એનો વાંધો કોઈને નહોતો કદી કે
એક સરોવર ઓઢીને તું નીકળે છે,
પણ ખભે ઊંચકીને રણ જે જાય, તેને
કેમ જાણીજોઈને સામે મળે છે?
મુકુલ ચોકસી

નોંધ લેવી જોઈએ – નીતિન વડગામા

આવતાં-જાતાં બધાંની નોંધ લેવી જોઈએ.
દેહના આ દબદબાની નોંધ લેવી જોઈએ.

આજ કડવી ઝેર છે, એ વાત જુદી છે છતાં,
કાલની મીઠી મજાની નોંધ લેવી જોઈએ.

ઊંઘનું ઓસડ બનીને રાતને પંપાળતી,
વ્હાલભીની વારતાની નોંધ લેવી જોઈએ.

પ્રાણ પૂરે છે અહીં એકાદ પગલું કોઈનું,
જીવતી કોઈ જગાની નોંધ લેવી જોઈએ.

બાદબાકી એક વ્યક્તિની થતાં શું થાય છે ?
સાવ સૂની આ સભાની નોંધ લેવી જોઈએ.

આવતીકાલે પછી ઘેઘૂર જંગલ થઈ જશે,
ઊગતી એ આપદાની નોંધ લેવી જોઈએ.

આખરે તો આપણો આધાર સાચો એ જ છે,
શ્વાસ જેવા આ સખાની નોંધ લેવી જોઈએ.

– નીતિન વડગામા

આમ તો કવિનું કામ જ – જેની બીજા કોઈ નોંધ ન લે એ બધાની – નોંધ લેવાનું છે. કવિ ન લે તો આ બધી નાની-નાની જણસોની નોંધ બીજું લેશે પણ કોણ ?

17 Comments »

  1. sudhir patel said,

    March 18, 2010 @ 8:55 PM

    ખૂબ સુંદર ગઝલ!
    આ શે’ર કાબિલે-દાદ છે.

    પ્રાણ પૂરે છે અહીં એકાદ પગલું કોઈનું,
    જીવતી કોઈ જગાની નોંધ લેવી જોઈએ.

    સુધીર પટેલ.

  2. ડૉ.મહેશ રાવલ said,

    March 18, 2010 @ 9:06 PM

    સહુથી પહેલાં તો નીતિનભાઈને આટલા સુંદર રદિફ માટે અભિનંદન આપવા જોઈએ.
    અને આખી ગઝલને જે સરસ માવજતથી કંડારી છે એ પણ એટલી જ સરાહનીય છે.

  3. shashikant vanikar said,

    March 18, 2010 @ 11:26 PM

    ખુબ જ સુન્દર ! અભિનન્દન્ .

  4. Shekh M.Toshif said,

    March 18, 2010 @ 11:38 PM

    નીતિનભાઈ તમને ખુબ ખુબ અભિનંદન,

  5. Shekh M.Toshif said,

    March 18, 2010 @ 11:45 PM

    નીતિનભાઈ
    વગડામાં ઉભા રહીને કોઈ ને તો તમે બુમ મારી હશે?
    મીસકોલ સ્વરૂપે કોઈને તો તમે હૈયું આપ્યું હશે?

  6. રાકેશ ઠક્કર, વાપી said,

    March 19, 2010 @ 12:35 AM

    સુંદર ગઝલ! સાહિત્યમાં આ ગઝલની નોંધ લેવી જોઈએ.
    બાદબાકી એક વ્યક્તિની થતાં શું થાય છે ?
    સાવ સૂની આ સભાની નોંધ લેવી જોઈએ.

  7. DR ASHOK JAGANI said,

    March 19, 2010 @ 1:16 AM

    dhaval
    nitinbhai surat kavi sammelan ma avya hata

  8. pragnaju said,

    March 19, 2010 @ 7:14 AM

    “એની નોંધ લેવી જોઈએ કે કોઈપણ કે જે તેમની સિસ્ટમને CAPP શૈલી માટે સંપાદને પાર્ટીશનને બાહ્ય રીતે audit ડિમનના વપરાશ માટે ડિસ્ક પાર્ટીશન સમર્પિત કરવો જોઈએ”
    જેવી ભારેખમ નોંધ વચ્ચે
    આવતાં-જાતાં બધાંની નોંધ લેવી જોઈએ.
    દેહના આ દબદબાની નોંધ લેવી જોઈએ.

    આજ કડવી ઝેર છે, એ વાત જુદી છે છતાં,
    કાલની મીઠી મજાની નોંધ લેવી જોઈએ.

    ઊંઘનું ઓસડ બનીને રાતને પંપાળતી,
    વ્હાલભીની વારતાની નોંધ લેવી જોઈએ.
    વાહ્

  9. વિવેક said,

    March 19, 2010 @ 7:21 AM

    સાદ્યંત સંતર્પક ગઝલ…

  10. Pinki said,

    March 19, 2010 @ 7:31 AM

    નીતિનભાઈ,
    કડવી જિંદગીની, મીઠી મીઠી વાતોની સરસ નોંધ લીધી છે.

  11. preetam lakhlani said,

    March 19, 2010 @ 10:07 AM

    બહુ જ સરસ ગઝલ્ નીતિનભાઈ સાથે રાજકોટ વાત થશે તો આ ગઝલ વિસે અચુક વાત કરિસ્!!!

  12. Hema said,

    March 21, 2010 @ 5:14 AM

    બહુ જ સરસ!!!!!
    નિતિનભાઈ વિશે જાણવુ હોઈ તો??
    તેમની અન્ય રચના ઓ વાચવી હોય તો?
    રાજકોટના છે તે જાણિ આનદ થયો.આભાર

  13. Sandhya Bhatt said,

    March 21, 2010 @ 6:54 AM

    સુંદર રદીફ ધરાવતી સુંદર ગઝલ….એની નોંધ લેવી જ જોઈએ.

  14. વિવેક said,

    March 21, 2010 @ 11:48 PM

    @ હેમાબેન,

    નીતિન વડગામાની કેટલીક રચનાઓ આપ અહીં માણી શક્શો:

    https://layastaro.com/?cat=72

  15. kanchankumari parmar said,

    March 22, 2010 @ 2:06 AM

    બોલ્યા તમે અને ચુપ રહ્યા અમે..સાચુ કહુ ;આની પણ નોંધ લેવિ જોઈએ….

  16. amarish said,

    March 23, 2010 @ 2:42 AM

    ખુબજ સરસ રિતે જે આપે આ કવિતા લખિ ચ્હે તે બદલ ખુબજ ધન્યવાદ અને ખરેખર આ જિન્દગિનિ પન નોન્ધ લેવિજ જોઈએ

  17. Just 4 You said,

    April 15, 2010 @ 5:37 AM

    પ્રાણ પૂરે છે અહીં એકાદ પગલું કોઈનું,
    જીવતી કોઈ જગાની નોંધ લેવી જોઈએ.

    બાદબાકી એક વ્યક્તિની થતાં શું થાય છે ?
    સાવ સૂની આ સભાની નોંધ લેવી જોઈએ.

    Awesome ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment