પૂર્વગ્રહની પાર કંઈ જોયું નહીં,
તારનારા સાવ આછા જળમાં ડૂબ્યા!
– માધવ રામાનુજ

ખોલ તિમિરનાં તાળાં -મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’

મનવા ! ખોલ તિમિરનાં તાળાં,
તારી આંખોમાં ડોકાતાં અનહદનાં અજવાળાં;
મનવા ! ખોલ તિમિરનાં તાળાં.

વસંત આવી, વેણુ વાગી,
કોયલ બોલી બોલ સુહાગી,
નિમિલિત નેણાં કેમ નિરખશે ખીલ્યાં ફૂલ રૂપાળાં ?
મનવા ! ખોલ તિમિરનાં તાળાં.

અખૂટ ખજાનો છે સાંચવણે,
એની વેદના વેણ શું વરણે ?
મધરાતે મનડાને મળતાં ઝડ ઝરડાં ને જાળાં.
મનવા ! ખોલ તિમિરનાં તાળાં.

કારીગરનો સાથ કરી લે,
ચાવી એની હાથ કરી લે,
તાળાં તૃષ્ણાનાં ખૂલતામાં અજવાળાં અજવાળાં !
મનવા ! ખોલ તિમિરનાં તાળાં

-મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’

રામનવમીનાં દિવસે આપણા સૌના મનનાં તિમિરનાં તાળાં ખૂલે અને અંદર અજવાળાં પધારે એવી શુભેચ્છાઓ… 🙂

9 Comments »

  1. Girish Parikh said,

    March 24, 2010 @ 9:08 PM

    આપણા મહાકવિ ન્હાનાલાલની પંક્તિ યાદ આવીઃ
    “ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા”
    મહાકવિ તો પરમ તેજ માટે પ્રભુને પ્રાર્થના કરે છે, પણ આપણા કવિ તો ગાયછેઃ
    “મનવા ! ખોલ તિમિરનાં તાળાં”

  2. Mahendra said,

    March 24, 2010 @ 9:42 PM

    આદરણીય ગુજરાતી બ્લોગ લેખકશ્રી
    ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષાના વિકાસ માટે તથા ગુજરાતી બ્લોગના સંકલન માટે “ગુજવાણી” બ્લોગ એગ્રીગેટર શરૂ કરવામાં આવેલ છે. ગુજવાણીમાં અમારા દ્વારા કેટલાક બ્લોગ જોડવામાં આવેલ છે. જો તમારો કે તમારા બ્લોગ મિત્રોનો બ્લોગ ગુજવાણીમાં ન હોય તો કૃપા કરી જલ્દીથી તમારો બ્લોગ ગુજવાણી સાથે જોડો અને તમારા મિત્રોને પણ ગુજવાણી વિશે જણાવો. ગુજવાણીમાં તમારા લેખનું શીર્ષક અને લેખની કેટલીક પંક્તિઓ દર્શાવવામાં આવશે. http://www.gujvani.tk

    મહેન્દ્ર પટેલ

  3. વિવેક said,

    March 25, 2010 @ 1:28 AM

    ફોર એસ.વી-પ્રભાતના પુષ્પો તરફથી આવું નેટ-એગ્રિગેટર સંમેલન – http://www.forsv.com/samelan/- લાંબા સમયથી અસ્તિત્વમાં છે જ…

  4. virendra bhatt said,

    March 25, 2010 @ 3:21 AM

    જેના મનના તિમિરનાં તાળાં ખુલી ગયાં તેમનું જીવવું સાર્થક થઈ ગયું. પરમક્રુપાળુ પરમાત્મા સહુનાં મનનાં તિમિરનાં તાળાંની ચાવી શોધવામાં મદદ કરે…
    ઍ જ પ્રાર્થના…

  5. preetam lakhlani said,

    March 25, 2010 @ 12:06 PM

    ‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
    નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
    બેફામ
    બહુ જ સરસ કવિતા/ગીત્/ભજન્…….

  6. preetam lakhlani said,

    March 25, 2010 @ 12:12 PM

    બૂટ પહેરી નીકળતા પગ માટે,
    આંગણે ફૂલની બિછાત ન કર.
    મુકુલ ચોક્સી
    આ ભજન જ્યા પણ વાચ્યુ છે ત્યારે કઈક નવુ જ્ લાગ્યુ છે….કવિની તો આ કમાલ છે…અટલે સપાદક વિશે શુ લખુ…બસ સુરતી ગઝલકાર મુકુલ નો શેર યાદ આવ્યો!!!

  7. ધવલ said,

    March 25, 2010 @ 2:07 PM

    સરસ !

  8. Pancham Shukla said,

    March 26, 2010 @ 10:00 AM

    સુંદર અને મને ગમતું ભક્તિપદ.

    અખૂટ ખજાનો છે સાંચવણે,
    એની વેદના વેણ શું વરણે ?

    અહીં સાચવણે (સાચવી રાખવાની જવાબદારી રૂપે) અને વરણે (વર્ણન કરે) જેવા તળપદા શબ્દો કેવી કાવ્યાત્મક રીતે પ્રયોજાયા છે એ પણ અ જોવા જેવું છે!

  9. pragnaju said,

    March 27, 2010 @ 4:31 PM

    કારીગરનો સાથ કરી લે,
    ચાવી એની હાથ કરી લે,
    તાળાં તૃષ્ણાનાં ખૂલતામાં અજવાળાં અજવાળાં !
    મનવા ! ખોલ તિમિરનાં તાળાં
    ખૂબ ભાવવાહી પ્રાર્થના

    તિમિરમાં સહર સુધી. મંજિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા,
    ….. દિલના દ્વાર ખોલી ગયું. છાને પગલે આવીને કોક દિલના દ્વાર ખોલી ગયું,
    …. નસીબને લાગી ગયા છે કંઇક ઍવા તાળા, થઇ ગયા છે ખુબ જ દુર એ મારાથી, …

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment