અંતે નક્કી મોત જ છે,
એ મારગ પર ચાલું હું ?
ચિનુ મોદી ‘ઈર્શાદ’

પ્રાર્થના – હરીન્દ્ર દવે

તારું બની કરણ જીવીશ હું સદાય
તારું લહી શરણ જીવીશ હું સદાય,
પંથે વિશૂન્ય મનથી ભટકી રહ્યો છું
તારાં ગ્રહી ચરણ જીવીશ હું સદાય.

-હરીન્દ્ર દવે

ચાર લીટીની આ નાનકડી પ્રાર્થનામાં કોઈ કી-વર્ડ હોય તો તે છે વિશૂન્ય મન.  મન જ્યાં સુધી શૂન્યથીય વધુ શૂન્ય ન થઈ જાય ત્યાં સુધી પ્રભુના ચરણ ગ્રહી શક્વાનું નસીબ થતું નથી. વળી અહંકારનો અભાવ પણ આ પ્રાર્થનાનો મુખ્ય સંદેશ છે. હું તારું કરણ બનીને જીવી રહ્યો છું એવો અહંકાર મનમાં આવે તો કદી પ્રભુશરણ મળતું નથી… પણ હું તારું કરણ બનીને જીવીશ, તારા શરણમાં અને ચરણમાં જીવીશ એવો નિરંહકારી સંકલ્પ કરીએ તો જ ભટકતા પંથ અને પંથીને એની ખરી મંઝિલ મળે…

7 Comments »

  1. Yogesh Pandya said,

    June 3, 2010 @ 1:54 AM

    પુષ્પ પર ડાઘો પડે એ બીકથી,
    જીવવાની જીદ્દ ઝાકળ ના કરે.

    ‘ઈર્શાદ’ ‘ઈર્શાદ’ ‘ઈર્શાદ’

  2. વિહંગ વ્યાસ said,

    June 3, 2010 @ 3:41 AM

    સુંદર રચના. સૂફી કવયિત્રિ રાબિયાની પ્રાર્થના યાદ આવી : હે પ્રભુ, હું નરકનાં ડરથી તને પ્રેમ કરતી હોઉ તો મને નરકની આગમાં બાળી નાખજે, હું સ્વર્ગની લાલચમાં તને પ્રેમ કરતી હોઉ તો સ્વર્ગનાં દરવાજા મારા માટે બંધ કરી દેજે, પરંતુ જો હું કેવળ તારે ખાતર તને પ્રેમ કરતી હોઉ તો મને તારા દિવ્ય સ્વરૂપથી વંચિત ન રાખીશ.

  3. pragnaju said,

    June 3, 2010 @ 2:07 PM

    મન પૂર્વેના ખ્‍યાલો, માન્‍યતાઓ, પૂર્વગ્રહોથી ભરેલું હોય એમાં કોઈ નવો વિચાર નહીં પ્રવેશી શકે. મન ખાલી કરવાનું વિશૂન્ય કરવાનું સાધનામાં ખૂબ જરુરી છે.મન ભરેલું છે. જોયેલું, વાંચેલું, સાંભળેલું. માનેલું અને સ્‍વીકારેલું. વર્ષોનો સામાન છે. જન્‍મારાનો કચરો છે. હવે જીવનને આરે મોક્ષનો માર્ગ કેમ સમજાય? મન ખાલી થયા વગર નવાનો આવિષ્‍કાર કેમ થાય? સાધનાનું આ જ કામ છે–મનને શુદ્ધ કરવાનું. પૂર્ણતા પામવાની શરત છે શૂન્‍ય થવું. આ ખાલી થવાની કળા આપણે શીખવાની છે. પ્રતિક્ષણ જાગૃતિથી, તટસ્‍થતાથી, સમતાથી, નિરીક્ષણ – અવલોકન કરીને આપણે ખાલી થવાનું છે. તો જ નવું જીવન પ્રાપ્‍ત કરી શકીશું.ત્યારે જ શરણાગતીભાવ જાગે
    પંથે વિશૂન્ય મનથી ભટકી રહ્યો છું
    તારાં ગ્રહી ચરણ જીવીશ હું સદાય.

  4. Girish Parikh said,

    June 3, 2010 @ 11:02 PM

    હરીન્દ્રની પ્રાર્થના અને પ્રભુ કૃપા મને પ્રેરણા આપે છે ‘મારી પ્રાર્થના’ને પોસ્ટ કરવાની. http://www.girishparikh.wordpress.com બ્લોગના ‘ગિરીશના ભાવ પ્રતિભાવ’ વિભાગમાં ‘મારી પ્રાર્થના’ પોસ્ટ કરીશ.

  5. Girish Parikh said,

    June 3, 2010 @ 11:14 PM

    ‘મારી પ્રાર્થના’નું પહેલું વાક્ય ગુજરાતીમાં છે ને પછીનો ભાગ અંગ્રેજીમાં છે, એટલે ‘My Prayer’ શીર્ષક રાખીશ. પ્રાર્થના વિશે પણ થોડુંક લખવા પ્રયત્ન કરીશ.

  6. Girish Parikh said,

    June 4, 2010 @ 7:11 PM

    ‘MY PRAYER (ગિરીશના ભાવ પ્રતિભાવ)’ http://www.girishparikh.wordpress.com પર પોસ્ટ કરેલ છે. વાંચવા વિનંતી.
    – – ગિરીશ

  7. raksha said,

    June 5, 2010 @ 1:05 PM

    સરસ છે આ વાત. અહંકારના અભાવ ની આ વાત સાથે હ. દ. નાં ‘ સુર્યોપનિષદ’ નાં શબ્દો યાદ આવે “મારી હયાતીમાં જે કઈ મીણ જેવું અસ્થાયી હોય એ તમામ પીગળી જાય અને ભલે તૂટી પડે એ મારી પ્રાર્થના છે.”

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment