તારામાં તું ઓતપ્રોત, હું મારામાં લીન
ઘરની જર્જર ભીંત પર મૂક લટકતું બીન
– સંજુ વાળા

ગઝલ – અનિલ ચાવડા

એકધારા દોડવાની તું મૂકી દે ટેક, પ્લીઝ !
રાખ તારી સ્પીડ પર થોડીઘણી તું બ્રેક, પ્લીઝ !

રોક, મારામાં પડેલી આ તિરાડો રોક, દોસ્ત !
ભીતરેથી રોજ થાતો જાઉં છું હું ક્રૅક, પ્લીઝ !

પહાડ જેવી ભૂલ પણ ક્ષણમાં જ ઓગાળી શકે,
બે જ શબ્દો- એકનું છે નામ સૉરી, એક પ્લીઝ.

કેટલા વરસે ગયું આંખોનું વાંઝિયાપણું,
ખાવ મારા આંસુઓના બર્થ-ડેની કેક, પ્લીઝ !

જિંદગીભર જે શ્વસ્યો’તો એ કરું છું હું પરત,
હે પ્રભુ ! સ્વીકાર મારા શ્વાસનો આ ચેક, પ્લીઝ !

-અનિલ ચાવડા

દરેક યુગમાં દરેક સંસ્કૃતિમાં કવિતાએ (વ્યાપક અર્થમાં જોઈએ તો તમામ કળાઓએ) સાંપ્રત સમયનું પ્રતિબિંબ ઝીલેલું જોવા મળે છે. કોઈ પણ કળા અને એના કાળનું મૂલ્યાંકન કરીએ એટલે જે તે દેશની જે તે સમયની સભ્યતા વિશે બખૂબી જાણી શકાય…

અનિલ ચાવડાની આ ગઝલ વિશે બીજું કંઈ લખવાની જરૂર ખરી ?

34 Comments »

  1. કુણાલ said,

    February 26, 2010 @ 2:07 AM

    કેટલા વરસે ગયું આંખોનું વાંઝિયાપણું,
    ખાવ મારા આંસુઓના બર્થ-ડેની કૅક, પ્લીઝ !

    આ શેર માટે તો શું કહી શકાય !!! વાહ્હ … કલ્પન ખુબ જ અદ્ભૂત … !!

    અને આખરી શેર પણ ખુબ જ મજાનો ..

    જિંદગીભર જે શ્વસ્યો’તો એ કરું છું હું પરત,
    હે પ્રભુ ! સ્વીકાર મારા શ્વાસનો આ ચૅક, પ્લીઝ !

    માઈન્ડબ્લોઈંગ ગઝલ …

  2. Dr. J. K. Nanavati said,

    February 26, 2010 @ 3:59 AM

    સીમ્પલી….અદભુત

  3. Pinki said,

    February 26, 2010 @ 4:10 AM

    અનિલ ચાવડાની કોઈ પણ ગઝલ વિશે બોલવાની જરુર પડે ?

    કેટલા વરસે ગયું આંખોનું વાંઝિયાપણું,
    ખાવ મારા આંસુઓના બર્થ-ડેની કૅક, પ્લીઝ !

    અનિલ, આવી જ એક ઓર ગઝલ, પ્લીઝ !

  4. Ankit Desai said,

    February 26, 2010 @ 6:01 AM

    જિંદગીભર જે શ્વસ્યો’તો એ કરું છું હું પરત,
    હે પ્રભુ ! સ્વીકાર મારા શ્વાસનો આ ચૅક, પ્લીઝ !

    મજા પડી………..
    આભાર………

  5. નિનાદ અધ્યારુ said,

    February 26, 2010 @ 8:02 AM

    ત્રીજા શેરમાં “ઓગળે”ની જગાએ “ઓગાળે” પ્લીઝ !

    પહાડ જેવી ભૂલ પણ ક્ષણમાં જ ઓગાળી શકે,
    બે જ શબ્દો- એકનું છે નામ સૉરી, એક પ્લીઝ.

    પરંપરાગત “મહેરબાની કરીને” ના સ્થાને “પ્લીઝ” ગમ્યું.

  6. dhaval soni said,

    February 26, 2010 @ 8:07 AM

    ખુબ જ સરસ અનીલભાઈ………..ગુજરાતી સંસ્ક્રુતિ સાથે અંગ્રેજી શબ્દોનો અદભુત સમન્વય……………
    ખુબ સરસ………..

  7. vishwadeep said,

    February 26, 2010 @ 9:19 AM

    કેટલા વરસે ગયું આંખોનું વાંઝિયાપણું,
    ખાવ મારા આંસુઓના બર્થ-ડેની કૅક, પ્લીઝ ! સુંદર શે’ર્..

  8. Girish Parikh said,

    February 26, 2010 @ 10:47 AM

    એકધારા દોડવાની તું મૂકી દે ટેક, પ્લીઝ !
    રાખ તારી સ્પીડ પર થોડીઘણી તું બ્રેક, પ્લીઝ !

    કહેવત યાદ આવીઃ શ્વાસ ખાઈને સો ગાઉ જવાય.

  9. સુનીલ શાહ said,

    February 26, 2010 @ 11:28 AM

    વાહ…

  10. ડૉ.મહેશ રાવલ said,

    February 26, 2010 @ 1:26 PM

    અનિલ ચાવડાની કલમે અનેક રચનાઓમાં એનો “પરિચય”આપી દીધો છે……
    પ્રસ્તુત ગઝલ એનું જ જાણે અનુસંધાન સાધતી હોય એવી નવિન તાજગી અને છાંટ લઈને આવી છે. એમાંય,
    બે જ શબ્દો- એકનું છે નામ સૉરી, એક પ્લીઝ.
    -આ બે જ શબ્દોની વાત જરા વધારે ગમી.
    અભિનંદન અનિલ.

  11. sudhir patel said,

    February 26, 2010 @ 6:09 PM

    તાજગી સભર સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  12. Urmi said,

    February 26, 2010 @ 11:48 PM

    મજા આવી ગઈ… ગઝલ ખૂબ જ ગમી.

    ‘પ્લીઝ’ ને ‘સોરી’ જેવા અંગ્રેજી શબ્દોને આપણે એટલી હદે પોતીકા બનાવી દીધા છે કે ગઝલમાં અંગ્રેજીપણા કરતાં ખાસ તો પોતીકાપણું જ લાગે છે… રોજીન્દા વ્યવહારમાં બોલાતા ‘પ્લીઝ’ શબ્દથી જે ચમત્કૃતી આવી છે એ કદાચ અન્ય શબ્દથી ન આવી શકી હોત.

    અભિનંદન અનિલભાઈ!

  13. Urmi said,

    February 26, 2010 @ 11:49 PM

    અને હા, આ શે’ર જરા વધુ ગમી ગયો…

    પહાડ જેવી ભૂલ પણ ક્ષણમાં જ ઓગાળી શકે,
    બે જ શબ્દો- એકનું છે નામ સૉરી, એક પ્લીઝ.

  14. વિવેક said,

    February 27, 2010 @ 2:03 AM

    ટાઇપિંગની ભૂલ સુધારવા બદલ આભાર, નિનાદભાઈ…

    શ્વાસ ખાઈને સો ગાઉ જવાય – આ કહેવત યાદ કરાવવા બદલ ગિરીશભાઈનો પણ આભાર…

  15. Pancham Shukla said,

    February 27, 2010 @ 9:40 AM

    સરસ ગઝલ અનિલભાઈ. રોજબરોજ વપરાતા અંગ્રેજી શબ્દોને એવા સહજ રીતે ગૂંથ્યા છે કે ગુજલીશ કહેવાનું પણ મન થાય. આ શબ્દો અને આ બાની આધુનિક વિશ્વનાગરિક ગુજરાતીને યથાર્થ રજૂ કરે છે.

  16. vajesinh said,

    February 28, 2010 @ 4:23 AM

    કેટલાં વરસે ગયું આંખોનું વાંઝિયાપણું,
    ખાવ મારાં આંસુઓના બર્થ-ડેની કૅક, પ્લીઝ !
    સરસ શેર. બોલચાલના અંગ્રેજી શબ્દોને ગઝલમાં પ્રયોજવાનો કસબ કારગત
    અનિલભાઈને હવે કસબ હાથવગો થઈ ગયો હોય એમ લાગે છે.

  17. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    February 28, 2010 @ 2:10 PM

    આમ ને આમ કરતાં કરતાં થઈ જશે ‘ગુજરાતી’ પોપ્યુલર !
    આમ અનિલોને વહેવા દ્યો,ગુજરાતી થઈ જશે ‘ગુજેંગ’ સર !

  18. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    February 28, 2010 @ 2:13 PM

    આમ ને આમ કરતાં કરતાં થઈ જશે ‘ગુજરાતી’ પોપ્યુલર !
    આમ અનિલોને વહેવા દ્યો,ગુજરાતી થઈ જશે ‘ગુજેંગ’.સર !

  19. kirankumarchauhan said,

    February 28, 2010 @ 11:41 PM

    વાહ! કવિએ સ્વમુખે સંભળાવી હતી ત્યારથી મનમાં આ ગઝલ ગૂંજતી હતી.

  20. કિરણકુમાર ચૌહાણ said,

    February 28, 2010 @ 11:47 PM

    અનિલ, ચંદ્રેશ, ભાવેશ, નિલેશ, ગૌરવ જેવા તાજજા કવિઓ ગઝલના વર્તમાન અને ભવિષ્યને ઊજળાં કરવા પ્રયત્નશીલ છે એનો ખૂબ આનંદ છે.

  21. હેમંત પુણેકર said,

    March 2, 2010 @ 12:35 AM

    સુંદર ગઝલ છે! કંઈક અલગ જ કલ્પનોનો સુંદર પ્રયોગ!

    મને એક વાતનું દુઃખ સતત રહે છે કે અંગ્રેજી ઉચ્ચારોને ગુજરાતીમાં લખવાની પદ્ધતિ અંગે અરાજકતા પ્રવર્તે છે. એના પરિણામે આપણા અંગ્રેજી ઉચ્ચારો પણ ખોડંગાય છે. આપણે હૉલને હોલ કહીએ છીએ અને જોક ને જૉક કહીએ છીએ. બાગબાન જેવી હિન્દી ફિલ્મોમાં પણ એ વાત લેવાઈ પણ છે.

    આ ગઝલમાં પણ અમુક કાફિયામાં “એ” નો ઉચ્ચાર ખોટી રીતે લખાયો છે. “એ” ઉચ્ચારની ત્રણ ફ્લેવર્સ અંગ્રેજીમાં છે.
    ૧) lake, take – લેક, ટેક – આ ઉચ્ચાર આપણા સ્વર “એ” જેવો જ છે,
    ૨) lack, match – લૅક, મૅચ – આ ઉચ્ચાર મોઢુ વધારે ખોલીને “એ” બોલવા જેવો છે અને
    ૩) leg, check – લે’ગ, ચે’ક – આ ઉચ્ચાર આપણા પરંપરાગત “એ” જેવો જ છે પણ એનો ઉચ્ચાર ઝડપથી કરવામાં આવે છે/પ્લુત છે. સરળતા ખાતર લેગ, ચેક એમ પણ લખી શકાય.

    આ સમજણ મરાઠી ભાષકો/સાહિત્યમાં ખૂબ સ્પષ્ટ રીતે છે પણ ગુજરાતીમાં એનો સંપૂર્ણ અભાવ છે એમ કહું તોય અતિશયોક્તિ નહીં થાય.

    મને સમજાય છે ત્યાં સુધી આ ગઝલમાં “ક્રેક ની જગ્યા એ ક્રૅક”, “કૅકની જગ્યાએ કેક” અને “ચૅકની જગ્યાએ ચેક” એમ હોવું જોઈએ.

    જુગલકાકા જેવા લોકો આ વાત પર વધુ પ્રકાશ પાડી શકે એવું મને લાગે છે.

  22. jjugalkishor said,

    March 2, 2010 @ 3:29 AM

    જોડણીકોશ મુજબ ક્રૅક – તિરાડ (ૅ) ; કેક (વાનગી) (ે) તથા બેંકનો ચેક ( ૅ નહીં). જોકે ચૅકનો ઉચ્ચાર હેમંતભાઈના કહેવા મુજબ શંકા કરાવનારો છે. બોલવામાં ચૅક જ સંભળાય છે.

    હેમંતભાઈ લખે છે કે “અંગ્રેજી ઉચ્ચારોને ગુજરાતીમાં લખવાની પદ્ધતિ અંગે અરાજકતા પ્રવર્તે છે.” તે વાત સાવ સાચી નથી…ગુજ.જોડણીકોશના નિયમ મુજબ અંગ્રેજીમાંથી આવેલા શબ્દો માટે પહોળા ઉચ્ચાર દર્શાવવા માટે ઊંધી માત્રા ( ૅ તથા ૉ )દર્શાવવાનું હોય છે જ્યારે ગુજરાતી શબ્દોને લખવા માટે આ નિયમ નથી ! જેમકે ગોળ (વર્તુળાકાર) અને ખાવાનો ગોળ શબ્દકોશમાં ગોળ જ છે પણ ખાવાના ગોળ માટે બાજુમાં કૌંસ કરીને (ગૉળ) એમ લખાયું છે !!

    મરાઠી ભાષીઓ બહુ જાગૃત છે. વર્ષો પહેલાં એમણે શબ્દોને અંતે આવતી હ્રસ્વ ઇ (િ) કાઢી નાખી છે ! “આજે મરાઠીનાં સઘળાં પાઠ્યપુસ્તકોમાં અને છાપાંઓમાં આપણને ‘નીતી, રીતી, પ્રીતી, શ્રુતી, વીધી, સૃષ્ટી, શની, રવી’ લખાતું જોવા મળે છે.. લખાતા જોડાક્ષરોમાંયે પરિવર્તન સ્વીકાર્યું છે તે વળી બીજી વાત થઈ..”

    ગુજ. શબ્દકોશને સતત વાપરવાનું આપણે ત્યાં ભાગ્યે જ થાય છે. કોશની પાંચમી આવૃત્તિ ૧૯૬૭મા પ્રકાશિત થઈ. ત્યાર બાદ કુલ છ પુનર્મુદ્રણો થયાં તેની બધી મળીને ફક્ત – હા ફક્ત !! – ૮૦૦૦ નકલો જ છપાઈ હતી. જોડણીકોશ તે કાંઈ ખરીદવાની વસ્તુ થોડી ગણાય ??

    હેમંતભાઈ જેવા ચિંતા કરનારા કેટલા ? બ્લોગજગત પર જોડણીકોશને વશ વર્તનારા ૧૦૦ માણસોય તૈયાર થાય તો ગુજરાતીને બચાવવાની વાતો કરવાનો વારો જ ન આવે.

    લયસ્તરોને હંમેશ મુજબ મારી શુભેચ્છાઓ (વિદ્યાપીઠ દ્વારા કરાઈ રહેલા સર્વેમાં મારી પસંદગીના પાંચ બ્લોગમાનો આ લયસ્તરો એ એક છે.)

  23. Pinki said,

    March 2, 2010 @ 4:21 AM

    સરસ જાણવા મળ્યું.. !

    લોક-ઉચ્ચારો મુજબ,
    ચેક-cheque, ચૅક-check ?!

    will like to read Mark Twain on spellings in English.. !

    http://grammar.about.com/od/writersonwriting/a/wrietrspell07.htm

    Webster in 1789… (Noah Webster, “An Essay on the Necessity, Advantages, and Practicality of Reforming the Mode of Spelling and of Rendering the Orthography of Words Correspondent to Pronunciation,” 1789)

    from where do we start ?

    આં.રા. માતૃભાષા દિન નિમિત્તે મૂકેલી મારી પોસ્ટ યાદ આવી….

    http://webmehfil.com/?p=2877

    ભાષા એ તો અભિવ્યક્તિનું માધ્યમ માત્ર છે. ગુજરાતીઓએ પોતાની માતૃભાષા માટે જાગૃત થવાની જરુર ‘હતી’ અને (મને) એવું લાગે છે કે, આપણી પેઢી તે અંગે વિચારે છે, અને તેનું નક્કર પરિણામ આવતાં દશ વર્ષોમાં દેખાશે જ. મારો દીકરો પણ અંગ્રેજી માધ્યમમાં જ ભણે છે. અને એને તો, ગુજરાતી સેકન્ડરી લેન્ગવેજમાં પણ નથી. તો મેં જાતે એને ગુજરાતી શીખવ્યું છે. આવનારી પેઢી શું માત્ર એક ભાષા (અંગ્રેજી પણ) જાણશે તો ચાલશે ? મારો દીકરો, અંગ્રેજી સાથે સ્પેનિશ, જર્મની કે ફ્રેંચ શીખી વિશ્વનાં વિશાળ ફલકમાં પગ મૂકી, તે દેશ અને તેમની સંસ્કૃતિને પણ સમજી શકશે. તો સાથે જ આપણી ભાષા, આપણો ધર્મ અને આપણી સંસ્કૃતિ તેમને તેમની ભાષામાં સમજાવી શકશે. અને તે પણ પોતાની માતૃભાષાનાં ગૌરવ અને ગરિમા જાળવીને.

  24. વિવેક said,

    March 2, 2010 @ 4:42 AM

    આ ગઝલના ટાઇપિંગમાં થયેલી જોડણીની ભૂલો માટે હું જ જવાબદાર છું… અનિલે તો આ ગઝલ sms વડે મોકલી હતી.

    હેમંત અને જુગલભાઈનો ખૂબ ખૂબ આભાર !

  25. suresh said,

    March 2, 2010 @ 9:46 AM

    wah
    wah
    kya bat he kavi english ane guj nu jodan maja pade evu 6e. aakho nu vanziyapanu ek navo j prayog.

  26. Girish Parikh said,

    March 2, 2010 @ 2:07 PM

    “ભાષા એ તો અભિવ્યક્તિનું માધ્યમ માત્ર છે.”
    પીંકી (અંગ્રેજી શબ્દની જોડણી બરાબર કરી છે?) બહેનની વાત ઊંડો વિચાર અને ચિંતન કરવા પ્રેરે છે. એમની કૉમેન્ટનો છેલ્લો પેરેગ્રાફ (ફકરો) વિશ્વમાં વસતા સર્વ ગુજરાતીઓએ (અને ખાસ કરીને માતાઓએ) સતત ધ્યાનમાં રાખવા જેવો છે.

    – – અંગ્રેજી શબ્દોની ગુજરાતીમાં જોડણી અંગે રતિલાલ સાં. નાયકે પાયોનરીંગ કામ કર્યું છે.

    – – અદીમ ટંકારવીએ સરસ, લોકપ્રિય ગુંજલીશ ગઝલો લખી છે. એમની આ કબેલિયત માટે મેં નવો ગુજરાતી શબ્દ પ્રયોજ્યો છેઃ ‘અદીમયત’. આદિલે પણ કોઈ કોઈ ગઝલોમાં અંગેજી શબ્દોનો કાવ્યમય ઉપયોગ કર્યો છે.

    – – અલબત્ત, અનિલભાઈની ગઝલ પણ દાદ માગી લે છે.

  27. pragnaju said,

    March 3, 2010 @ 12:35 AM

    કેટલા વરસે ગયું આંખોનું વાંઝિયાપણું,
    ખાવ મારા આંસુઓના બર્થ-ડેની કેક, પ્લીઝ !

    જિંદગીભર જે શ્વસ્યો’તો એ કરું છું હું પરત,
    હે પ્રભુ ! સ્વીકાર મારા શ્વાસનો આ ચેક, પ્લીઝ !
    વાહ્
    તેના કરતા રસદર્શન સુંદર્

    તેના કરતા પ્રતિભાવ….
    અદભૂત

    પાકે ઘડે શીખવા પ્રયત્ન કરીએ છીએ

  28. kanchankumari parmar said,

    March 5, 2010 @ 4:04 AM

    સોરિ સાચા ખોટા નિ સમઝણ અમને કાંય પડી…..તોય પ્લિઝ આવુ ને આવુ ક્ંઇ લખતા રિયો

  29. Afaq Maniyar said,

    March 5, 2010 @ 8:44 AM

    કેટલા વરસે ગયું આંખોનું વાંઝિયાપણું,
    ખાવ મારા આંસુઓના બર્થ-ડેની કેક, પ્લીઝ

    વાહ્ સરસ્………

  30. praful patel said,

    March 8, 2010 @ 1:56 AM

    just superb,na mai kavi hu,na mai…mati anurup kavita vakhanu.

  31. Anil Chavda said,

    March 8, 2010 @ 3:29 AM

    VIVEKBHAI,
    MAJAMA HASO….

    TAME MARI KAVITANE EK AAGVU PLATFORM AAPYU CHHE ANE ANEK LOKO SUDHI PAHOCHADI CHHE.

    layastaro.comMA MARI KAVITANE STAN API GHANA LOKO NA HRADAY SUDHI PAHOCHADVA MATE HU HAMMESHNO AABHARI RAHIS.

    THANK U
    VIVEKBHAI…
    TAMAM VACHKONO PAN AABHAR….

  32. વિવેક said,

    March 8, 2010 @ 7:34 AM

    દોસ્ત અનિલ,

    લયસ્તરો.કોમના આંગણે તમારું સહૃદય સ્વાગત છે… આપણે આભાર માત્ર વાચકમિત્રોનો જ માનીએ… અમે લોકો તો માત્ર ગમતાંનો ગુલાલ કરીએ છીએ…

  33. Rekha said,

    March 10, 2010 @ 8:04 AM

    જિંદગીભર જે શ્વસ્યો’તો એ કરું છું હું પરત,
    હે પ્રભુ ! સ્વીકાર મારા શ્વાસનો આ ચેક, પ્લીઝ !

    કવિતામા બહુ ઓચિ ખબજ પડએ ચે પણ આ કવિતામબહુ મજઆ આવિ

  34. Deval said,

    July 12, 2010 @ 1:53 AM

    Hey Dhaval,Vivek,Pinki ben,Hemant bhai,
    this is Just for information – lage raho Munna bhai jevi movie pachhi Radio Jockey banvano ‘kraze'(! 🙂 ) bhadke bale 6 gujarat ma…hajaro na tola auditions ma umati pade 6….pan maro humesha aagrah hoy chhe k gujenglish nai shuddh english ane nitant shudhh gujarati boli shake eva j RJ hova joie….tends ne dhyaan ma rakhi ne job ni tamam maang puri karo pan jyare je bhasaha bolo te bhasha na uccharano to shudhh j hova joie…voice modulations na class ni saathe saathe dictions na pan class leva j pade 6 humesha….e vaat alag 6 ke 70% gujarati, 20% Hindi ane 10% english na ratio ma almost badha j RJs badhi j bhashao ni bhel banavi bole 6….ane ae loko ne tokava valu koi j nathi..!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment