છે સમયની કેટલી માઠી અસર
વૃક્ષ વલખે છે હવે ટહુકા વગર
– મયંક ઓઝા

એ જિંદગી – ઉશનસ્

આ તરફ ઉન્મત્ત ધ્વજ ફરકાવતું સરઘસ જતું;
-ના તે નહીં,
એ તરફથી ડાઘુજન ગમગીન ચહેરે આવતું;
– તે યે નહીં.
રસ્તા વિશે એ બે ય ધારા જ્યાં મળે,
તે મેદની છે જિંદગી.

ભરતી વિષે ઉભરાય ખાડી, ખાંજણો યે આકળી;
-ના તે નહીં,
ને ઓટમાં એ હાડપિંજરની ગણી લો પાંસળી યે પાંસળી,
– તે યે નહીં
ઓટ ને ભરતી ઉભય સંધાય જે ક્ષણ;
તે સમુંદર જિંદગી.

ફૂલના જેવું વસંતલ સ્મિત ખીલે જે શૈશવે;
-ના તે નહીં,
ને અષાઢી મેઘ જેવી આંખડી સંતત રુવે,
– તે યે નહીં..
હર આહ કૈં મલકી જતી, હર સ્મિત ભરતું ડૂસકું
તે સંધિક્ષણ છે જિંદગી.
 

-ઉશનસ્   

5 Comments »

  1. પંચમ શુક્લ said,

    August 2, 2006 @ 3:21 PM

    હકીકતમાં આ સુંદર રચના સમત્વની હિમાયત કરે છે.
    હર્ષ-શોક વચ્ચેનાં balance ની વાત છે.

    આ અછાંદસ લાગતા કાવ્યમા
    ‘ગાલગાગા’ કે ‘ગાગાલગા’ ના લયબધ્ધ આવર્તન અને ગઝલ/નઝમની જેમ ‘જિંદગી’ રદીફ તરત નજરે ચડી આવે છે. જો કે કાફિયાનો લોપ છે.

    આ કાવ્ય પણ જાણે ગીત-ગઝલ વચ્ચેનું સમત્વ highlight કરે છે.

  2. nayana said,

    August 2, 2006 @ 5:12 PM

    i like this sight i am learning computer so i do not no how to write in gujarati on computer

  3. પ્રેરક વિ. શાહ said,

    August 3, 2006 @ 9:19 AM

    વાહ ભઇ! ઘણી જ સુંદર કાવ્ય રચના. જીવન નું સમતુલન સમજાવે છે.

  4. ઊર્મિ સાગર said,

    August 3, 2006 @ 11:03 AM

    Different…. but very nice!!

    Thank you Panchamji for the very educational comment!!
    … it really helps and good to know for beginners like me!

    Thanks…
    UrmiSaagar
    https://urmi.wordpress.com

  5. vasant shah said,

    January 16, 2013 @ 4:19 AM

    JINDGI YETLE SHU ?
    AAM JOVA JAO TO SHUKH SIVAYE KAI NATHI,
    NE AAM JOVA JAO TO DUKH BHARI CHHE JINDGI !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment