મૂઠ્ઠીભર સુખ માંડ છૂપાવું,
ત્યાં દુનિયાની લાળ પડે છે.
નિનાદ અધ્યારુ

મળો તો- -જગદીશ જોષી

તમે સાંજે મળો તો મને એકલા મળો
કે મારા દિવસ આખાને વળે હાશ :
આવનારી રાતના ઝુમ્મરમાં સળગે નહીં
ઊના ઉજાગરાની પ્યાસ.

આંખો મીંચાય, પછી સમણું ઊગે-
એ તો નીંદરમાં બાવળની શૂળ;
ઝાંઝવાની જીવલેણ નદીયું પર બાંધો નહીં
વાયદાના ભાંગેલા પુલ :
એવી તે વાવી કઈ જીવતરમાં ભૂલ
કે તમે મળવામાં આટલા ઉદાસ !

ધોધમાર તડકો કંઈ આછો થયો
અને સાંજની હવા તો હવે બાવરી;
કાળી કાળી વાદળી ખુલ્લા આકાશમાં
વરસી નહીં કે નહીં આછરી :
આદરેલી વાત તમે અધવચ્ચે આંતરી
ને શબ્દોના ટૂંપાયા શ્વાસ !

– જગદીશ જોષી

અનેક આવરણો ઓઢીને આપણે આયખું વ્યતિત કરીએ છીએ….ઘણીવાર તો દર્પણ મૂંઝાતો હશે કે ઉપસ્થિત થનાર માનવ-આકારનો મૂળભૂત ચહેરો કયો હશે ! ઝંખના છે આવરણરહિત મિલનની…પરંતુ ઝંખનારે આવરણો ત્યજ્યા છે ખરા ? અમૃત ની કામના છે તો સમુદ્રમંથન અનિવાર્ય છે. ક્યાંક કશુંક ખૂટે છે તે વાત કાવ્યમાં ખૂબીથી વણાયેલી છે.

7 Comments »

  1. pragnajuvyas said,

    June 6, 2010 @ 6:32 AM

    આંખો મીંચાય, પછી સમણું ઊગે-
    એ તો નીંદરમાં બાવળની શૂળ;
    ઝાંઝવાની જીવલેણ નદીયું પર બાંધો નહીં
    વાયદાના ભાંગેલા પુલ :
    એવી તે વાવી કઈ જીવતરમાં ભૂલ
    કે તમે મળવામાં આટલા ઉદાસ !

    વાહ્

    યાદ આવી
    જીવનના પર્ણનું ઝાકળ છું આજની રાતે,
    મને ખબર છે, સવારે અલગ થવાનું છે.

    પીડાઓ કેમ થશે ખુદ અલગ તમારાથી ?
    પીડાથી જાતે તમારે અલગ થવાનું છે.

    ગઝલમાં ડૂબી જવું, જંપવું ગઝલ સર્જી,
    સ્વયંથી એક પ્રકારે અલગ થવાનું છે.

    અજબગજબનું સંબંધનું આ સત્ય રઈશ,
    નજીક આવી વધારે અલગ થવાનું છે.

  2. વિહંગ વ્યાસ said,

    June 6, 2010 @ 8:27 AM

    સુંદર ગીત. પ્રજ્ઞાબહેને ટાંકેલા રઇશભાઇનાં શેર પણ ગમ્યાં.

  3. ડૉ.મહેશ રાવલ said,

    June 6, 2010 @ 10:55 AM

    સુંદર ભાવવાહી રચનાનો અંતિમ બંધ વધારે ગમ્યો અને શ્રી વિવેકભાઈએ કરાવેલ ભાવ દર્શન રચનાને ઓર નિખારી ગયું.
    પ્રજ્ઞાબહેને ટાંકેલા અવતરણ પણ સુંદર.
    કવિએ ભીતરની વાતને વાચા આપી આગવી રીતે વણી છે અહીં.

  4. રાજની ટાંક said,

    June 6, 2010 @ 11:02 AM

    આંખો મીંચાય, પછી સમણું ઊગે-
    એ તો નીંદરમાં બાવળની શૂળ;
    ઝાંઝવાની જીવલેણ નદીયું પર બાંધો નહીં
    વાયદાના ભાંગેલા પુલ :
    એવી તે વાવી કઈ જીવતરમાં ભૂલ
    કે તમે મળવામાં આટલા ઉદાસ !

    સુંદર ભાવાત્મક ગીત….

  5. urvashi parekh said,

    June 6, 2010 @ 7:56 PM

    ખુબજ સુન્દર અને ભાવવાહી રચના.
    આખ્ખી જ રચના મન ને સ્પર્શી ગઈ.
    મન માં ચાલતી મથામણ, અને ઉઠતા પ્રશ્નો,
    આ બધુજ શબ્દો માં સરસ રીતે કવી મુકી શક્યા છે.
    ખુબ ખુબ અભીનન્દન.

  6. kalpana said,

    June 7, 2010 @ 3:46 PM

    . આભાર વિવેકભાઈ લયના દરેક સ્તર પર તરવાની મઝા આવે છૅ. આટઆટલા નવા કાવ્યો રોજ મળશે એવુઁ સપનામાઁ ધાર્યુ ન હતુ.

    હુઁ યે ‘ જીવતરમા કઈ ભૂલ કરી કે
    કવિતાથી આટલી અળગી? ‘

    આમ વિચાર્યા કરતી’તી.
    સુઁદર ભાવ યુક્ત કવિતા. અભિનઁદન

    કલ્પના

  7. વિવેક said,

    June 8, 2010 @ 12:57 AM

    સુંદર રચના…

    @કલ્પનાબેન: આ કવિતા અમારા નવા સાથી ડૉ. તીર્થેશ મહેતાનું ચયન છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment