ચામડીમાં વણાઈ એકલતા
હોય ચાદર તો એને ખંખેરું
નયન દેસાઈ

(અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?) -રાહી ઓધારિયા

તમે હળવેથી એકવાર ઝંકારો તાર, અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?
તમે ટહુકો ઉછીનો એક આપો રાજલદે! અમે વરસોની જડતાને ત્યાગીએ.
અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?

રણનાં પંખીડાં અમે, અમને તો એમ કે રેતી આદિ ને રેતી અંત;
તમને જોઈને અમે જાણ્યું કે ક્યાંક ક્યાંક જીવી રહી છે વસંત;
તમે આછેરો સ્પર્શ કરી જુઓ રાજલદે! અમે ફોરમતા ફાગ થઈ ફાગીએ.
અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?

કલકલતી નદીઓના વહેણ સમી લાગણીઓ થઈને અમારે છે વહેવું,
નિજને ભૂલી તમારી આંખોમાં ઘૂઘવતા દરિયાના નીર થઈ રહેવું;
તમે ભીની બે વાત કરો અમથી રાજલદે! અમે આખો અવતાર ભીના લાગીએ.
અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?

-રાહી ઓધારિયા

બિલકુલ કલકલતી નદીની જેમ કલકલતું અને ઘૂઘવતા દરિયાની જેમ ઘૂઘવતું ગીત… જેનાં વહેણ અને તમારી વચ્ચે મારું ના આવવું જ બહેતર છે!  🙂

14 Comments »

  1. Girish Desai said,

    November 17, 2009 @ 5:14 PM

    સાચે જ આ કવિતાના વહી જ્તાં વહેણમાં ન્હાવાની જે મઝા છે તેમાં ટીકા ટીપ્પણીના અવરોધની કાંઇ આવશ્યકતા છે જ નહી.

  2. pragnaju said,

    November 17, 2009 @ 9:55 PM

    ખુબ સુંદર —
    તરન્નુમમા રજુ કરવા જેવું ગીત
    તમારી ટીકા ટીપ્પણીના અવરોધ ?…
    સંમત નથી
    ત્ડો.ફિરદૌસ દેખૈયા એ પોતાના આ કાવ્ય

    હું છું સવાલ સહેલો,ને અઘરો જવાબ છું;
    ને હુ સમય ના હાથની ખુલ્લી કિતાબ છું.

    એક યારની ગલી ,બીજી પરવરદિગારની;
    ના ત્યાં સફળ હતો,ના અહીં કામિયાબ છું.

    પૂછો ના કેમ સાંપડે ગઝલો તણો મિજાઝ;
    ફૂલોની મ્હેક છું,અને જૂનો શરાબ છું.

    રબ ની દુહાઇ ના દે એ નિગાહબાને-દીન ;
    તુજથી વધારે સાફ છું, એહલે-શરાબ છું.

    જીવ્યો છું જે મિજાજે,મરવાનો એ રુઆબે,
    લાખો રિયાસતો નો બસ એક જ નવાબ છું.
    સાથેરાહી ઓધારિયાનું ઉપરોક્ત ગીતનો ઉલ્લેખ કર્યો હતો

  3. mrunalini said,

    November 17, 2009 @ 9:59 PM

    આ ગીત ગાતા ગાતા અમને તો આ ગીત પણ યાદ
    રબ ની દુહાઇ ના દે એ નિગાહબાને-દીન ;
    તુજથી વધારે સાફ છું, એહલે-શરાબ છું.
    વાહ
    મુકેશે ગાયલું પારસી કવિનું ગીત યાદ આવ્યું
    મહતાબ સમ મધુરો દિલકશ દીદાર તારો,
    ઘડવા તને ખુદાએ બેહદ કમાલ કરી છે.
    મહતાબ સમ મધુરો..

    ફૂલોં મીસાલ કોમલ ગોરી અને પમરતી,
    ગુલઝારની ગુલાબી મીઠી તું ગુલ કલી છે.
    મહતાબ સમ મધુરો..

    લાખો ગુલોંની લાલી રૂખસારમાં સમાવી,
    અમૃત ને મધની પ્યાલી તુજ હોઠમાં ભરી છે.
    મહતાબ સમ મધુરો..

    નીકળે નૂરી સિતારા, નૈનો ચમકતા તારા,
    રોશનીએ જશ્મો અંદર જીન્નત તડી કરી છે.
    મહતાબ સમ મધુરો..

    જોતાં નજર ઠરી રે સૌના જીગર હરી ને,
    સંસારને સ્વર્ગ બનાવતી તું દિલકશી પરી છે.
    મહતાબ સમ મધુરો..

  4. Viren Patel said,

    November 18, 2009 @ 12:22 AM

    Wah !
    I am drenched in the sentiments expressed in this Geet !
    If life is musical instrument, this Geet itself is a touch of Ustad.
    If life is like a Sahara desert, this Geet is like a touch of feather.
    The simplicity of expression is absorbing to soul.
    Many Compliments.
    Viren Patel – Mumbai

  5. kanchankumari parmar said,

    November 18, 2009 @ 1:17 AM

    ઝિણા ઝિણા શરણાયુ ના સુરે સાજન મળિયા તમે; હળવે હળવે નિતારિ નેહ ભિંજવો અમને……..

  6. mita said,

    November 18, 2009 @ 1:51 AM

    superb poem.i feel like 2 read again 2 AGAIN

  7. mita said,

    November 18, 2009 @ 1:52 AM

    NO WORDS 2 SAY. SUPERB. FEEL LIKE 2 READ AGAIN &AGAIN

  8. Kirtikant Purohit said,

    November 18, 2009 @ 2:16 AM

    ઝરમર વરસતા વરસાદની વાછટ જેવું ભીંજવતું ગીત.

  9. Pushpakant Talati said,

    November 18, 2009 @ 7:21 AM

    વાન્ચવુ ગમે, ગાવુ ગમે, અને માણવુ પણ ગમે – તેવુ સુન્દર, સરલ તેમજ સાવ સીધુ સાદુ અને અનોખુ આ ગીત આજે ઇ-મેઇલ પર મેળવી ને મન ઘણુ જ પ્રફુલ્લીત થઈ ગયુ.
    વળી સોનામા સુગન્ધ ની જેમ કોમેન્ટ મા સામેલ થયેલ પ્રગ્નાજુ ની તેમજ મુનાલીની ની બે અલગ-અલગ કોમેન્ટ્સ દ્વારા રજુ થયેલ બે ભીન્ન ભીન્ન તરન્નમથી ભરપુર ગઝલથી આ ગીત સાથે સ્કીમમા બે ફ્રી જ માણવા મળ્યા.
    એટલે કે એક સાથે બે ફ્રી. Buy One – Get Two Free જેવુ થયુ.
    આભાર. ફરીથી વાહ વાહ – વાહ વાહ ઓ કે.

  10. વિવેક said,

    November 18, 2009 @ 8:23 AM

    સરસ ગીત… લય, ભાવ અને રજુઆત- બધું જ કાબિલે-દાદ છે…

  11. ધવલ said,

    November 18, 2009 @ 6:59 PM

    રણનાં પંખીડાં અમે, અમને તો એમ કે રેતી આદિ ને રેતી અંત;
    તમને જોઈને અમે જાણ્યું કે ક્યાંક ક્યાંક જીવી રહી છે વસંત;

    તમે આછેરો સ્પર્શ કરી જુઓ રાજલદે! અમે ફોરમતા ફાગ થઈ ફાગીએ.
    અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?

    – વાહ !

  12. ધવલ said,

    November 18, 2009 @ 7:00 PM

    – અને હા, પારસી ગીત તો ‘સોજ્જુ’ લાગે જ ને !

  13. Pinki said,

    November 20, 2009 @ 5:51 AM

    કલકલતી નદીઓના વહેણ જ્યમ લાગણીઓને આ ગીતમાં વહેતી મૂકી છે… !!

  14. P Shah said,

    November 24, 2009 @ 5:13 AM

    ખૂબ જ સુંદર ગીત !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment