ઊઠીને બારી ઉઘાડી તેં સૂર્ય જોયો ને
સવારનેય સવારે જડી ગયું છે કોઈ
– ભાવિન ગોપાણી

સાધના કરવી પડે – કિરણસિંહ ચૌહાણ

ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે,
નહિ તો આખી જિંદગી બસ યાચના કરવી પડે.

એટલા સહેલાઇથી બદનામ પણ ના થઇ શકો,
એના માટે પણ જગતમાં નામના કરવી પડે.

આપવા માગે જ છે તો આટલું દઇ દે મને,
યાદ એવી આપ જેને યાદ ના કરવી પડે !

આપણે એવી રમત રમવી નથી જેમાં સતત,
અન્ય હારી જાય એવી કામના કરવી પડે.

આમ તો પ્રત્યેક જણ યોગી છે અથવા સંત છે,
સાવ નાની વાતમાં અહિ સાધના કરવી પડે.

 કિરણસિંહ ચૌહાણ

કિરણભાઈની મને ઘણી ગમતી ગઝલોમાંની આ એક ગઝલ.  જેના પાંચેપાચ અશઆરમાંથી કયો શે’ર શિરમોર છે, એ મૂંઝવણ તમે ઉકેલી જ ના શકો.  જો કે મને અંગત રીતે ત્રીજો શે’ર વધુ ગમે છે… જેને યાદ જ ના કરવી પડે એવી યાદને ‘યાદ’ તો કેમ કહી શકાય?  કદાચ ‘ચિરસ્મરણ’ કહી શકાય…!

27 Comments »

  1. Jayshree said,

    March 10, 2010 @ 11:06 PM

    વાહ કિરણભાઇ…
    ક્યા બાત હૈ.. !!

    મસ્ત ગઝલ લઇ આવી ઊર્મિ… સાચ્ચે જ, બધા જ શેર વાંચતા જ ગમી જાય એવા..!

  2. P Shah said,

    March 10, 2010 @ 11:11 PM

    સુંદર ગઝલ !

    સાવ નાની વાતમાં અહિ સાધના કરવી પડે.

    સાચી જ વાત છે

  3. ashok trivedi said,

    March 10, 2010 @ 11:58 PM

    11/03010 vah kiranbhai
    b.ahu maja avi gai tabiat tarbatar thai gai.ashok trivedi 09820728124
    http://www.chartsanketstock.com

  4. Girish Parikh said,

    March 11, 2010 @ 12:25 AM

    આ ગઝલનું શીર્ષક “સાધના કરવી પડે” ખરેખર સાર્થક છે – – એના એકે એક શેરમાં છુપાયેલા ગૂઢ અર્થ પામવા સાધના કરવી પડે એમ લાગે છે! કોઈ ગઝલ-સાધક સમજાવે તો સરસ.

  5. Samkit Sheth said,

    March 11, 2010 @ 12:29 AM

    ખુબ સરસ ગઝલ.

  6. ડૉ.મહેશ રાવલ said,

    March 11, 2010 @ 12:33 AM

    શ્રી કિરણભાઈના બ્લોગ પર આ ગઝલ પ્રથમવાર એમણે પોસ્ટ કરી ત્યારથી જ મને “વહાલી” લાગેલી આજે અહીં ફરીથી વાંચીને ખૂબ ગમ્યું.
    ગઝલમાં જે અંદાઝથી ખુમારી વણાઈ છે એ મને પણ પ્રિય છે.

  7. AMARISH said,

    March 11, 2010 @ 1:22 AM

    hal paristhiti joe ne m j lage 6 ke garjana sivay koi bijo rasto nathi ane kiranbhai maru to avuj kehvu 6 k tame je 5 gazal lakhi 6 aena karta biji 5 umeri ne lakhi hot to aapni andar ni bhavna ne samaj va no praytna thai shakat.aa mari salah nathi pan andar ni bhavna 6.DHANYAVAAD

  8. Bharat Patel said,

    March 11, 2010 @ 1:25 AM

    અતિ સુન્દર્ ભલે હુ ગુજ્રરાતિ માધ્યમ મા ભણ્યો નથેી પરન્તુ ગુજરાતેી સહિત્યમા ઘનોજ રસ છે.
    ભરત

  9. Viren Patel said,

    March 11, 2010 @ 1:28 AM

    બધા જ શેર ખુબ ગમી ગયા. પાર્થ્ ને કહો ચડાવે બાણ, હ્ વે તો યુદ્ધ એ જ કલ્યાણ – યાદ આવિ ગયુ.
    અભિનન્દન્ ઉર્મિ..

  10. વિવેક said,

    March 11, 2010 @ 1:40 AM

    સુંદર ગઝલ… યાદવાળો શેર પહેલી નજરના પ્રેમ જેવો છે…

  11. urvashi parekh said,

    March 11, 2010 @ 2:58 AM

    સરસ,
    માંગણી કરી તો તે પણ કેટલી સરસ…
    અહીં તો નાની નાની વાત માટે ખુબ પ્રયત્ન કરવા પડે છે.
    સુન્દર..

  12. રાકેશ ઠક્કર, વાપી said,

    March 11, 2010 @ 3:17 AM

    અગાઉ અનેક જગ્યાએ વાંચી હોવા છતાં તેમાંની ખુમારીને લીધે વારંવાર વાંચવી ગમે છે.
    આપણે એવી રમત રમવી નથી જેમાં સતત,
    અન્ય હારી જાય એવી કામના કરવી પડે.

  13. praful patel said,

    March 11, 2010 @ 4:07 AM

    excellent… bahot khub….sadhu bhav mate sallam.

  14. B said,

    March 11, 2010 @ 5:16 AM

    બહુજ સરસ ગઝલ

  15. SMITA PAREKH said,

    March 11, 2010 @ 6:35 AM

    કિરણભાઈ,
    અગાઉ સાંભળીછે, તો પણ વારંવાર વાચવી ગમે છે.
    ગઝલમાં રહેલી ખુમારી ખુબ સ્પર્શી જાય છે.

  16. Pinki said,

    March 11, 2010 @ 7:46 AM

    સરસ ખુમારીસભર ગઝલ.

    વૅબમહેફિલ પર પણ મૂકેલી એટલી ગમી’તી.

  17. નિનાદ અધ્યારુ said,

    March 11, 2010 @ 11:25 AM

    ભઈ ! આમા તો comment લખવા માટે પણ સાધના કરવી પડે !

  18. Dhaval said,

    March 11, 2010 @ 12:49 PM

    ઉત્તમ ગઝલ !

  19. sudhir patel said,

    March 11, 2010 @ 2:05 PM

    કિરણભાઈની આ દમદાર ગઝલ ફરી માણવી ગમી.
    સુધીર પટેલ.

  20. preetam lakhlani said,

    March 11, 2010 @ 2:13 PM

    સરસ ખુમારીસભર ગઝલ…….
    ઉત્તમ ગઝલ !…….
    બહુજ સરસ ગઝલ……..
    સુંદર ગઝલ !…………..

    વાહ કિરણભાઇ…
    ક્યા બાત હૈ..
    આમ તો પ્રત્યેક જણ યોગી છે અથવા સંત છે,
    સાઆપવા માગે જ છે તો આટલું દઇ દે મને,
    આમ તો આખી ગઝ્લ ગમી પણ બે ચાર શેર બહુ જ ગમ્યા!!!

  21. Girish Desai said,

    March 11, 2010 @ 4:58 PM

    આપણે એવી રમત રમવી નથી જેમાં સતત,
    અન્ય હારી જાય એવી કામના કરવી પડે.

    આપણી આવડતમાં આવો દ્રઢ આત્મ વિશ્વાસ હોવો ખૂબ જરુરી છે.

    અતિ સુંદર

  22. સુનીલ શાહ said,

    March 11, 2010 @ 11:29 PM

    ગઝલકિરણની ખુમારી પ્રથમ શેરમાં બખૂબી વ્યક્ત થાય છે. ઉત્તમ ગઝલ..

  23. Pancham Shukla said,

    March 12, 2010 @ 10:07 AM

    કિરણભાઈની બહુખ્યાત અને શેરિયતથી ભરીભરી ઉમદા ગઝલ.

  24. pragnaju said,

    March 14, 2010 @ 2:36 PM

    સર્વાંગ સુંદર ગઝલના આ શેરો વધુ ગમ્યા
    આપણે એવી રમત રમવી નથી જેમાં સતત,
    અન્ય હારી જાય એવી કામના કરવી પડે.

    આમ તો પ્રત્યેક જણ યોગી છે અથવા સંત છે,
    સાવ નાની વાતમાં અહિ સાધના કરવી પડે.

  25. ABHIJEET PANDYA said,

    September 7, 2010 @ 3:25 AM

    ગઝલ સુંદ્ર છે.

    એટલા સહેલાઇથી બદનામ પણ ના થઇ શકો,
    એના માટે પણ જગતમાં નામના કરવી પડે.

    શેર ગમ્યો.

    અિભજીત પ્ંડ્ય ( નવોિદત ગઝલકાર , ભાવનગર ).

  26. ABHIJEET PANDYA said,

    September 7, 2010 @ 3:26 AM

    ગઝલ સુંદર છે.

    એટલા સહેલાઇથી બદનામ પણ ના થઇ શકો,
    એના માટે પણ જગતમાં નામના કરવી પડે.

    શેર ગમ્યો.

    અિભ્જીત પ્ંડ્યા ( નવોિદત ગ્ઝલકાર , ભાવનગર ).

  27. praful patel said,

    January 7, 2011 @ 3:59 AM

    very touching sir,
    totally nice but the last 2 lines , hats off dear

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment