વર્ષો પછી મળ્યાં હતાં એ માર્ગમાં, અને-
દૃશ્યો અમારી આંખમાં ઝાંખાં હતાં અનેક.
– અનિલ ચાવડા

(પત્તાંનો મહેલ) – અદમ ટંકારવી

એના પાયામાં પડી બારાખડી
ચોસલાંથી શબ્દોનાં ભીંતો ચણી

એક તત્સમ બારણું પ્રવેશનું
સાત ક્રિયાપદની બારી ઊઘડી

ભોંયતળિયે પાથર્યાં વિરામચિહ્ન
ને અનુસ્વારોનાં નળિયાં છાપરે

ગોખમાં આઠે વિભક્તિ ગોઠવી
ભાવવાચક નામ મૂક્યું ઉંબરે

થઇ ધજા ફરક્યું ત્યાં સર્વનામ તું
ટોડલે નામોના દીવા ઝળહળ્યા

સાથિયા કેવળપ્રયોગી આંગણે
રેશમી પડદા વિશેષણના હલ્યા

જ્યાં અનુભૂતિનો સુસવાટો થયો
ત્યાં જ આ પત્તાંનો મહેલ ઊડી ગયો

– અદમ ટંકારવી

બહુ કાળજીથી રચેલો નક્શીદાર શબ્દ-મહેલ પણ એક જ અનુભૂતિના પ્રભાવની સામે કાંઈ નથી. અનુભૂતિ હંમેશા શબ્દરમતથી ચડી જ જાય છે. કવિ અહીં ભાષાના વિવિધ તત્વોને બહુ મઝાની રીતે સાંકળી લીધા છે.

15 Comments »

  1. વિવેક said,

    May 26, 2010 @ 12:48 AM

    નઝમનુમા રચના?

    વ્યાકરણનો આખેઆખો અઘરો દાખલો એકસાથે ભણવા મળ્યો…

  2. Rahul Shah (SURAT) said,

    May 26, 2010 @ 2:02 AM

    પત્તાંનો મહેલ કે શબ્દ-મહેલ બહુ મઝાની અનુભૂતિ

  3. Mousami Makwana said,

    May 26, 2010 @ 2:08 AM

    જ્યાં અનુભૂતિનો સુસવાટો થયો
    ત્યાં જ આ પત્તાંનો મહેલ ઊડી ગયો…..
    સત્ય એજ છે કે જ્યા સુધી અનુભૂતીના દ્વાર ખુલતા નથી ત્યા સુધી વ્યાકરણ, જોડણી વગેરે વગેરે મા મન અટવાયા કરે છે.
    ખુબ જ સરસ રચના…..

  4. DR Bharat Makwana said,

    May 26, 2010 @ 3:38 AM

    જ્યાં અનુભૂતિનો સુસવાટો થયો
    ત્યાં જ આ પત્તાંનો મહેલ ઊડી ગયો

    સાચ્હેજ જ્યા ના પહોન્ચે રવિ ત્યા પહોન્ચ્હે કવિ !!!!

  5. pragnaju said,

    May 26, 2010 @ 8:22 AM

    જ્યાં અનુભૂતિનો સુસવાટો થયો
    ત્યાં જ આ પત્તાંનો મહેલ ઊડી ગયો
    અ દ ભૂ ત
    ચાર્વાક તથા તેના જેવા બીજા પાંચ દર્શનો અનુભુતિને નથી માનતા.ચાર્વાક ફક્ત અર્થ અને કામને જ પુરુષાર્થ માને છે. એમના અનુસાર કામ જ સાધ્ય છે અને અર્થ સાધન છે. પરંતુ ચાર્વાકને છોડી પ્રાય બધા ભારતીય દાર્શનિકોએ ચારો પુરુષાર્થોને માન્યા છે અને મોક્ષને જ સર્વોચ્ચ પુરુષાર્થ સ્વીકાર કર્યો છે. મોક્ષના સ્વરૂપ, એની પ્રાપ્તિના સાધન, વગેરેમાં જુદા-જુદા મતો જોવા મળે છે પરંતુ સૌ કોઈને મોક્ષમાં આસ્થા છે અને સૌ એની પ્રાપ્તિ માટે કૃતસકલ્પ છે. આ કારણે જ ભારતીય દર્શનને “મોક્ષ-શાસ્ત્ર” પણ કહેવાય છે. ભારતીય દર્શનના આ જ કૃતસકલ્યથી પ્રભાવિત વૈદિક પ્રાશ્ચાત્ય વિદ્વાન મૈક્સમૂલરે કહ્યું હતું – “ભારતમાં દર્શન ‘જ્ઞાન’ માટે નહીં, પરંતુ ‘સર્વોચ્ચ લક્ષ્ય’ માટે છે અને એ સર્વોચ્ચ લક્ષ્ય માટે મનુષ્ય જીવનમાં પ્રયત્નશીલ રહી શકે છે.” આ શેર છ એ નાસ્તિક દર્શનોનું ખંડન કરે છે. નાસ્તિકતાવાદનો પત્તાંનો મહેલ ઊડી ગયો!

  6. P Shah said,

    May 26, 2010 @ 8:36 AM

    ખૂબ સુંદર રચના !
    પ્રગ્નાબેનનો રસાસ્વાદ વિશેષ રહ્યો.
    આભાર, ધવલભાઇ !

  7. Girish Desai said,

    May 26, 2010 @ 10:34 AM

    જ્યાં અનુભૂતિનો સુસવાટો થયો
    ત્યાં જ આ પત્તાંનો મહેલ ઊડી ગયો

    સાચી વાત છે
    અનુભવ વીના અનુભૂતિ અશક્ય છે. અને અનુભવ તો કેવળ પ્રામાણિક પુરુષાર્થથી જ થાય છે.પુસ્તકો અને પ્રવચનોથી નહીં.

  8. urvashi parekh said,

    May 26, 2010 @ 11:00 AM

    પહેલા ભણેલુ આખુ વ્યાકરણ યાદ આવી ગયુ.
    આ કવિતા જો પહેલા હોત તો વ્યાકરણ અઘરુ ના લાગત.
    જ્યાં અનુભુતી નો …
    સરસ

  9. સુરેશ જાની said,

    May 26, 2010 @ 11:32 AM

    પ્રજ્ઞાબેન
    ચાર્વાક વિશે તો ખબર નથી; પણ બુદ્ધ દર્શન પણ નાસ્તિક દર્શન મનાય છે. એનો પાયો પ્રેક્ષાધ્યાન છે; જે માત્ર સંવેદનાઓના પ્રેક્ષણ અને તેના અસ્વીકાર પર આધારિત છે. જાત અનુભવથી કહું તો તે, કોઈ પૂર્વ માન્યતા , ભાષા, મૂર્તિ, પ્રતિકનો આધાર લીધા વેનાની પૂર્ણ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે.
    કદાચ એમ બને કે, ચાર્વાકને લોકો સમજ્યા જ નહીં અને તેમનાં લખાણનો નાશ કર્યો.
    પ્રવર્તમાન માનવતાવાદ કદાચ નવી ચાર્વાક સંહિતા છે?
    જે હોય તે, ચર્ચાનો અર્થ નથી. દરેકે પોતાના સત્યનો જાત અનુભવ જ લેવો રહ્યો. – એનો કોઈ વિકલ્પ નથી !
    માધવ રામાનુજ ની ‘ અંદર તો એવું અજવાળું’ મારી બહુ જ પ્રિય કવિતા. એ આ જ વાત છે.

  10. ડૉ.મહેશ રાવલ said,

    May 26, 2010 @ 11:33 AM

    શબ્દોના ચોસલાથી ચણાયેલ ભીંતો અને એના પાયામાં પડેલી બારાખડી – લઈ આલેખાયેલ સુંદર આલેખન આસ્વાદ્ય રહ્યું.

  11. સુરેશ જાની said,

    May 26, 2010 @ 11:35 AM

    આખુંયે આયખું બંધ રહેલી સ્વિચ આપણા માનસપટમાં ઓન થઇ જાય અને અંતરની વાણી જાગૃત થઇ જાય. આખાયે જીવનનું રહસ્ય અલીબાબાબા ખજાનાની આડે રહેલા દરવાજાની જેમ ‘ ખૂલ જા સિમ સિમ ‘ ખૂલી જાય.

    ફ્રીસેલના પતાંના મહેલની જેમ આખરી મૂકામ હાથવગો.

    આખો લેખ – સૌને મનભાવન ફ્રીસેલ રમતના આધાર પર. આ જ કવિતાનું અવલોકન !!
    http://gadyasoor.wordpress.com/2010/04/30/freecell/

  12. sudhir patel said,

    May 26, 2010 @ 9:05 PM

    સુંદર રચના!
    સુધીર પટેલ.

  13. satish.dholakia said,

    May 27, 2010 @ 12:57 AM

    નામ ,વિશેશણ ,વિગેરે તો બધા અનુગ્રહો પુર્વગ્રહો જ જે અનુભુતિ નિ સાથે જ પત્તા ન મહેલ નિ જેમ વિખેરાઈ જય છે !ચલો, અનુભુતિ ના આશિર્વાદ માગિ એ !

  14. hina Maniar said,

    May 27, 2010 @ 12:40 PM

    સાથિયા…. ગોખ……. દીવા ઝળહળ્યા…….. brings memories of childhood.. where

    dadima use to do it everyday in the morning & evening!!!!!!!!!!

    ખૂબ સુંદર રચના !

  15. sapana said,

    May 27, 2010 @ 11:40 PM

    વ્યાકરણની રંગૉળિ પૂરાય અને શબ્દોનો મહેલ ચણાયો.સરસ રચના!
    સપના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment