નથી નડતા જગતમાં કોઈ દી’ ખુશ્બૂને અવરોધો,
કદીયે કંટકોથી ફૂલ ઢંકાઈ નથી શકતા.
– આદિલ મન્સૂરી

અવાજની -હર્ષદ ત્રિવેદી

તું પણ કમાલ કર હવે તારા અવાજની,
હું સાંભળું છું તર્જ કો’ અણદીઠ સાજની.

હું ક્યારનો સૂંઘું છું હવામાં વધામણી,
રળિયામણી ઘડી મને લાગે છે આજની.

તું હોય પણ નહિ ને તોય વાજતી રહે,
પળ પળ રહી છે કામના એવી પખાજની.

મારો સ્વભાવ છે કે મને કંઈ અડે નહિ,
તનેય પણ પડી નથી રસ્મો-રિવાજની !

ત્યાં દૂર કોઈ પૂરવી છેડે છે ક્યારનું,
અહીંયાં ગઝલ રચાય છે તારા મિજાજની.

-હર્ષદ ત્રિવેદી

મજાની સરળભાષી ગઝલ… આમ તો પાંચેય શે’ર મજાનાં થયા પરંતુ મને સ્વભાવવાળો શે’ર ખાસ ગમી ગયો.  રસ્મો-રિવાજની પડી ન હોય એવી બગાવતો તો ઘણીવાર જોવા મળી જાય છે, પરંતુ કંઈ ન અડવાવાળા સ્વભાવાવાળી સ્થિતપ્રજ્ઞ અવસ્થા હોવી એ ઘણું કઠીન છે અને જીવનમાં એ પ્રમાણે જીવતાં જૂજ લોકો જોવા જરૂર મળે છે.

8 Comments »

  1. pragnaju said,

    November 16, 2009 @ 9:41 PM

    સ રસ ગઝલનો આ શેર વધુ ગમે તેવો
    મારો સ્વભાવ છે કે મને કંઈ અડે નહિ,
    તનેય પણ પડી નથી રસ્મો-રિવાજની !
    સ્વયંભાવે નભ ઉલસે સદા, જેમ હેમપર્વત અદબદા;
    ઘનઘટાવિના થાએ વૃષ્ટ, એમ જ્ઞાનીને હોયે પુષ્ટ;
    ગળી પાલો ગંગા થઇ વહે, ત્યાં અખો શું સાધન કહે.
    દેવત્વ એટલે ગુણ, કર્મ અને સ્વભાવ એ ત્રણેયની શ્રેષ્ઠતા.
    તેના ઉ૫યોગના આધાર ૫ર એવાજ પ્રકારની સફળતાઓ
    પ્રાપ્ત કરતા રહે….

  2. સુનીલ શાહ said,

    November 16, 2009 @ 9:54 PM

    મઝાની ગઝલ થઈ છે..
    દરેક શેરની સરળભાષા છતાં ઉંડાણ સ્પર્શી ગયું.

  3. વિવેક said,

    November 17, 2009 @ 7:39 AM

    સુંદર ગઝલ… બધા શેર ગમી જાય તેવા…

  4. sudhir patel said,

    November 17, 2009 @ 9:46 PM

    હર્ષદભાઈની સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  5. Kirtikant Purohit said,

    November 18, 2009 @ 2:04 AM

    સરલ અને સુંદર ગઝલ

  6. ધવલ said,

    November 18, 2009 @ 6:56 PM

    તું પણ કમાલ કર હવે તારા અવાજની,
    હું સાંભળું છું તર્જ કો’ અણદીઠ સાજની.

    – સરસ !

  7. PIYUSH M. SARADVA said,

    December 3, 2009 @ 4:07 AM

    વાહ સરસ ગઝલ .

  8. nilam doshi said,

    December 5, 2009 @ 3:28 AM

    વધામણી અહીં પણ પહોંચી જાય છે.સરસ ગઝલ..મજા આવી ગઇ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment