આ ચહેરાઓને આપોઆપ છળતા જોઈને આજે,
જુઓ, કેવી અદાથી આયના નિર્ભ્રાન્ત થઈ ચાલ્યા !
– મુકુલ ચોક્સી

શબદચોકમાં રે ! – અશરફ ડબાવાલા

માએ મનને ગજાવ્યાં ગઝલગોખમાં રે !
માએ અમને તેડાવ્યા શબદચોકમાં રે !

લાય લોહીમાં જગાવી અલખ નામની ને;
અમને રમતા મેલ્યા છે ગામલોકમાં રે !

મારું ઉપરાણું લઈને આ આવ્યું છે કોણ ?
હૈયું છલકે ને હરખ ઊડે છોળમાં રે !

પહોંચું પહોંચું તો ઠેઠના ધામે હું કેમ ?
લાગી લાગીને જીવ લાગ્યો પોઠમાં રે !

રહે જાતરા અધૂરીને ને ફળતો જનમ;
એવો મંતર મૂક્યો છે કોણે હોઠમાં રે !

મારે પીડાની મા કેવી હાજરાહજૂર !
કાં તો ડૂમે દેખાય કાં તો પોકમાં રે !

જેની નેજવાના ગઢ ઉપર દેરી બાંધી;
એની ગરબી ગવાય રોમેરોમમાં રે !

– અશરફ ડબાવાલા

તળપદા શબ્દોનો પ્રયોગ છતાં પણ ગઝલ આધુનિક છે. ગઝલનો ઉપાડ જ બહુ મઝાનો છે. ને છેલ્લો શેર તો મારો પ્રિય છે : મન અને તન પર – રોમેરોમ પર – સવાર થઈ જાય એ જ (શબ્દની) ખરી લગની કહેવાય. સતત મનમાં રહેતી-રમતી વાત માટે ‘નેજવાના ગઢ પર દેરી બાંધી’ એવો મઝાનો પ્રયોગ તરત જ ગમી જાય છે.

15 Comments »

  1. Girish Parikh said,

    December 29, 2009 @ 11:23 PM

    અશરફ ‘શબદચોકમાં રે!’ ને ગઝલ-ગરબી કહે છે.

  2. વિવેક said,

    December 30, 2009 @ 8:00 AM

    સુંદર રચના…

  3. preetam lakhlani said,

    December 30, 2009 @ 8:50 AM

    આ વેબ જગતમાં સારા અને સાચા ગઝલકારને બહુજ ભાગ્યે જ દસ બાર comments’ મળે છે !!અશરફભાઈની ગઝલને ફકત સુંદર રચના કહેવી મને યોગ્ય નથી જણાતુ. અને જે કહેવુ છે એ માટે શબ્દ ઓછા પડે છે.જો કે આમે અશરફ્ભાઈને વેબ પર નજર નાખવાનો કયા સમય છે.?. .

  4. Girish Parikh said,

    December 30, 2009 @ 12:05 PM

    અશરફને ગઝલ રચવાનો સમય મળે તો આ વેબ સાઈટ પર નજર નાખવાનો સમય પણ જરૂર મળી શકે!

  5. himanshu patel said,

    December 30, 2009 @ 8:53 PM

    ઉપરની ૪ કોમેન્ટ્સમાં ગઝલ વિષે એક જ વાક્ય લખાયું, બાકી બધાં શબ્દો તકરાર માટે વપરાયા. આપણી પાસે વેડફવા ઘણા શબ્દો છે જે વેબસાઈટો પર કેવળ વ્યક્તિલક્ષી કે વ્યક્તિગત મનદુખ જ
    ાભિવ્યક્ત કરે છે.ગુજરાતી વેબજગત જાતિગત યુધ્ધ તો નથીને ? કે ગુજરાતી મગેઝિનો જેવી વાડાબંધી તો નથીને?
    આ ગઝલની પૌરાણીક આધુનિકતા પ્રયોગ નથી,એ પેલાં રિમિક્ષ સમ કેવળ ફેરફાર છે,બાકી
    “જેની નેજવાના ગઢ ઉપર દેરી બાંધી;” પંક્તિની આધુનિકતા આપણા કોઇ આધ્યાત્મિક કે તળપદા મૂલ્યોની ફેરતપાસ નથી કે નથી મૂલ્યો પર કોઇ પ્રહાર.જ્યારે ટી. એસ. એલિયટે-we measured our life in a coffee spoon-કહ્યું ત્યારે માણસમાં વિકસેલા આડંબર(મેનરીઝમ) સામાજિક અને આર્થિક, પર પ્રહાર કર્યા હતા. અહી વાક્ય પ્રયોગ કેવળ ફંટાવા થયો છે, આધુનિક દેખાવા થયો છે.અહીથી કવિતા કે ગઝલ વિશે ચર્ચા ઉદભવશે, એનાં મૂલ્યો વિશે વિચારણા થશે, તે અપેક્ષા છે આક્ષેપો નહીં,( એને માટે એક્મેકને ફોન કરજો !)અસ્તુ.

  6. Kirtikant Purohit said,

    December 31, 2009 @ 2:14 AM

    મારું ઉપરાણું લઈને આ આવ્યું છે કોણ ?
    હૈયું છલકે ને હરખ ઊડે છોળમાં રે !

    એક ખરેખર સરસ રચના. આપણે વાઁચી અને આપણને ગમી.

  7. preetam lakhlani said,

    December 31, 2009 @ 9:04 AM

    ભાઈ ગીરિશ કોઈ એક વાર તમે શિકાગોમા હતા અને જો તમે એ નો હોતો sorry, અને જો એ જ હો તો હું તમને સારી રિતે ઓળખુ છુ. અટલે કારણ વિના દેવ દશન મૂકીને હનુમાનને ટૅબે ચઢોમા!, બાકી હિમાનશુ ની વાત બહુ જ સાચી છે! અને એ બાબતમા વિચાર કરવા જેવો ખરો!…. Thanks’s Himanshu for nice advise….I liked your comment……

  8. Girish Parikh said,

    December 31, 2009 @ 11:25 AM

    Yes, this is the same Girish who lived in Chicago for over 30 years and moved to Modesto, California, in 2008.
    Yes, both Himanshubhai and Preetambhai are right. I would try to follow the advice.
    Let me mention this: I highly respect Asharaf and have been a fan of his poetry from many years. In fact, I consider him my friend. I know he is a medical doctor and very busy. My comment may seem little harsh, but I thought if he (or any other person) finds time to visit this wonderful Web site he or she would benefit.
    I would suggest that if you look at several comments that I have posted on this and other blogs, you will find them to be constructive.
    Pritambhai, do you still live in Rochester?
    Girish Parikh
    E-mail: girish116@yahoo.com

  9. pragnaju said,

    January 1, 2010 @ 11:08 AM

    જેની નેજવાના ગઢ ઉપર દેરી બાંધી;
    એની ગરબી ગવાય રોમેરોમમાં રે !
    ખૂબ સુંદર ભાવ્
    योङन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां संजीवयत्यखिलशक्तिधरः स्वधाम्ना ।
    अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् ॥

  10. Girish Parikh said,

    January 1, 2010 @ 1:19 PM

    પ્રગ્નજુ બહેનઃ (તમારું નામ કઈ રીતે ગુજરાતીમાં લખાય?)
    મારું સંસ્કૃતનું ગ્નાન અલ્પ છે. તમે આપેલા સંસ્કૃત શ્લોકનો ગુજરાતીમાં ભાવાર્થ આપશો?
    –ગિરીશ પરીખ

  11. preetam lakhlani said,

    January 4, 2010 @ 10:10 AM

    ગિરિશ ભાઈ, અશરફભાઈ અને હુ, લગભગ દર મહિને ૩૦ થી ૩૫ ગુજરાતી સામાયિક અમેરીકામા વાચીએ છીએ, અને મોટા ભાગની માહિતી વેબ જગત પર આ સામાયિકમાંથી મુકવામા આવી હોય છે….અને વેબ જગત પર દિવસના બેચાર કલાક સોરી બગાડ્વા ફક્ત નિવુત માણસ નુ કામ છે….અને એક વાત બીજી પણ તમને કરી દઊ કે અમારી પાસે ગુજરાતમા પ્રગટ થયેલ છેલ્લામા છેલૂ પુસ્ક્ત્ પણ મિત્રોના પ્રેમે આવી જાઈ છે.અમારી બને પાસે અગત પુસ્તકાલયમા લગભગ સાડાસાત હજારથી વધારે ગુજરાતી પુસ્તકો છે, ઈશ્વરની મહેરબાની થી…હુ તો કામ ચોર છુ અટલે મને ફાલતુ સમય મલી જાય છે, જયારે અશરફ ભાઈ રોજ રાતે સમય વાચવા માટે ફાળે છે………આ હુ હજી Rochester મા રહુ છુ.

  12. શબદચોકમાં રે ! – અશરફ ડબાવાલા | ટહુકો.કોમ said,

    July 26, 2010 @ 6:56 PM

    […] ————– ધવલભાઇ આ ગઝલ માટે કહે છે : તળપદા શબ્દોનો પ્રયોગ છતાં પણ ગઝલ આધુનિક છે. ગઝલનો ઉપાડ જ બહુ મઝાનો છે. ને છેલ્લો શેર તો મારો પ્રિય છે : મન અને તન પર – રોમેરોમ પર – સવાર થઈ જાય એ જ (શબ્દની) ખરી લગની કહેવાય. સતત મનમાં રહેતી-રમતી વાત માટે ‘નેજવાના ગઢ પર દેરી બાંધી’ એવો મઝાનો પ્રયોગ તરત જ ગમી જાય છે. ( આભાર – લયસ્તરો) […]

  13. Vijay Bhatt ( Los Angeles) said,

    July 26, 2010 @ 8:05 PM

    Dear Friends,
    We read Gujarati blogs to fulfill our thirst for language and to get the good ( old and latest as well) Gujarati literature/poetry.
    We enjoy (healthy and constructive) discussions as well.

    Let us not flatter or dislike a poet because of his or her profession – whether a doctor or an engineer. When he/she writes we must see the poetry only and not who wrote it. We love poetry, not the poet. Let us look as objectively as possible. ( my two cents!)

    Regards,
    Vijay

  14. pragnaju said,

    July 26, 2010 @ 9:28 PM

    योङन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां संजीवयत्यखिलशक्तिधरः स्वधाम्ना ।
    अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् ॥
    ‘મારા અંતઃકરણની અંદર પ્રવેશીને સર્વશક્તિમાન એવા તમે મારી શાંત પડેલી વાણીને સજીવન કરો છો અને મારા હાથ, પગ, શ્રવણ, ત્વચા તથા પ્રાણને જીવનનું દાન દો છો. હે ભગવાન ! હે પરમપુરુષ ! હે પુરુષોત્તમ ! હું તમને પ્રણામ કરું છું
    આ ધ્રુવની પ્રાર્થના પછીની વાત જાણીતી છે.
    ’ભગવાન તો શરણાગતવત્સલ અને ભક્તોના સંરક્ષક છે. બધા જ ભક્તો ભગવાનના સાક્ષાત્કાર પછી એમના ધામમાં જ જતા રહે તો પછી એમની વાતો કરનારું પૃથ્વી પર કોણ રહે ? એ સાક્ષાત્કારના સાધન અને સાધ્ય વિશે સંભળાવનારું પણ કોઇક જોઇએ ને ? વળી ભગવાનની કૃપાથી મુક્તિ તો મળે છે. પરંતુ ભુક્તિયે મળે છે એવું બતાવવા માટે પણ ધ્રુવને રાજ્ય આપવાની ને સંસારમાં મોકલવાની આવશ્યકતા હતી. ભગવાનની અહેતુકી અસાધારણ કૃપાથી શું નથી થઇ શક્તું ?

  15. Vijay Bhatt (Los Angeles) said,

    July 27, 2010 @ 5:51 PM

    Very well put Pragnaju!

    Your knowledge of Sanskrit is admirable! How do you remember appropriate SHLOKA ? How does this occur to you to write so spontaneously!!

    You are just like a creative poet, instead writing in prose. ( May be you do write poetry, I do not know). Nevertheless, I love reading your comments.
    Regards,
    Vijay

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment