તું હિસાબોની બ્હાર રહેવાનો,
શું કરું હું તને ઉધારીને ?
અંકિત ત્રિવેદી

એક્શન રિપ્લે…! -એષા દાદાવાળા

આજે
ઘર ઘરની રમતમાં
એ પપ્પા બન્યો –
અને સાચુકલા પપ્પાની જેમ જ
મમ્મીની સામે
આંખોને લાલ કરીને જોયું
મમ્મી સહેજ ધીમા અવાજે બોલી
“એટલીસ્ટ છોકરાઓની હાજરીમાં તો…”
અને પપ્પાનો અવાજ
રોજ કરતા સહેજ મોટો થઇ ગયો,
પછી
થોડીઘણી બોલાચાલી
મમ્મીના ડુસકાં-
અને પછી
બરાબર એ દિવસની જેમ જ
પપ્પાની લાલ આંખોનાં ઉઝરડા
મમ્મીના ગાલ પર પડી ગયા..!
પછી
પાપા બનેલો દીકરો
ખૂણામાં ગોઠવેલા ખોટુકલા વાસણોને લાત મારી
ઘરની
બહાર નીકળી ગયો
બરાબર સાચુકલા પપ્પાની જેમ જ..!
અને
દુપટ્ટાની જરા અમથી સાડીમાં લપેટાઈ
મમ્મી બનેલી દીકરી પણ
સાચુકલી મમ્મીની જેમ જ
એના વિખેરાઈ ગયેલા ઘરને ફરી પાછું
ભેગું કરવામાં લાગી ગઈ…!

એષા દાદાવાળા

હજીયે ઘણા ઘરોમાં ‘સ્વાભાવિક’ બનતી આ પ્રકારની દૈનિક ઘટનાને એષાએ બખૂબી તાદૃશ કરી છે.  મમ્મી-પપ્પા ઘણીવાર ભૂલી જાય છે કે પોતાના રોજબરોજનાં વર્તનની અસર બાળકોનાં માનસ પર કેટલી ઊંડી પડતી હોય છે.  મને લાગે છે કે થોડા થોડા વખતે ઘરનાં બાળકો જ જો આવો એક્શન-રીપ્લે કર્યા કરે તો મમ્મી-પપ્પાનાં એકબીજા પ્રત્યેનાં વર્તનની ગુણવત્તા ચોક્કસ વધે જ વધે… 🙂

14 Comments »

  1. Faruque Ghanchi (Babul) said,

    November 24, 2009 @ 4:58 PM

    સરસ રચના… આ પંક્તિઓ ગમી ગઇ…
    “પપ્પાની લાલ આંખોનાં ઉઝરડા
    મમ્મીના ગાલ પર પડી ગયા..!”

    અને

    “એના વિખેરાઈ ગયેલા ઘરને ફરી પાછું
    ભેગું કરવામાં લાગી ગઈ…!”

    ઘરને કાંઇ થોડું જ વિખેરાવા દેવાય?

  2. G.R. bhatol said,

    November 25, 2009 @ 12:19 AM

    This is very emotional poem where true picture can be seen of most of families. It is very fact that children learns from actions not from words.. Very eye opening wordings in poem I commend writer Aeshaji.

  3. Viren Patel said,

    November 25, 2009 @ 1:21 AM

    Ghar Ghar ramta ramta chhokrao Ghar Mandelao ne ghanu ghanu kahi jata hoi chhe. Aa pratibimb jilvane maate Esha ne abhinandan. – Viren Patel – Mumbai

  4. pragnaju said,

    November 25, 2009 @ 1:44 AM

    વાહ…
    સરસ અછાંદસ્…

  5. pushpakant Talati said,

    November 25, 2009 @ 6:20 AM

    શબ્દો નથી જડતા આ ક્રુતિ ને બિરદાવવા માટે
    ખરેખર ખૂબ જ સરસ – રચઈતા કવિની અવલોકન શક્તિને બિરદાવવી જ જોઈએ. – ઈન શોર્ટ- ખોટુકલી રમતમાઁ સાચુકલી જીન્દગી ની તસ્વીર દર્શાવતી રચના.
    અભિનન્દન.

  6. Pancham Shukla said,

    November 25, 2009 @ 7:24 AM

    દૈનિક ઘટનાની ધરદાર રજૂઆત

  7. Pancham Shukla said,

    November 25, 2009 @ 7:24 AM

    દૈનિક ઘટનાની ધારદાર રજૂઆત

  8. વિવેક said,

    November 25, 2009 @ 8:29 AM

    સુંદર હૃદયંગમ રચના…

  9. P Shah said,

    November 25, 2009 @ 9:43 AM

    સુંદર રચના !

  10. Urmi said,

    November 25, 2009 @ 10:54 AM

    જ્યારે પણ આ વાંચુ છું ત્યારે મને મારું એક અછાંદસ ‘ઘરઘત્તા’ યાદ આવી જાય છે…

  11. Urmi said,

    November 25, 2009 @ 10:54 AM

    http://urmisaagar.com/urmi/?p=795

  12. PRADIP SHETH. BHAVNAGAR said,

    November 26, 2009 @ 10:44 AM

    સુંદર … વાસ્તવીક્..રચના….

  13. વજેસિંહ પારગી said,

    November 30, 2009 @ 8:42 AM

    દરેક માબાપે પોતાનાં સંતાનો ખાતર પણ આ એક્શન રિપ્લે જોઈ જવું. ઘરની ભાષામાં ઘર જેવી જ સુંદર રચના। વેરવિખેર થતા ઘરને આખરે તો મમ્મી – છોકરી જ બચાવે છે ને। ઘરની વાસ્તવિક સ્થિતિનો સંવેદનશીલ ચિતાર કવયિત્રી સિવાય કોણ આપી શકે।

  14. Vihang vyas said,

    December 2, 2009 @ 5:14 AM

    હ્ર્દયસ્પર્શી કાવ્ય….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment