કોઈ વિરલ મિલનની મારી ઝંખના હતી,
શબ્દોની શોધખોળમાં વર્ષો વહી ગયાં.
કિશોર મોદી

નથી – કરસનદાસ લુહાર

તારી ઊંચાઈ કોઈ દિ’ માપી શક્યો નથી,
ને એટલે હું તુજમહીં વ્યાપી શક્યો નથી;
મારી નજરમાં છે હજુ યે મારી મૂર્તિઓ,
તેથી તને હું ક્યાંય પણ સ્થાપી શક્યો નથી.

– કરસનદાસ લુહાર 

4 Comments »

  1. UrmiSaagar said,

    August 12, 2006 @ 3:44 PM

    Very nice….

  2. અનામી said,

    December 5, 2008 @ 12:52 PM

    મુજ તુચ્છને આ મુકતક કોને ઉદેશાઈને લખાયુ છે તે ખબર ના પડી….કોઈ કહેશે કે શું તે ભગવાનને ઊદેશાઈને લખાયુ છે?

  3. JAHAL said,

    September 23, 2009 @ 10:55 AM

    સરસ પન જો થોડા ફેરફાર કરુ તો માફ કરજો ઈશ્વર પર લખાયે લી કવિતા છે

    મારી નજર મા છે હજુયે મારી જ મૂતિ”ઓ
    તેથી તને હુ હર્દય મા સ્થાપિ નથિ શકયો

    માણસ પોતાના અભિમાન ના કારણએ ભગવાન નઓળખી નથી શકતો..

  4. s.k.solanki said,

    February 26, 2013 @ 3:55 PM

    વિશાળતા ને પામવા માટે વિશાળ બનવુ પડે
    પ્રેમ ને પામવા માટે પ્રેમાળ બનવુ પડે
    ઇશ્વર ને પામવા માટે ઇશ્વર બનવુ પડે
    કવિએ પોતાની મર્યાદાઓનો ઉલ્લેખ સહજતાથી કર્યો તે કાવ્યની શાખ ગણાય
    -ખુબજ ગમ્યુ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment