ખબર છે તું એનાથી રોકાઈ જાશે,
ને આંસુઓ ત્યારે જ મોડાં પડે છે.
– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

ગઝલ – દિનેશ કાનાણી

દઉં પુરાવા કોઈ ભીની યાદના
મોકલું ફોટા તને વરસાદના

ગીત ગાયા મેં ઉદાસીના અને
ચિત્ર દોર્યાં એકલા ઉન્માદના

છે હથેળી મખમલી સૌની ભલે
છે બધાના આંગળા પોલાદના

પત્ર, ફૂલો, મોસમી આબોહવા
છે ઘણાંયે કારણો સંવાદના

સેંકડો લાગી ગયા છે દાવ પર
ભાગ્ય ખૂલે છે અહીં એકાદના !

-દિનેશ કાનાણી

રાજકોટના દિનેશ કાનાણીની ગઝલોમાં તાજપ વર્તાય છે.  આમ તો આખી ગઝલ મજાની થઈ છે પણ છેલ્લા બે શેર ખૂબ ગમી ગયા…

23 Comments »

  1. સુનીલ શાહ said,

    April 17, 2010 @ 1:25 AM

    સુંદર ગઝલ…

  2. ડૉ.મહેશ રાવલ said,

    April 17, 2010 @ 2:13 AM

    શ્રી દિનેશ કાનાણી, અમારા રાજકોટના કેટલાંક સશક્ત અને વિષય વૈવિધ્યથી છલોછલ નામમાં સમાવી શકાય એવા કવિ મિત્ર છે.
    સુંદર અભિવ્યક્તિ અને તાજગીસભર પ્રતિકો નું સંમિશ્રણ એમની ગઝલનું જમા પાસું રહ્યું છે.
    -અભિનંદન દિનેશ….

  3. Kirtikant Purohit said,

    April 17, 2010 @ 7:07 AM

    સન્મિત્ર દિનેશને જાણવા અને માણવા બન્ને લ્હાવો છે.હમણાઁ જ અસ્મિતાપર્વમાઁ મળ્યા હતા.

  4. pragnaju said,

    April 17, 2010 @ 7:17 AM

    રાકકોટના દિનેશ કાનાણી વાંચી વિચાર કરતા હતા ત્યાં મહેશભાઈનો પ્રતિભાવ વાંચી વિચાર આવ્યો કે આવી સુંદર ગઝલના કવિને ‘અમારા રાજકોટના’ ને બદલે અમારા ગુજરાત કે ગુજરાતી વિશ્વના ગણવા જોઈએ!
    ગીત ગાયા મેં ઉદાસીના અને
    ચિત્ર દોર્યાં એકલા ઉન્માદના
    આ તો ઘણા ખરા કવિઓનો રોગ!
    સેંકડો લાગી ગયા છે દાવ પર
    ભાગ્ય ખૂલે છે અહીં એકાદના !
    વાહ્
    એ એક તે દિનેશ!

  5. Pinki said,

    April 17, 2010 @ 7:43 AM

    સાચી વાત છે મહેશ અંકલની …
    તેમની કલમમાં અનેરી તાજગી જોવા મળે છે.

  6. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    April 17, 2010 @ 9:14 AM

    સારી ગઝલનું એક ઉત્તમ ઉદાહરણ.

  7. urvashi parekh said,

    April 17, 2010 @ 10:49 AM

    સાવ સાચ્ચી વાત,
    ઘણા દાવ પર લાગી ગયા,પણ ભાગ્ય તો કોઇક્નુજ ખુલે છે.
    સરસ.

  8. Girish Parikh said,

    April 17, 2010 @ 11:28 AM

    ગઝલ ગમી. નીચેના શેર વધુ ગમ્યાઃ

    પત્ર, ફૂલો, મોસમી આબોહવા
    છે ઘણાંયે કારણો સંવાદના

    સેંકડો લાગી ગયા છે દાવ પર
    ભાગ્ય ખૂલે છે અહીં એકાદના !

  9. ધવલ said,

    April 17, 2010 @ 9:36 PM

    છે હથેળી મખમલી સૌની ભલે
    છે બધાના આંગળા પોલાદના

    – સરસ !

  10. Gaurang Thaker said,

    April 17, 2010 @ 10:58 PM

    વાહ દિનેશ વાહ…
    .દઉં પુરાવા કોઈ ભીની યાદના
    મોકલું ફોટા તને વરસાદના

  11. dr jagadip said,

    April 18, 2010 @ 4:00 AM

    આંગળી દીધી અમે ઈર્શાદની
    ને હથેળી લઈ લીધી તેં દાદની

    વાહ દિનેશભાઈ

  12. jigar joshi prem said,

    April 18, 2010 @ 4:44 AM

    aa kavine khub najikthi olkhu 6u. Rajkotna a6aa gazalkaromana ek 6.
    Aa gazal pan sundar thai 6
    abhinandan D.K.

  13. વિહંગ વ્યાસ said,

    April 18, 2010 @ 8:29 AM

    સુંદર ગઝલ.

  14. Hema said,

    April 18, 2010 @ 8:59 AM

    કવિ તો આખી દુનિયા ના હોય જ…પણ રાજકોટ ના એતો રાજકોટ ના જ.
    ખરેખર સુદર ગઝલ છે.

  15. P Shah said,

    April 18, 2010 @ 11:00 AM

    તાજગી સભર સુંદર ગઝલ !

    સેંકડો લાગી ગયા છે દાવ પર…..

  16. Praveen said,

    April 18, 2010 @ 11:17 AM

    ગઝલ ખરેખર ખૂબ સુંદર, ધારદાર અને હ્રુદયસ્પર્શી.
    પરંતુ એક બાબત ખાસ ખૂંચે – અનુસ્વારોનો જરુરી સ્થાનો પર અભાવ.

    અનુસ્વારો અર્થભેદ તો કરે જ છે. વધુમાં, લય, માધુર્યમાં પણ ચોક્કસ ઉમેરો કરે છે.
    આ સત્યાનુભવથી અપરિચિત ન જ હોઈ શકે એવાં સુસંસ્ક્રુત કવિજનો પણ,
    ( માફ કરજો ), ‘ આમ જનતા’ના ભાષાપ્રયોગને અનુસરીને લખતાં દેખાય, ‘સંભળાય’, ત્યારે દુઃખ, ભાષાનાં, પ્રજાનાં ભાવિ વિશે ચિંતા પણ જરૂર થયા વિના રહે નહિ.

  17. impg said,

    April 18, 2010 @ 4:20 PM

    સેંકડો લાગી ગયા છે દાવ પર
    ભાગ્ય ખૂલે છે અહીં એકાદના !

    જિદગિનુ રહ્સ્ય જ આ છે !ખુબ સરસ !!!

  18. Girish Parikh said,

    April 18, 2010 @ 4:46 PM

    અનુસ્વારો સાથેની ગઝલઃ

    દઉં પુરાવા કોઈ ભીની યાદના
    મોકલું ફોટા તને વરસાદના

    ગીત ગાયાં મેં ઉદાસીનાં અને
    ચિત્ર દોર્યાં એકલા ઉન્માદનાં

    છે હથેળી મખમલી સૌની ભલે
    છે બધાનાં આંગળા પોલાદનાં

    પત્ર, ફૂલો, મોસમી આબોહવા
    છે ઘણાંયે કારણો સંવાદનાં

    સેંકડો લાગી ગયા છે દાવ પર
    ભાગ્ય ખૂલે છે અહીં એકાદનાં !

    પ્રવીણભાઈની વાત સાચી છે. અનુસ્વારો મૂકવા જરૂરી છે.

  19. Girish Parikh said,

    April 18, 2010 @ 5:45 PM

    એક અનુસ્વાર હું ચૂકી ગયોઃ “આંગળાં’ જોઈએ.

  20. amit n.shah. said,

    April 18, 2010 @ 10:23 PM

    ખુબ જ સુન્દર ગઝલ

  21. વિવેક said,

    April 19, 2010 @ 12:28 AM

    પ્રવીણભાઈ અને ગિરીશભાઈની વાત સાથે હું સહમત છું. કવિ અને લેખક પણ જો જોડણીનું ધ્યાન ન રાખે તો પછી કોની પાસે આશા રાખી શકાય? હું પોતે જોડણીમાં ઘણી ભૂલો કરી બેસું છું પણ સંગ્રહ છપાતાં પહેલાં કોઈ જ્ઞાનીજન પાસે પ્રુફ ચકાસાવવું જ જોઈએ એ મતનો છું..

    કવિએ કરેલી જોડણી લયસ્તરો પર બદલવામાં આવતી નથી એટલે અનુસ્વારદોષ સાથેની ગઝલ યથાવત્ રાખી છે..

  22. Girish Parikh said,

    April 19, 2010 @ 4:12 PM

    વિવેકભાઈઃ જોડણી અંગે હું તમારી સાથે સહમત છું. મા સરસ્વતી, ગુજરાતી ભાષા, અને પ્રભુકૃપાથી હાલ મારાં નિચેનાં ચાર પુસ્તકો મારા બ્લોગ http://www.girishparikh.wordprss.com પર આકાર લઈ રહ્યાં છેઃ
    ‘આદિલના શેરોનો આનંદ’, તથા બાળ ગીતોના સંગ્રહોઃ ‘ફેરફૂદરડી’, ‘ટમટમતા તારલા’ અને ‘વાર્તા રે વાર્તા’.
    આલબત્ત, પુસ્તકો પ્રકાશિત કરતાં પહેલાં જોડણી, વ્યાકરણ, વગેરે ભાષાના આ વિષયોના નિષ્ણાત પાસે સુધરાવીશ. આશા છે પ્રકાશક પણ આ અગત્યના કાર્યમાં યોગ્ય સહકાર આપશે.
    – – ગિરીશ પરીખ E-mail: girish116@yahoo.com

  23. Girish Parikh said,

    April 19, 2010 @ 4:16 PM

    ઉપરના લખાણમાં પ્રૂફ રીડીંગ કરું છું:
    http://www.girishparikh.wordpress.com જોઈએ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment