મા! મને ગમતું નથી આ ગામમાં,
હાલ્ય,બચકું બાંધ, આયર સાંભરે!
-નયન હ. દેસાઈ

સહી નથી – જલન માતરી

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.

ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

– જલન માતરી

6 Comments »

  1. Shriya said,

    May 30, 2006 @ 9:03 PM

    Wah… ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
    મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

    મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
    જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

  2. radhika said,

    May 31, 2006 @ 12:54 AM

    કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
    નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

    શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
    કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.

    bahu sambhadela share chhe pan aakhi gazal raju karava badal aabhar

  3. PARESH said,

    June 10, 2008 @ 5:04 PM

    Jalan Matri ne chahwaa walaa jalan matri ni atli ochhi gazalo thi kyaarey santust naa thai sake . haji teao ni vadhu gazalo umeri vachako ne vadhu laabh aapvaa vinanti .

    Aa site dhire dhire vachakomaa khub prachalit thati jaay chhe.

    THANKS
    – PARESH.

  4. Pravin Shah said,

    June 11, 2008 @ 7:26 AM

    મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
    જીવનની ઠેસની હજુ કળ વળી નથી……….

    સતત સંઘર્ષ અને સંતાપથી ભર્યા માનવજીવનને આ શેર સુપેરે રજુ કરે છે.
    ખરેખર જ્યારે દર્દ ઘૂંટાય છે ત્યારે ગઝલ અવતરે છે.

  5. Pravin Shah said,

    June 11, 2008 @ 12:46 PM

    માતરી સાહેબના મને ગમતાં થોડાક બીજા શેર-

    ઘૂંટી લે શ્વાસ જ્યાં લગી ઘૂંટી શકાય છે
    ઊંડે ગયા વિના કદી મોતી પમાય છે ?

    અજ્ઞાનતાને કારણે અશ્રુ ન સાચવ્યાં,
    સુણ્યું છે ટીપે ટીપે સરોવર ભરાય છે

    ભોળા હ્દયનો માનવી માને છે એને સુખ
    દુ:ખ દર્દ થોડા દિવસ જો થાક ખાય છે

    એના જ કારણે એ નિરાકાર રહી ગયો
    પીંછી ફર્યા વિના કહીં આકાર થાય છે

  6. r said,

    July 29, 2012 @ 3:21 AM

    ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
    મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment