જે રીતે આપે મને મોટો કર્યો,
એ રીતે ક્યારેક તો નાનો કરો.
અંકિત ત્રિવેદી

ગઝલ – ડૉ. જગદીપ નાણાવટી

એટલું પણ યાદ આવ્યા ના કરો
કે રગે રગ શૂળ થઈને પાંગરો

એક તો ભીનાશ, ને તારી હવા
આંખમાં વાવી દીધો ઉજાગરો

સાત પેઢી દૂરના પાયા અમે
ઓળખે ક્યાંથી બિચારો કાંગરો

એટલું પૂછ્યું કે બીજો ક્યાં મળે
એટલામાં એ ખુદા, કાં થરથરો ?

એક પંખી મોત નામે ફાંસવા
જાળ છેલ્લા શ્વાસ કેરી પાથરો

– ડૉ. જગદીપ નાણાવટી

વેદનાથી વલૂરાયેલી ગઝલ. બધા જ શેર ઘેરા રંગના પણ માણવા ગમે એવા થયા છે. વિરસાસન્ન આંખોમાં તરવર્યા કરતી ભીનાશને પ્રિયતમાની યાદનો પ્રાણવાયુ મળે તો ઉજાગરાનો છોડ જ ઊગી આવે ને?  પણ મને પાયા અને કાંગરા વચ્ચેનો સંબંધ અને દૂરતાવાળો શેર અને છેલ્લા શ્વાસની વાતનું નાવીન્ય વધુ સ્પર્શી ગયું…

11 Comments »

  1. ડૉ.મહેશ રાવલ said,

    April 23, 2010 @ 1:43 AM

    પ્રસ્તુત ગઝલમાં પ્રતિકોનું નાવિન્ય અને અર્થનું ઊંડાણ સરસ રીતે આખી ગઝલને એક અલગ જ ઉઠાવ આપે છે.
    અભિનંદન ડૉ.જગદીપભાઈ.

  2. કુણાલ said,

    April 23, 2010 @ 2:31 AM

    એક પંખી મોત નામે ફાંસવા
    જાળ છેલ્લા શ્વાસ કેરી પાથરો

    excellent !!

  3. pragnaju said,

    April 23, 2010 @ 7:30 AM

    એટલું પણ યાદ આવ્યા ના કરો
    કે રગે રગ શૂળ થઈને પાંગરો
    મત્લામાં જ ગઝલના ઓધાન રહ્યા
    પછી
    ઊબકા આવ્યા
    ખાટું ખાવાનું મન થયું
    હીયળ ખમી
    નવ માસ પેટને ઊચક્યું .
    અને
    ગઝલ જન્મી…
    સેરોગેટ નથી .જનની છે.
    યાદ
    મીઠાં શમણાં,
    વસમાં શૂળ,
    મારી ગઝલોનાં બે મૂળ.
    ચોતરફ મૌન, મૌનની
    વચ્ચે એક તલસાટ
    કાયમી તે ગઝલ.

  4. vishwadeep said,

    April 23, 2010 @ 8:27 AM

    એક પંખી મોત નામે ફાંસવા
    જાળ છેલ્લા શ્વાસ કેરી પાથરો
    સુંદર શે’ર્..ગઝલ પણ સુંદર..

  5. urvashi parekh said,

    April 23, 2010 @ 9:17 AM

    સરસ ગઝલ,
    એક તો ભીનાશ ને,આંખ માંવાવી દીધો ઉજાગરો.
    સુન્દર.

  6. jeetuThaker said,

    April 23, 2010 @ 10:47 AM

    afteer a long time, gazal murassa gazal ! keep tradition of Junagadh.

  7. 'marmi' said,

    April 24, 2010 @ 8:49 AM

    સરસ ગઝલ….અભિનંદન

  8. Harish Nnavaty said,

    April 24, 2010 @ 9:44 AM

    Jagdeep

    Liked it congratulation

  9. PRADIP SHETH BHAVNAGAR said,

    April 26, 2010 @ 9:22 AM

    દિલકી નાઝુક રગે તુટતી હૈ
    યાદ ઇતનાભી કોઇ ન આયે
    આજ સોચાતો આંસુ ભર આયે..

    ફીલ્મ હંસતે ઝખ્મ ની ગઝલ… યાદઆવી ગઈ…

  10. Dr. J. K. Nanavati said,

    April 27, 2010 @ 9:49 AM

    જીંદગીનાં રણ મહીં એકાદ સ્થળ એવું મળે
    કેમ જાણે હાશનાં ઘેઘુર વડલાની તળે

    કવિતાનાં કારવાંમાં સફર કરતાં, લયસ્તરો
    જેવા મુકામ પર જ્યારે થોભવાનું
    આવે ત્યારે ખરેખર એક સંતોષ અને
    હાશકારાની લાગણી અનુભવી લેવાય છે
    અને ફરી આ સફર માટે એક અનોખું
    બળ મળી જાય છે…..જેના યશભાગી તમે જ
    છો…..

    આભાર વિવેક ભાઈ

    ડો. નણાવટી

  11. વિવેક said,

    April 28, 2010 @ 12:15 AM

    …..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment