હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.
મરીઝ

અજવાળાનું – રતિલાલ બી. સોલંકી

કાયમ હો કે વચગાળાનું,
વળગણ સૌને અજવાળાનું.

સંબંધોને અંકગણિત બસ,
માફક આવે સરવાળાનું.

લગભગ ચોરી એ જ કરે છે,
કામ કરે જે રખવાળાનું.

શત્રુની તાકાત નથી આ,
કાવતરું છે ઘરવાળાનું.

સોળ અહીં ને આંસુ ત્યાં છે,
કેવું બંધન વરમાળાનું !

ભર બપોરે ટાઢક-ટાઢક,
શમણું આવ્યું ગરમાળાનું.

– રતિલાલ બી. સોલંકી

કયા શે’ર વિશે લખવું એની મૂંઝવણ થઈ આવે એવા બળુકા એકેક શે’ર… સૌને અજવાળાનું જ વળગણ હોવાની કેવી સાચુકલી વાત !

3 Comments »

  1. સુનીલ શાહ said,

    February 11, 2010 @ 12:03 PM

    ઊર્મિબેન, સાચી વાત છે…કયા શેર વિશે વાત કરવી..? બધા જ શેર શશક્ત છે..

  2. dr.jagdip nanavati said,

    February 11, 2010 @ 1:53 PM

    સ………ર……..સ………

  3. Viren Patel said,

    February 15, 2010 @ 1:19 AM

    કેવુ બન્ધન વરમાળાનુ ! દરેક પન્ક્તિમા ફક્ત પ્રાસ્ થી વિશેષ અર્થ્.
    અભિનન્દન્.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment