કેમ પડતું નથી બદન હેઠું,
ક્યાં સુધી જીવવાનું દુ:ખ વેઠું.

કોને મોઢું બતાવીએ આદિલ,
માટીનું ઠીકરું અને એઠું.
આદિલ મન્સૂરી

ગઝલમાં ગીતા – જ્યોતીન્દ્ર દવે

મજહબ મયદાન ક્રુરુક્ષેત્રે, મળ્યા પાંડવ કૌરવ.
જમા થઇ શું કર્યું તેણે? બિરાદર બોલ તું સંજય!

નિહાળી ચશ્મથી લશ્કર, કંઇ દુશ્મનનું દુર્યોધન
જઇ ઉસ્તાદ પાસે લફ્ઝ કહ્યા તે સુણ દોસ્તેમન!

બિરાદર દોસ્ત ને ચાચા, ઊભા જો! જંગમાં સામા,
કરીને કત્લ હું તેની, બનું કાફિર, ન એ લાજિમ.

ન ઉમ્મિદ પાદશાહતની, ન ખ્વાહિશ છે ચમનની યે
કરું શું પાદશાહતને, ચમનને ! અય રફિકે મન!

ધરી ઊમ્મિદ જે ખાતિર જિગરના પાદશાહતની.
ઊભા તે જંગમાં મૌજુદ ગુમાવા જાન દૌલતને.

લથડતા જો કદમ મારા, બદન માંહી ન તાકત છે;
ન છૂટે તીર હાથોથી, જમીં પર જો પડે ગાંડીવ!

– જ્યોતીન્દ્ર દવે

જ્યોતીન્દ્ર દવે હાસ્ય લેખો માટે પ્રસિદ્ધ છે, પણ તેમણે થોડી કવિતાઓ પણ લખેલી છે . તે ઘણા નહીં જાણતા હોય. જો તે આ ક્ષેત્રમાં પડ્યા હોત તો, તે પણ તેમણે સર કરી નાંખ્યું હોત, તે ઊપરની ગઝલ પરથી જોઇ શકશો.
જે લેખમાં આ ગઝલ તેમણે મૂકી છે તે ધર્મનિરપેક્ષતા પ્રસારવાનો ઉદ્દેશ્ય પણ સર કરે છે. જેમણે આખો લેખ વાંચવો હોય તે તેમનું પુસ્તક ખરીદીને વાંચે !!!

9 Comments »

  1. પ્રતીક નાયક said,

    May 30, 2007 @ 4:59 AM

    શ્લોક આવે કે ‘શ્ર્લોક’ ?

  2. પંચમ શુક્લ said,

    May 30, 2007 @ 7:12 AM

    ટાઇપ કરવાની તકલીફ પણ હોઇ શકે.

    shloka: શ્લોક
    shrloka: શ્ર્લોક – આમાં r ને લીધે શ્ર થઇ જાય છે.

  3. raeesh maniar said,

    May 31, 2007 @ 11:37 PM

    તે સમયની ગઝલની શૈલી પર (કલાપી વગેરે) કટાક્ષ છે.

  4. વિવેક said,

    June 1, 2007 @ 1:27 AM

    આભાર, રઈશભાઈ !

  5. ગઝલમાં ગીતા - જ્યોતીન્દ્ર દવે « હાસ્ય દરબાર said,

    June 19, 2007 @ 10:24 PM

    […] આખી કવીતા અહીં વાંચો. […]

  6. Rajendra Trivedi, M.D. said,

    June 20, 2007 @ 9:46 AM

    મઝા આવવા લખતા રહેજો.

  7. કુણાલ said,

    June 21, 2007 @ 12:55 AM

    gr8 work… જ્યોતિન્દ્ર સાહેબની તો વાત જ નિરાળી છે… કહે છે ને કે પારસમણી હોય.. એ બીજું કંઈ નહિ પણ આ જ… સદેહે અવતરેલ પારસમણી

  8. UrmiSaagar said,

    June 22, 2007 @ 2:30 PM

    ‘શ્લોક’ નો sha ‘શ્વાસ’ નાં sha જેવો જ આવવો જોઈએ…. પરંતુ અહીં એવું ટાઇપ કરતા જતા આવું જ લખાય છે….

    ‘શ્વાસ’ને જેવી રીતે લખાઇ છે એવી જ રીતે આ ‘શ્લોક’ પણ લખાયું છે પરંતુ અહીં એનો ‘શ’ ‘શ્વાસ’ નાં શ જેવો દેખાતો નથી… કદાચ એ ટેકનીકલ મર્યાદા હશે…

    shvaasa- શ્વાસ
    shloka – શ્લોક

  9. વિવેક said,

    June 23, 2007 @ 1:18 AM

    યુનિકોડની વધુ એક મર્યાદા, મિત્ર…. બીજું કંઈ નહીં…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment