પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં,
કોઈ એમ મારામાં પડતું રહે છે.
વિવેક મનહર ટેલર

સાંજ – કિરીટ ગોસ્વામી

સાંજ પડી મનગમતી
મોરપિચ્છ-શી ઝંખાઓ કૈં ભીતર રમતી-ભમતી !

સાંજ પડે ને સાજન ! તમને ઝંખે આખું ઘર…
ઘરમાં તો બસ, હું, દર્પણ ને સપનાંઓ સુંદર…

વત્તા થોડી આશાઓની દીપમાળ ટમટમતી !
-સાંજ પડી મનગમતી ….

તમને ઓઢુ-પ્હેરું સાજન ! કોડ કરું કૈં એવા…
સાંજ પડે ને હરખે-હરખે લાગું ખુદમાં વ્હેવા…

પ્રેમ-કિરણ ફૂટે તે પળને કહીં દઉં – ના આથમતી !
સાંજ પડી મનગમતી ….

-કિરીટ ગોસ્વામી

7 Comments »

  1. manvant said,

    August 19, 2006 @ 12:47 PM

    સાંજ પડે ને સાજન !તમને ઝંખે આખું ઘર !
    સરસ ! આભાર !

  2. ધવલ said,

    August 19, 2006 @ 6:22 PM

    તમને ઓઢુ-પ્હેરું સાજન ! કોડ કરું કૈં એવા…
    સાંજ પડે ને હરખે-હરખે લાગું ખુદમાં વ્હેવા…

    બહુ મઝાની વાત છે.

    ‘સાંજ’ની વાત નીકળી જ છે તો એની સાથે – સાંજ પરના સૂરતી શેરો ( https://layastaro.com/?p=90 ), સાંજ ઢળતી જાય છે ( https://layastaro.com/?p=88 ) અને રઈશનું મુકતક ઘાર ક્યાં હતી? ( https://layastaro.com/?p=262 ) – ત્રણે માણવા જેવા છે. આજનો જામ ‘સાંજ’ને નામ !

  3. સુરેશ said,

    August 20, 2006 @ 8:06 AM

    ધવલને દાદ ! માશાલ્લા ! સરસ શોધ કરી. મને ગમતી રાજેન્દ્ર શુકલ ની રચનાનો પણ પુનઃ આસ્વાદ થઇ ગયો.

  4. પંચમ શુક્લ said,

    August 20, 2006 @ 11:05 AM

    સાંજ ઢળતાં જ રોશન થતાં મ્હેંકતાં હાથ ગજરા, ગળે હાર ઝૂલાવતાં….
    – રાજેન્દ્ર શુક્લ

  5. Chirag Patel said,

    August 21, 2006 @ 3:20 PM

    સાંજ ખરે જ મખમલી હોય છે. પણ, એને માણવાનો આપણો સમય ટૂંકોને ટૂંકો જ થતો જાય છે. જ્યારે, સાંજ પર કોઇ રચના વાંચુ ત્યારે રચયિતાની ઇર્ષા થઇ આવે છે!

  6. rakesh said,

    May 10, 2010 @ 1:05 PM

    વાચિ ને ગોપિ હોવા નો ભવ મેહસુશ થ્યો.
    શરશ્

  7. Jashvant Goswami said,

    June 11, 2011 @ 5:27 PM

    સાજ પડે ને સાજન! તમને ઝન્ખે આખુ ગર….સાજ પડી મનગમતી…વાહ વાહ સાજ તો કોને ન ગમે….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment