સુખ જેવું જગમાં કંઈ નથી, જો છે તો આ જ છે,
સુખ એ અમારા દુ:ખનો ગુલાબી મિજાજ છે.
જલન માતરી

લયસ્તરોનું નવું રૂપ.

લયસ્તરોના નવા રૂપમાં આપનું સ્વાગત છે.

લયસ્તરો બ્લોગ શરું કર્યો ત્યારે આટલો મ્હોરશે એની કલ્પના ન હતી. કેટલાક વખતથી ઈચ્છા હતી કે લયસ્તરોમાં ઘણી વધારે સવલતો ઊમેરવી. ઘણા વિચારો કર્યા અને ઘણા લોકોએ પોતાના અભિપ્રાય આપ્યા. ધીમે ધીમે એક પછી એક વિચારો ગોઠવાતા ગયા અને હવે છેવટે નવું રૂપ તૈયાર થઈ ગયું છે. નવા રૂપની સાથે જ લયસ્તરોનું વેબ-એડ્રેસ પણ બદલ્યું છે.

સરનામું બદલાવાની સાથે જ RSS feed પણ બદલાશે. નવું ફીડ એડ્રેસ છે : https://layastaro.com/?feed=rss2

નવું સરનામું બુકમાર્ક કરવાનું અને RSS ફીડનું સરનામું બદલવાનું ચૂકશો નહીં.

લયસ્તરો બ્લોગ હવે વર્ડપ્રેસના ઉપયોગથી ચાલે છે. એટલે અહીં ઘણી નવી સવલતો ઉમેરી છે.

  • સૌથી મોટો ફેરફાર એ શ્રેણીઓ (Categories) છે. દરેક પોસ્ટને એક કે વધારે શ્રેણીમાં મૂકેલો છે. દા.ત. ‘વ્યથા હોવી જોઈએ – મરીઝ એ પોસ્ટ ‘મરીઝ‘ અને ‘ગઝલ‘ એમ બે શ્રેણીમાં છે.
  • કોઈ પણ શ્રેણીના નામ પર ક્લીક કરવાથી એ શ્રેણીના બધા પોસ્ટ તરત જોઈ શકાય છે. દા.ત. ‘મરીઝ’ પર ક્લીક કરો અને તરત ‘મરીઝ’ની બધી રચનાઓ હાજર !
  • સાઈડબારમાં ‘શોધ‘માં ગુજરાતી યુનિકોડની મદદથી કોઈ પણ રચના સરળતાથી શોધી શકો છો.
  • મંજૂષા‘ એ સાઈડબારમાં ‘શોધ’ પછી તરત છે. એમાંથી સરળતાથી કોઈ પણ ‘શ્રેણી’ પસંદ કરી શકો છો.
  • વિશેષ‘ વિભાગમાં ‘કવિઓ‘ અને ‘કાવ્યપ્રકારો‘ એ બે ખાસ પૃષ્ટો ઉમેર્યા છે. એના પર ક્લીક કરવાથી બધા કવિઓની કે બધા કાવ્યપ્રકારોની યાદી ખૂલશે. મન થાય કે આજે મુક્તકો માણવા છે તો કાવ્યપ્રકારોમાં જાવ અને મુક્તક પર ક્લીક કરો એટલે બધા મુક્તકો તરત તમારી સામે તૈયાર !
  • કોઈ પણ કવિના નામની શ્રેણી ખોલશો તો પહેલા તમને એ કવિનો સંક્ષિપ્ત પરિચય દેખાશે એવી ગોઠવણ પર ઉમેરી છે. (જુઓ, મરીઝ) અત્યારે બધા કવિઓનો પરિચય તૈયાર નથી, પણ ધીમે ધીમે એ ઉમેરાશે.
  • કોમેન્ટ્સ અને શોધ માટે ગુજરાતીમાં લખવા માટે ‘ગુજરાતીમાં લખો’ બટન દબાવવાથી ‘ગુજરાતી ટાઈપ પેડ’ (આભાર, વિશાલ) તરત ખુલે છે.
  • ગુજરાતીમાં શી રીતે લખશો?’ માં ગુજરાતીમાં કોમ્પ્યુટર પર કેવી રીતે લખવું એની માહિતી છે.
  • સાઈડબારમાં છેલ્લે બ્લોગ અને કોમેંટ્સ બંને માટે RSS ફીડ ઉપલબ્ધ છે.

થોડા વખતમાં અમે હજુ વધારે સવલતો ઉમેરીશું.

આપના અભિપ્રાય સદા આવકાર્ય છે.

3 Comments »

  1. radhika said,

    June 28, 2006 @ 1:01 AM

    Dear Dhavalbhai, Vivekbhai

    લયસ્તરોનુ આ નવુ સ્વરુપ ખુબ્ જ સુન્દર આશ ચ્હે આપ આગ્દ પન આજ રીતે અહી આવ્ત રહેશો

    રાધીકા

  2. વિવેક said,

    June 30, 2006 @ 3:22 AM

    લયસ્તરોનું આ નવું રૂપ મને પણ ખૂબ ગમ્યું. ધવલની એકધારી મહેનત અંતે ફળી જ. છેલ્લા ઘણા મહિનાથી મેં ધવલને આ સ્વરૂપ માટે મહેનત કરતો જેટલી નજીકથી નિહાળ્યો છે એટલે નજીકથી જોવાનું બીજાના નસીબમાં નથી જ. જાન્યુઆરી, 2006થી ધવલના સહજ આમંત્રણને સ્વીકારીને હું લયસ્તરોની યાત્રામાં જોડાયો હતો. લયસ્તરોને મેં કશુંક આપ્યું છે એમ કહેવા કરતાં લયસ્તરોએ મને ઘણુંક આપ્યું છે એમ કહું તો જ મારી પ્રામાણિક્તા જળવાઈ રહે. લયસ્તરોના કારણે નિયમિત વાંચનની જે ફરજ પડી છે એની કિંમત કોઈકાળે ઓછી આંકી નહીં શકું. નિયમિત વાંચનના પરિણામે મારી ભીતર થયેલા ફેરફારો માટે કોનો આભાર માનું – લયસ્તરોનો કે ધવલનો? લયસ્તરોના કારણે જે મહામૂલા મિત્રો મળ્યાં છે અને એક નવાં જ વિશ્વના દરવાજા મારા માટે ઊઘડ્યાં છે એ કદી વિસરી નહીં શકાય…

    લયસ્તરોનું આ નવું રૂપ સર્વાંગપણે ધવલને જ આભારી છે. શનિ અને રવિની મારી બે પૉસ્ટનો મારો વણકહ્યો વાયદો હું પણ પાળતો જ રહીશ… ધવલને ફરીથી દિલથી અભિનંદન!

  3. RAMESH SHARMA said,

    March 14, 2024 @ 9:30 PM

    દા.ત. સીધા 52 પેઈજ જવું હોય તો શું કરવું?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment