શૂળી, ગોળી, ઝેર કંઈપણ આપ તું, પણ મેં હવે
નહિ પડે કંઈ ફર્કની દુનિયા વસાવી લીધી છે.
વિવેક મનહર ટેલર

ગઝલ -સુરેન ઠાકર ‘મેહુલ’

કોઈ ઉકેલી ના શકે એવી પહેલી જિંદગી,
ક્યાંક એ મોડી પડી ને ક્યાંક વહેલી જિંદગી.

જીવતાં જો આવડે જાહોજલાલી જિંદગી,
જીવતાં ના આવડે તો પાયમાલી જિંદગી.

પાસમાં એ છે અને હું ઝાંઝવાં જોયા કરું,
કોઈ સમજી ના શક્યું આ રૂપઘેલી જિંદગી.

એટલે આ બહાવરી આંખો જુએ ચારેતરફ,
કીકીઓ છે આપણી ભૂલી પડેલી જિંદગી.

લોકનાં ટોળાં કિનારે ઓર વધતાં જાય છે,
સૂર્ય સમજીને જુએ છે અધ ડૂબેલી જિંદગી.

આવડે, તો શોધ, એમાંથી તને મળશે ઘણું,
છે ઘણાં જન્મોથી આ તો ગોઠવેલી જિંદગી.

એટલે આ પાંપણો બીડાઈ ગઈ ‘મેહુલ’ તણી,
હાથતાળી દઈ ગઈ’તી સાચવેલી જિંદગી.

-સુરેન ઠાકર ‘મેહુલ’

ક્યારેક પહેલી જેવી તો ક્યારેક સહેલી જેવી લાગતી જિંદગીને કવિશ્રીએ ગઝલમાં બખૂબી ગોઠવી દીધી છે.  એક્કે એક શે’ર કાબિલેદાદ થયા છે.  એમાંની એક વાત તો મને ખૂબ જ જચી ગઈ- આવડે, તો શોધ, એમાંથી તને મળશે ઘણું…

7 Comments »

  1. Nila Shah said,

    November 10, 2009 @ 5:57 AM

    “” આવડે, તો શોધ, એમાંથી તને મળશે ઘણું,
    છે ઘણાં જન્મોથી આ તો ગોઠવેલી જિંદગી””

    સાવ સાચુ!!! છે ઘણાં જન્મોથી આ તો ગોઠવેલી જિંદગી

    જૈનો તો માને જ છે કે ચોરાસિલાખ ફેરા બાદ મનુશ્ય જનમ મલ્યો છે અને આપણ કર્મોથિ જિંદગી ગોઠવેલી જ હોય છે!!!

    નિલાના જયજિનેન્દ્ર

  2. BB said,

    November 10, 2009 @ 7:59 AM

    every thing u want to know about life is said very well. I do not attend all those religious gathering, BUT I DO PAY ATTENTION to what the poet says in just a few words . Beautiful and the hard truth.

  3. preetam lakhlani said,

    November 10, 2009 @ 8:28 AM

    મેહુલની આ અદભુત ગઝલ કયારેક ફુરસદે ચંદુભાઈ મટાણીના સ્વરે સાંભળવી પણ જિન્દગીનો અનમોલ લાવો છે….મેહુલ જેટલા સારા ગઝલકાર છે એટલા જ સરસ ગાયક અને લોકસાહિત્યના કલાકાર છે…..તેમજ ઉત્મ કવિ સમેલન અને મુશાયરાના સચાલક પણ ખરા!!…

  4. urvashi parekh said,

    November 10, 2009 @ 5:45 PM

    સરસ રચના.
    જિન્દગી વીશે ઘણુ બધુ સરસ રિતે કહેવાણુ છે.
    શોધતા આવડે તો જીવ્યુ સફળ…

  5. pragnaju said,

    November 11, 2009 @ 4:54 AM

    એટલે આ બહાવરી આંખો જુએ ચારેતરફ,
    કીકીઓ છે આપણી ભૂલી પડેલી જિંદગી.

    લોકનાં ટોળાં કિનારે ઓર વધતાં જાય છે,
    સૂર્ય સમજીને જુએ છે અધ ડૂબેલી જિંદગી.
    વાહ્

  6. Rina said,

    October 3, 2011 @ 8:15 AM

    વાહ…….

  7. maya r mehta said,

    February 11, 2012 @ 10:00 PM

    મેહુલ્ ભા ઇ
    માયા ના જેશ્રિ ક્રિશ્નના
    ત્ મારિ ગ ઝ્લ વાચિ,
    માયા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment