તેં કરેલા સૌ ખુલાસાઓની આગળ માત્ર મેં તો,
શેર આ સામો ધર્યો છે, ક્યાં ગઝલ પૂરી કહી છે ?
અંકિત ત્રિવેદી

કોઈ જાણીતો શ્વાસ લાગે છે – શોભિત દેસાઈ

કોઈ જાણીતો શ્વાસ લાગે છે,
એ અહીં આસપાસ લાગે છે.

સાવ લીલો ઉજાસ લાગે છે,
ઓસની નીચે ઘાસ લાગે છે.

જે દિવસભર રહ્યો છે નિર્જન એ,
રાતરાણીનો વાસ લાગે છે.

ગત જનમમાં કૂવો હશે શું અહીં ?
આવીને કેમ પ્યાસ લાગે છે ?

કોયલોના આ તરબતર ટહુકા,
મારાં કાવ્યોના પ્રાસ લાગે છે.

શાંત ઊંડા નદીના પાણીનો,
સાચું કહું તો રકાસ લાગે છે !

પ્હાડ પર વેરવિખેર તડકો છે,
ખીણ તેથી ઉદાસ લાગે છે.

– શોભિત દેસાઈ

નવીન કલ્પનોથી શોભતી શોભિત દેસાઈની રમતિયાળ ગઝલ.

23 Comments »

  1. sapana said,

    March 29, 2010 @ 9:57 PM

    સરસ ગઝલ!!
    સપના

  2. PRADIP SHETH. BHAVNAGAR said,

    March 29, 2010 @ 11:47 PM

    શોભિત દેસાઈની નવાજ સંવેદનોથી શોભિત સ…..રસ રચના

  3. રાકેશ ઠક્કર, વાપી said,

    March 30, 2010 @ 12:20 AM

    મજાની ગઝલ
    જે દિવસભર રહ્યો છે નિર્જન એ,
    રાતરાણીનો વાસ લાગે છે.

    ગત જનમમાં કૂવો હશે શું અહીં ?
    આવીને કેમ પ્યાસ લાગે છે ?

  4. વિવેક said,

    March 30, 2010 @ 1:43 AM

    શોભિત દેસાઈની ગઝલોમાંથી મારે મારો પ્રિય શેર ટાંકવાનો હોય તો ક્ષણાર્ધનાય વિલંબ વિના હું આ શેર ટાંકું:

    કોઈ જાણીતો શ્વાસ લાગે છે,
    એ અહીં આસપાસ લાગે છે.

    છેલ્લો શેર પણ સરસ થયો છે…

  5. Dr. J. K. Nanavati said,

    March 30, 2010 @ 3:49 AM

    ખરેખર શોભિતભાઈએ રમત કરી છે ….

    ગમે એવી

  6. MAYAANK TRIVEDI SURAT said,

    March 30, 2010 @ 4:06 AM

    કોયલોના આ તરબતર ટહુકા,
    મારાં કાવ્યોના પ્રાસ લાગે છે.
    શાંત ઊંડા નદીના પાણીનો,
    સાચું કહું તો રકાસ લાગે છે
    મજાની ગઝલ,ખુબ જ સરસ રચના
    શોભિતભાઈ મજા આવી ગઈ

  7. vihang vyas said,

    March 30, 2010 @ 4:27 AM

    સુંદર ગઝલ, મત્લા સવિશેષ સુંદર…

  8. P Shah said,

    March 30, 2010 @ 5:36 AM

    સુંદર રચના !

    કોઈ જાણીતો શ્વાસ લાગે છે,
    એ અહીં આસપાસ લાગે છે………..સહજતાથી અનુભવેલ સંવેદન !

  9. preetam lakhlani said,

    March 30, 2010 @ 7:54 AM

    ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે
    જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે
    મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે
    હૃદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે
    રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
    મિત્રો, આ સાવ સાચી અને વિચારવા જેવી વાત છે, શોભિત દેસાઈ, વિનોદ જોશી અને અનિલ જોશીએ, ગુજરાતી સાહિત્યમા નાની મુડીએ બહુ મોટો વેપાર ક્ર્યો છે…..એકને એક સગ્રહ જુદા જુદા નામે છેલ્લા ત્રણ દાયકાથી પ્રગટ કરે રાખે છે………ત્રણે કવિ અગત મિત્રો છે પણ આ એક હકિક્ત છે…..અહી પ્રગટ થયેલ ગઝ્લ વિશે વાચકો ધણુ બોલી ચુકયા છે અટલે હુ મારો અભિપ્રાય આપુ કે ન આપુ,એ બાબતમા કોઈ ફ્ર્રક પડતો નથી!!!!!!!!

  10. pragnajuvyas said,

    March 30, 2010 @ 11:20 AM

    .
    શોભિતની જાણીતી ગઝલનો આ લાજવાબ શેર

    કોઈ જાણીતો શ્વાસ લાગે છે,
    એ અહીં આસપાસ લાગે છે.

    તેના પરથી અંકિતે આખી ગઝલ બનાવી

    આસપાસ

    તું મને ન શોધ ક્યાંય આસપાસમાં
    હું તને મળી શકું તારા જ શ્વાસમાં….. …

  11. Girish Parikh said,

    March 30, 2010 @ 12:52 PM

    આદિલનો આ શેર પણ યાદ કરોઃ
    મને ન શોધજો કોઈ હવે હું ક્યાંય નથી,
    અને જુઓ તો તમારી જ આસપાસમાં છું.
    – – ગિરીશ પરીખ E-mail: girish116@yahoo.com
    ‘આદિલના શેરોનો આનંદ’ માણો અને વહેંચોઃ
    http://www.girishparikh@wordpress.com

  12. Girish Parikh said,

    March 30, 2010 @ 12:56 PM

    ‘આદિલના શેરોનો આનંદ’ માણો અને વહેંચોઃ
    http://www.girishparikh.wordpress.com

  13. Girish Parikh said,

    March 30, 2010 @ 1:04 PM

    શોભિત દેસાઈને શામબર્ગ (શિકાગોના સબર્બ) માં અશરફ દબાવાલાએ એમના ઘરના વિશાળ બેઝમેન્ટમાં યોજેલા મુશાયરાનાં સંચાલન કરતા અને એમાં ભાગ લેતા સાંભળ્યા છે. એમનાં રોમાંચક સંચાલન અને રજૂઆત એમનો ઊંડો, હ્રદયપૂર્વકનો માતૃભાષાનો પ્રેમ દર્શાવે છે. એમને સાંભળવા એ મારા જીવનનો એક લહાવો હતો.

  14. vajesinh said,

    March 31, 2010 @ 3:44 AM

    પ્રીતમભાઈ કહેવા શું માગે છે કંઈ સમજાયું નહીં.

  15. preetam lakhlani said,

    March 31, 2010 @ 6:07 AM

    ભાઈ vajesinh, તમે સમજી ગયા છો અને કારણ વગર ખુલાસો ન માગો…..મિત્ર કૅલાસ પડિત ના એક શેર જેવુ છે……અહી લાકો રડવાના પણ ખુલાસા માગે છે……..! હદય છલકાઈને મારો તમારો પ્યાર માગે છે………

  16. Pinki said,

    March 31, 2010 @ 7:39 AM

    વાહ્….. બધાં અશઆર સરસ !

    સરસ ગઝલ !!

  17. Pancham Shukla said,

    March 31, 2010 @ 11:42 AM

    સરસ, વાંચવી ગમે એવી ગઝલ.

  18. bedar lajpuri said,

    March 31, 2010 @ 1:05 PM

    wah shobhit sahib wonderfull ghazal i have read.SHOBHIT DESAI IS MY FAVRITE GHAZALKAR aadab

  19. impg said,

    March 31, 2010 @ 1:29 PM

    બંગલામાં ભવ્યતા છે,ઝૌપડીમાં ઊદાસી છે.
    નેતાઓ માલામાલ છે,જનતા પાયમાલ છે

  20. ચિરાગ ગોર said,

    March 31, 2010 @ 10:26 PM

    કોઇ જાણીતો શ્વાસ, કે અજાણ્યા નો ઉચ્છવાસ, તે ખબર નથી
    પણ શોભિત તારિ આ ગઝલ મને ઝકાસ લાગે છે.

  21. સુનીલ શાહ said,

    March 31, 2010 @ 10:57 PM

    મઝાની ગઝલ..

  22. Deval Vora said,

    July 18, 2010 @ 11:30 PM

    Shobhit bhai na mane sauthi gamata be sher:

    જો પડીશ વિશ્લેષનોમા તો નહી લે તૂ મને, કર કહ્યુ અંતર નુ – લઈ લે તૂ મને….

    બંધ જ્યારે થાય છે બધુ જે સાગમટે અહી, તે પછિ તારા સુધી નવજાત રસ્તો જાય છે

  23. Kajal kanjiya said,

    June 3, 2020 @ 4:22 AM

    ખૂબ સરસ ગઝલ અને
    મત્લા તો વાહહહ વાહહહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment