કેમ દુઃખમાં જ યાદ આવે છે ?
મિત્ર, તુ પણ કોઇ ખુદા તો નથી ? !

ભરત વિંઝુડા

રસ્તા પર સૂતેલા માણસનું ગીત – નયન દેસાઈ

અમે સાવ રસ્તા પર લ્યો ! આ ગગન પાથરી સૂતાં
જરા વારમાં નીંદર આવી ધુમ્મસમાં આળોટ્યાં

ગગનનું એવું કે ચાદરની જેમ કદી ના ફાટે
સાવ સુંવાળા વાદળનું એ રેશમ આપે સાટે
નહીં કમાડો, બારી, પગરવ ઊમ્બર આઘાં મૂક્યાં
અમે સાવ રસ્તા પર લ્યો ! આ ગગન પાથરી સૂતાં

ધરા ઉપર સૂવાનું સુખ આ : પોતીકા થૈ જઈએ
પવન-ઘાસની વાતો મીઠી કાન દઈ સાંભળીએ
રોજ સવારે પંખીના મીઠા કલરવથી જાગ્યાં
અમે સાવ રસ્તા પર લ્યો ! આ ગગન પાથરી સૂતાં

મૂળ વાલોડના પણ હવે મારા સુરતના જ હમવતની નયન દેસાઈ એમના ટૂંકા કદ અને ઊંચી લાગણીઓથી બધાથી નોખા જ તરી આવે. તમને મળે અને તમારા નામથી તમને ન ઓળખે કે ખભે હાથ મૂકીને  તમારા અસ્તિત્ત્વને પ્રેમના દરિયામાં ડૂબાડી ન દે તો એ નયન દેસાઈ નહીં જ. અભ્યાસ માત્ર SSc સુધીનો પણ કવિતામાં જાણે કે ડૉક્ટરેટ. વેદનાત્રસ્ત અને વેદનાગ્રસ્ત મનુષ્ય એમની કવિતાનું કેન્દ્રબિંદુ. પ્રકૃતિ એમની કવિતાનો વ્યાસ.  જીવનની શરૂઆતમાં હીરા ઘસતાં તે હજી પણ કાચા હીરાઓને પહેલ પાડે, પાડે ને પાડે જ -. નવોદિત કવિઓને નિયમિતપણે વર્ષોથી છંદ શીખવે છે! ગુજરાતમિત્રના સાહિત્ય વિભાગના તંત્રી. ગીત અને ગઝલમાં પ્રયોગો કરવાની જાદુઈ હથોટી. ઉર્દૂના પણ ઉસ્તાદ. મુશાયરાનું સંચાલન કરતા નયનભાઈને જેણે જોયા નથી, એણે કદી કોઈ મુશાયરાને માણ્યો નથી! (જન્મ: 22-02-1946. કાવ્ય સંગ્રહો: ‘માણસ ઊર્ફે દરિયો ઊર્ફે’, ‘મુકામ પોસ્ટ માણસ’, ‘આંગળી વાઢીને અક્ષર મોકલું’,  ‘અનુષ્ઠાન’ અને ‘સમંદરબાજ માણસ’. સમગ્ર કવિતા: “નયનનાં મોતી”.)

3 Comments »

  1. Suresh Jani said,

    July 16, 2006 @ 11:30 AM

    અત્યંત સુંદર રચના અને સાવ નવો જ વિચાર.
    વિવેકભાઇ! તેમની કવિતા ‘માણસ ઉર્ફે દરિયો’ સાંભળી અને વાંચી છે, પણ તમે તેનું રસદર્શન કરાવો તેવી મારી ફરમાઇશ છે. પૂરી કરશોને? તે કવિતા સાવ નોખી તરી આવે છે.
    સુરતમાં થતા મુશાયરા કે જેમાં નયન દેસાઇ નો અવાજ સાંભળવા મળે તેમ હોય તો, તેની casette અથવા CD માંથી MP3 બનાવી અમને રસ લ્હાણ કરાવશો તો આનંદ થશે. મારી પાસે આવી ઘણી કેસેટ છે. પણ તેની MP3 કઇ રીતે બનાવાય? જો તેમ થઇ શકે તો આપણા પ્રિય કવિઓના પોતાના અવાજમાં તેમની રચનાઓ બધા સાંભળી શકે.

  2. PlanetSonal said,

    July 16, 2006 @ 12:50 PM

    Hey Dhaval & Vivek,

    I visited Layastaro after a long time and found out that you have a new website now. Congratulations on the same and best wishes for the new page. It looks very elegant.

    Cheers,

    Sonal

  3. manvant said,

    July 18, 2006 @ 2:07 PM

    અમે સાવ રસ્તા પર લ્યો ! આ ગગન પાથરી સૂતાં !
    અલગારી જીવ જ કહેવાયને ? ધન્યવાદ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment