની ‘હા-ના’ ના માણસ.

    ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું;
    અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ.

    મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે;
    હતા આપણે મૂળ તડકાના માણસ.

  22. HARSHVI PATEL said,

    May 30, 2011 @ 11:36 AM

    મજા આવી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment