જિંદગીભર જાતને અદ્રશ્ય રાખી તેં ખુદા,
છેક છેલ્લો ઘાવ કરવા, રૂબરૂમાં આવજે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ગઝલ – રાકેશ હાંસલિયા

આ ખભે શાથી જમેલો રાખીએ ?
સાવ ખાલી ‘હું’નો થેલો રાખીએ.

શી ખબર અંધાર ક્યારે ખાબકે ?
એક દીપક પેટવેલો રાખીએ.

સંત હોવાનો ન રહે મિથ્યા ભરમ
હાથને બસ સ્હેજ મેલો રાખીએ.

શક્ય છે ક્યારેક ઉત્તર પણ મળે,
પત્ર એને પાઠવેલો રાખીએ.

જીવવા એકાદ કારણ જોઈએ,
જીવને ક્યાંક ગૂંચવેલો રાખીએ.

– રાકેશ હાંસલિયા

રાજકોટના કવિ રાકેશની વધુ એક ગઝલ. ગઝલના મોટાભાગના શેરોમાં કહેવાયેલી વાત કદાચ નવી ન લાગે પણ જે તાજગીથી આખી વાત અહીં કહેવામાં આવી છે એની જ ખરી મજા છે. થોડા અરુઢ કાફિયા અને સાફ અને સરળ બયાનીના કારણે શેર વધુ ઉઠાવ પામે છે. પત્રવાળો શેર વાંચીએ ત્યારે મિર્ઝા ગાલિબ જરૂર યાદ આવે: क़ासिद के आते आते ख़त इक और लिख रखूँ , मैं जानता हूँ जो वो लिखेंगे जवाब में |

12 Comments »

  1. વિહંગ વ્યાસ said,

    April 21, 2010 @ 1:34 AM

    એકદમ સહજ….સરળ….ગઝલ. બધાંજ શેર ગમ્યાં. રાકેશભાઇને અભિનંદન.

  2. રાકેશ ઠક્કર , વાપી said,

    April 21, 2010 @ 2:42 AM

    રાકેશ હાંસલિયાની દરેક ગઝલ સો ટચના સોના જેવી હોય છે.
    શી ખબર અંધાર ક્યારે ખાબકે ?
    એક દીપક પેટવેલો રાખીએ.

  3. Dr. J. K. Nanavati said,

    April 21, 2010 @ 4:18 AM

    સુંદર…સરળ…તાજગી સભર…..

  4. Pinki said,

    April 21, 2010 @ 6:13 AM

    સરળ અને સહજ ગઝલ… ઉમદા વાત !

  5. સુનીલ શાહ said,

    April 21, 2010 @ 6:59 AM

    સરસ ગઝલ..

  6. pragnaju said,

    April 21, 2010 @ 7:43 AM

    મઝાની ગઝલ
    આ ખભે શાથી જમેલો રાખીએ ?
    સાવ ખાલી ‘હું’નો થેલો રાખીએ.
    નિરંતર રહે ‘હું’ ને ‘હું’ ની પ્રતિક્ષા;
    અહીં ‘હું’ ને ‘હું’ બોર એંઠા ચખાડે.
    અહીં ઇશ પોતાને માટે ‘હું’ બોલે;
    રમે ‘હું’ અને ‘હું’ જ ‘હું’ ને રમાડે.
    શેરે શેરે જુના શેર ગુંજે
    રસાસ્વાદમાં કહ્યું તેમ
    શક્ય છે ક્યારેક ઉત્તર પણ મળે,
    પત્ર એને પાઠવેલો રાખીએ.
    क़ासिद का मतलब है पोस्टमन।
    ग़ालिब का इक बहुत मक़्बूल शेर है:
    का =قا
    स+इ=صي
    द=د
    क़ासिद =قاصير

  7. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    April 21, 2010 @ 8:24 AM

    નીરસ પણ ન નકારી શકે એટલું સરસ !
    બસ આમ વરસતા રહો વર્ષોના વરસ !

  8. sapana said,

    April 21, 2010 @ 9:40 AM

    જીવવા એકાદ કારણ જોઈએ,
    જીવને ક્યાંક ગૂંચવેલો રાખીએ..સુંદર ગઝલ આભાર વિવેકભાઈ લાવવા માટે.અભિનંદન રાકેશભાઈ
    સપના

  9. jigar joshi prem said,

    April 21, 2010 @ 9:43 AM

    ઓછુ લખે પણ આછુ ન લખે એવો રાજકોટનો આ કવિ ગંભીરતા પૂર્વક સર્જનમાં રત છે

  10. ડૉ.મહેશ રાવલ said,

    April 21, 2010 @ 12:33 PM

    મિત્ર રાકેશની મોટાભાગની રચનાઓમાં અભિવ્યક્તિનું નાવિન્ય અને તાજગીસભર પ્રસ્તુતિ જણાઈ છે.
    સરસ ગઝલ,
    અભિનંદન.

  11. Girish Parikh said,

    April 21, 2010 @ 6:06 PM

    ગઝલના બધા જ શેરો ગમ્યા.
    આપણી માતૃભાષામાં આવી ઉમદા ગઝલો સર્જાય છે એ જાણીને ખૂબ આનંદ થાય છે.
    વિવકભાઈ અને એમની ટીમને સુંદર રચનાઓ અને એમની આસ્વાદિકાઓ રજૂ કરવા બદલ જેટલાં અભિનંદન આપીએ એ ઓછાં છે.

  12. sudhir patel said,

    April 21, 2010 @ 9:05 PM

    ખૂબ સુંદર ગઝલ! નવીન કાફિયાને બખૂબી નિભાવાયા છે!
    રાકેશભાઈને અભિનંદન!
    સુધીર પટેલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment