વર્ષો પછી મળ્યાં હતાં એ માર્ગમાં, અને-
દૃશ્યો અમારી આંખમાં ઝાંખાં હતાં અનેક.
– અનિલ ચાવડા

રાજેન્દ્ર શાહનું અવસાન: ગુજરાતી કવિતાના એક સૂર્યનો અસ્ત

અહો ! સુંદર શરદની રાત્રિ, સુંદર શરદની રાત્રી
શ્યામ વસન શત દીપક અંકીત સોહે સુકોમલ ધાત્રી

નહીં ટહુકાર છતાંય નિખિલ શું સભર ભર્યુ તવ ગાને
અચંલની લહેરી સહ રમતો સમીરણ સુરભીત કાળે
હરખી હરખી રહી કશું મનોમન
ચંચલ ધૃતિમય ચમકે લોચન
અહો સુંદર…

અવગુંઠન થકી ઉદય પથે પલ પલ નિરખત હે રાત્રી
ક્ષિતિજ બની રહી રંગીન આવે કોણ અરુણરથ યાત્રી
અહો સુંદર…

-રાજેન્દ્ર શાહ

સંગીત : અજીત શેઠ

સ્વર : ભૂપિન્દર

[audio:http://dhavalshah.com/audio/sundar.mp3]

‘આપણા દુ:ખનું કેટલું જોર?’ એવું ગાનાર કવિ રાજેન્દ્ર શાહનું સત્તાણું વર્ષની વયે ગઈકાલે મુંબઈમાં અવસાન થયું છે. કવિનો જન્મ 1913માં કપડવંજમાં. એમના ગીતો અને સોનેટો આજે ય લોકોની જીભે રમે છે. એમણે થોડી ગઝલો પણ લખેલી. એમની કાવ્યસમૃદ્ધિ વીસ જેટલા સંગ્રહોમાં વિસ્તરાયેલી છે. એમને સૌદર્ય અને પ્રેમને બહુ બુલંદ અવાજે ગાયો છે. એમને 2001માં જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયેલો.

કવિને ખરી શ્રદ્ધાંજલી એમની કવિતાને યાદ કરીને જ આપી શકાય. આજે મારું બહુ ગમતું ગીત અહીં મૂકું છું. ગીતમાં શરદની એક રાતનું વર્ણન માત્ર છે. પણ ગીતના શબ્દો અને સંગીતનો જાદૂ બન્ને ભેગા મળીને જે માહોલ રચે છે એ સ્વયં એક નશા સમાન છે. પહેલા આંખ બંધ કરીને ગીત સાંભળો અને એ પછી જ વાંચજો.

(વસન=વસ્ત્ર, ધાત્રી=પૃથ્વી, સમીરણ=પવન, ધૃતિ=સ્થિરતા,દૃઢતા, અવગુંઠન=ઘૂંઘટ)

22 Comments »

  1. Jayshree said,

    January 4, 2010 @ 12:58 AM

    કવિ શ્રી ને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી…! એમના ગીતો થકી રાજેન્દ્ર શાહ હંમેશા અમર રહેશે..!

  2. SMITA PAREKH said,

    January 4, 2010 @ 1:47 AM

    કવિશ્રીને મારી શ્રધ્ધાન્જલી,તેમની એક પંક્તિ યાદ આવે છે,
    ‘હું જ રહું વિલસી સહુ સંગ ને

    હું જ રહું અવશેષે.’
    તેમના કાવ્યો થકી તેઓ હંમેશા આપણી સાથે રહેશે.

  3. Nishith shah Ahmedabad said,

    January 4, 2010 @ 2:55 AM

    કવિશ્રીને મારી શ્રધ્ધાન્જલી,

  4. ચાંદ સૂરજ said,

    January 4, 2010 @ 4:55 AM

    કવિશ્રીને અંતરથી ભાવ ભરેલી શ્રધ્ધાંજલિ.

  5. Sharad Mehta said,

    January 4, 2010 @ 6:22 AM

    કવિશ્રી ને મારી અંતઃકરણ થી શ્રદ્ધાંજલી, એમના કાવ્યો એ ગુજરાતી સાહિત્ય જગતનો અમુલ્ય ખજાનો છે. ધવલભાઇ આપે રાજેન્દ્ર શાહનું જે ગીત મુક્યું છે તેના ગાયક કદાચિત હરીહરન હોય એવું મને લાગે છે, તેમ છતાં મારી ભુલ થતી હોય તો જણાવજો

  6. વિવેક said,

    January 4, 2010 @ 9:11 AM

    કવિને સાચી શ્રદ્ધાંજલિ એની કવિતા જ આપી શકે… સાચી વાત !

    ….

    અસ્તુ !

  7. preetam lakhlani said,

    January 4, 2010 @ 9:42 AM

    સાચા કવિ અને સાચી કવિતાને શુ મુત્યુ કે કાળ ક્યારેય મારી શકયુ છે ખરુ ?…કવિ રાજેન્દશાહ અમર કવિ હતા, છે, અને હશે! એમા કોઈ બે મત નહી!!!

  8. rekha sindhal said,

    January 4, 2010 @ 11:26 AM

    આ અમર ગુજરાતી કવિના આત્માની અમર શાંતી માટે પ્રાર્થના !

  9. Girish Parikh said,

    January 4, 2010 @ 11:30 AM

    કવિશ્રી રાજેન્દ્ર શાહને મારી શ્રદ્ધાંજલી અર્પણ કરું છું.

    નોબેલ પ્રાઈઝ મળી શકે એવા આપણા મહાન સર્જક ચાલ્યા ગયા. જો કે એમના અક્ષર દેહે એ અમર છે.

    રવીન્દ્રનાથ ટાગોર પછી નોબેલ પ્રાઈઝ કોઇ જીવતા ગુજરાતી સર્જકને પણ મળી શકે. પણ એ માટે એ સર્જકનાં પસંદ કરેલાં સર્જનોનું અંગ્રેજીમાં રૂપાંતર કે અનુવાદ થવા જોઈએ. ગુજરાતી પ્રજામાં આ કાર્ય કરવાનું જોમ છે?

  10. priyjan said,

    January 4, 2010 @ 12:27 PM

    કવિશ્રી રાજેન્દ્ર શાહને હ્યદયપૂર્વક્ની શ્રદ્ધાંજલી અર્પણ કરું છું.

  11. ડૉ.મહેશ રાવલ said,

    January 4, 2010 @ 1:06 PM

    કવિશ્રી રાજેન્દ્ર શાહના દેહાવસાનના સમાચાર મળ્યેથી બહુ જ વ્યથિત થયો,
    ઈશ્વર સદગતના આત્માને પરમ સાતા બક્ષે અને એમના પરિવારજનોને વડીલ ગુમાવ્યાની વેદના અને
    ક્યારેય ન પૂરી શકાય એવી ખોટના ખાલીપાનો આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે.
    કવિશ્રીએ ગુજરાતી સાહિત્યક્ષેત્રે કરેલું સર્જન હંમેશા એમની યાદ આપ્યા કરશે.
    અસ્તુ.

  12. Ramesh Patel said,

    January 4, 2010 @ 7:18 PM

    સૌના સ્વજન જાણે સ્નેહની પૂનમ
    રમશે સદા રાજેન્દ્ર ગુર્જર વતન.

    કપણવંજ અને મારું વતન મહિસા
    પાસપાસે અને ત્યાં સાત વર્ષ રહ્યો
    અને સદા તેમના માધુરભર્યા ગીતો
    ઝીલાતા રહ્યા.
    મહાન સાહિત્યકાર જાણે વટવૃક્ષ,
    અંતરથી વંદન.
    રમેશ પટેલ(આકાશદીપ)

  13. sapana said,

    January 4, 2010 @ 10:34 PM

    કવિશ્રીને ભાવભરી શ્રધાંજલી.
    સપના

  14. M.Rafique Shaikh,MD said,

    January 5, 2010 @ 12:58 AM

    મારા માનીતા કવિશ્રી રાજેન્દ્ર શાહ ને શ્રદ્ધાભરી ને આંસુભરી અલવિદા …..
    ગુજરાતી સાહિત્યજગત તેમનું હંમેશા ઋણી રહેશે. ઈશ્વર તેમનાં આત્માને શાંતિ બક્ષે. આમીન!

  15. Pancham Shukla said,

    January 5, 2010 @ 6:20 AM

    મૃત્યુને ખોળિયું બદલવાનો અવસર કહી સ્વીકરનાર કવિવરને અ-ક્ષરદેહે અવિરત સ્મરતા રહીએ….

  16. vihang vyas said,

    January 5, 2010 @ 6:24 AM

    કવિને શ્રદ્ધાંજલી….પ્રણામ….

  17. Kirtikant Purohit said,

    January 5, 2010 @ 11:45 AM

    કવિવર રાજેન્દ્ર શાહ સાથે એક યુગનુઁ અસ્ત થવુઁ.સમગ્ર સૈકામાઁ એક કવિનુઁ સમાવુઁ કૈઁ જેવીતેવી વાત નથી.કવિ શબ્દદેહે અમરત્વ પામ્યા છે.તેમને સ્મરણાઁજલિ.

  18. Faruque Ghanchi said,

    January 5, 2010 @ 2:55 PM

    કવિશ્રી રજેન્દ્ર શાહને અંતઃકરણપૂર્વક શ્રદ્ધાંજલિ અને એમના સ્વજનોને દિલસોજી.

  19. himanshu patel said,

    January 5, 2010 @ 8:40 PM

    જટાયુની પાંખ કપાઈ તેમ ગુજરાતી કવિતાની અનેક્માંની એક મહ્ત્વની પાંખ કપાઈ,વેદના મૄત્યુમાં નથી-ગેરહાજરીમાં છે.અમેરીકા આવ્યો ત્યારથી
    ગુજરાતી કવિઓની ગેરહાજરી અનુભવતો થઈ ગયો હતો-આ કાંટો આજે જરા વધારે જોરથી વાગી ગયો.
    ઈશ્વર કવિ અને કવિતા બન્નેવને શાંતિ આપે.અસ્તુ.

  20. sudhir patel said,

    January 5, 2010 @ 10:00 PM

    કવિવર શ્રી રાજેન્દ્ર શાહને નત મસ્તકે શ્રધ્ધાંજલી!
    કવિ એમના અક્ષર દેહે ગુજરાતી ભાષામાં સદા અમર રહેશે.
    સુધીર પટેલ.

  21. pragnaju said,

    January 7, 2010 @ 11:22 PM

    કવિશ્રી ને મારી શ્રદ્ધાંજલી,

    ઘણા ઓછા કવિ આટલું સ્વસ્થ લાંબુ જીવે છે!

  22. chetanaben paneri said,

    January 8, 2010 @ 12:26 PM

    “Abha zare bhale aag hasi hasi phul zare gulmor” na gulmahori kavi shreee rajenra
    shahne kadapi mrutyu mhat na kari shake. khare j a kholiyu badalvano utsav hashe! kavishree ne rhadayanjali.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment