સરે છે અર્થ શું સગવડથી, કોણ સમજે છે?
ઉજાગરા નથી જોયા, પલંગ જોઈ ગયા.
સ્વયંની રંગછટાને વિશે છે મૌન હવે,
ગગનની રંગલીલાને પતંગ જોઈ ગયા.
પંકજ વખારિયા

મુક્તક – ખલીલ ધનતેજવી

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને

– ખલીલ ધનતેજવી

12 Comments »

  1. sapana said,

    December 30, 2009 @ 11:38 PM

    જિદંગી તારાથી હું થાક્યો નથી..તું થાકી જાય તો કે’જે મને..કેટલી સચોટ વાત સાદા શબ્દોમાં..
    સપના

  2. Girish Parikh said,

    December 31, 2009 @ 12:16 AM

    તરણાની તાકાતની વાત કવિએ સરસ રીતે કહી. આા પંક્તિ યાદ આવી (કોની છે એ યાદ નથી):
    તરણા ઓથે ડુંગર રહે
    ડુંગર કોઈ દેખે નહીં!
    તરણાની તાકાત એની પાછળના આત્માના ડુંગરને લીધે જ ને!

  3. ડૉ.મહેશ રાવલ said,

    December 31, 2009 @ 1:23 AM

    સુંદર,માર્મિક અને ગર્ભિત ભાવ સમેટી ખલીલસાહેબે ઓછા શબ્દોમાં પણ વિરાટ વાત કહી.
    ખુબ ગમ્યું મુક્તક.

  4. ખજિત said,

    December 31, 2009 @ 5:11 AM

    ચોટદાર મુક્તક

  5. વિવેક said,

    December 31, 2009 @ 6:38 AM

    ખલિલ ધનતેજવીની ખુમારી સુપેરે વ્યક્ત થાય છે…

  6. SMITA PAREKH said,

    December 31, 2009 @ 10:56 AM

    જિદગી—-
    તુ થાકી જાય તો કે જે મને—-
    વાહ શુ ખુમારી છે!

  7. pragnaju said,

    January 1, 2010 @ 11:00 AM

    વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
    તરણું ઊખડી જાય તો કે’જે મ
    વાહ
    આવર્તન એટલે ગોળ ગોળ ચક્રાકાર ફરવું અને તૃણ એટલે તરણું. એક કેન્દ્રની આસપાસ જ્યારે પવન ગોળગોળ ફરવા લાગે ત્યારે વંટોળ પેદા થાય છે, પરંતુ થોડીક ધૂળ અને થોડાંક તરણાં ન હોત તો તારી પાસે એવી દષ્ટિ ક્યાં છે કે તું સીધે સીધો વંટોળને જોઈ શકે ? પુરાણોમાં એવી કથા છે કે બાલકૃષ્ણને મારવા કંસે તૃણાવર્ત નામના રાક્ષસને મોકલ્યો હતો. તૃણાવર્ત બાલકૃષ્ણને લઈને આકાશમાં ઊડે છે, પરંતુ બાલકૃષ્ણ તેનું ગળું દબાવી રાખે છે અને અંતે રાક્ષસ પોતે જ નાશ પામે છે. લે તને એ કથાનો ગુઢાર્થ સમજાવું – તરણું કહેવા લાગ્યું. અહંકારનો વંટોળ માણસને મોતથી ય વધારે પીડા આપે છે. માણસે તેની અંદર હવા ન ભરાઈ જાય તેનો ખ્યાલ રાખવો જોઈએ. પોતાની અંદરના કૃષ્ણ સ્વભાવનો સાથ લઈ, આવતા જતા શ્વાસનું ગળું પકડવું જોઈએ અર્થાત ધ્યાનપૂર્વક શ્વાસ પર દેખરેખ રાખવી જોઈએ. આ ક્રિયાને તમે બધા વિપશ્યના ધ્યાન તરીકે ઓળખો છો. મારે તો કોઈ ધ્યાનની જરૂર નથી. મને બસ કબીરની એક વાત માફક આવી ગઈ છે કે, ‘સાધો સહજ સમાધિ ભલી

  8. ધવલ said,

    January 2, 2010 @ 8:31 PM

    સરસ વાત કરી… સાધો સહજ સમાધિ ભલી !

  9. kanchankumari parmar said,

    January 6, 2010 @ 6:45 AM

    તરણા સરિખિ જિદગિ…ન કશાય નો ભાર ;આડા પાછા ઉડિયે તોય પાછા ઠરિ ઠામ……

  10. સુરેશ જાની said,

    February 18, 2010 @ 9:14 AM

    વાહ! બહુ જ સરસ .

    તૃણાનિ નોન્મૂલયતિ પ્રભન્જનો … યાદ આવી ગયું .

  11. kaushik patel said,

    July 7, 2012 @ 7:15 AM

    વાહ ખલીલ સાહેબ…
    જિંદગી ની આવી વાત મરણ્પથારિઍ પડેલાને પણ જોમ પૂરે તવી છે…..

  12. Anil Shah.Pune said,

    September 18, 2020 @ 1:12 AM

    જિંદગી ને સાચવીને લાવ્યો છું મરણના દ્વાર સુધી,
    મરણ જેનું રાહ જોતું હતું અત્યાર સુધી,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment